હળદર વેવાણ હળીયા કાઢે જો 🤣😂 હસીને લોટપોટ થઈ જાવ એવું કોમેડી ગીત 😆 (શબ્દો લખેલ છે) Satsang | Bhajan

Описание к видео હળદર વેવાણ હળીયા કાઢે જો 🤣😂 હસીને લોટપોટ થઈ જાવ એવું કોમેડી ગીત 😆 (શબ્દો લખેલ છે) Satsang | Bhajan

ગીતનાં શબ્દો:
રામનાં ખેતરમાં રામ મોલ પાક્યો જો
દેખીને આ દુનિયા રાજી થાય જો
મૂળો કહે માતાજી મારા જુઓ જો
માતાજી મુજને કન્યા પરણાવો જો
દીકરા આપણે ઘર બાર વિનાના જો
આપણને દીકરી કોણ દેશે જો
મોગરી બાઈએ આવી માગા નાખ્યા જો
ચિભડા ભાઈ ચાંદલો કરવા જાય જો
હળદર વેવાણ કાંઈ હળીયું બહુ કાઢે જો
મરચભાઈ તો બેઠા મૂછો મરડે જો
મૂળાભાઈ નો રૂડો મંડપ રોપાય જો
મેથીબાઈએ મંડપમાં બંધ બાંધ્યા જો
ગલકાભાઈ એ જાન ના ગાડાં જોડ્યા જો
દુબળી દુધીબાઈએ પય સીચ્યા જો
સુરણભાઈ આગળ ઢોલ વગાડે જો
બટેટાભાઈ આકાશે બંદૂક ફોડે જો
શકરિયાભાઈ બેઠા શરણાઈ વગાડે જો
ડુંગળીબાઈ બેઠા ડોળા કાઢે જો
પતકાળા ભાઈ જાનના પાહિતા જો
તરબૂચભાઈએ હાંરે તમંચા બાંધ્યા જો
લસણભાઈ લીમડે ચડી જાન જોવે જો
ગાજરભાઈ તો જાનના ગાડાં લૂંટે જો
ટમેટાભાઈએ મ્યાનમાંથી તલવાર તાણી જો
જીરાભાઈએ સૌને ઝાટકે દીધા જો
કોથમરીબાઈએ વચારે કકળાટ માંડ્યો જો
આદુભાઈ આવીને આડા પડે જો
ઘૂઘરીબાઈ ઘૂઘરો વગાડે જો
કારેલા ભાઈએ માંડવે કામણ કર્યા જો
લીંબુભાઈ લાંબા હાથે નજરું ઉતારે જો
રાઈ બાઈ માંડવે રિસાણા જો
બેઠો સરગવો માંડવે ત્રાડું નાખે જો
ફુલાવર ચોરીએ ફુલાતો ફરે જો
કોબીબાઈ રાતા પાણીએ રોવે જો
રીંગણી બાઈ લગ્નગીત ગાય જો
શક્કર ટેટી ઉંચા નીચા થાય જો
કાકડી કાલી ફટાણા ફટકારે જો
ભીંડાભાઈએ વાળ્યો છે કાઈ ભગો જો
ગુવારભાઈ ગાદલે ગોથાં ખાઈ જો
ચોળા ભાઈ બેઠા ચોવટ કરતા જો
ટીંડોળા જમતા તડાકા મારે જો
ઘીસોડાભાઈ તો એના ઘાણ કાઢે જો
ધાણા ભાઈ તો ધૂમ ધબાકા મારે જો
વાલોર વહુ તો પરણી વેલમાં બેઠા જો
વર વહુ પરણી સુખે ઘેર આવ્યાજો
કોના લગન ને કોની છે આ જાન જો
સંસારી મનવા સૌ વિચાર કરજો
રામના ખેતરમાં રામ મોલ પાક્યો જો

જશુબેન ગોરસીયા અને સખીમંડળનાં સ્વરમાં વ્રજ ધૂનમંડળ - રાજકોટ પ્રસ્તુત કરે છે ખૂબ જ રમુજી ગુજરાતી ગીત 'રામનાં ખેતરમાં રામ મોલ પાક્યો જો - મૂળાભાઈનાં લગન'! વિડીયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપનો પ્રેમ દર્શાવો. 🙏

સવિશેષ આભાર:
વિડીયો શૂટિંગ અને એડિટિંગ: જય ચોટલીયા (પ્રહર્ષ પ્રોડક્શન્સ-રાજકોટ)

જશુબેન ગોરસીયા અને સખીમંડળ સંચાલિત વ્રજ ધૂનમંડળ ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. પ્રાચીન ભજન અને સત્સંગ થકી સેવાકાર્યોમાં પણ પોતાનું યોગદાન આપી રહેલ રાજકોટનાં વ્રજ ધૂનમંડળને આપનો અપાર પ્રેમ મળી રહેશે તેવી આશા. જય શ્રીકૃષ્ણ.

#gujaratikirtan #bhajanmandal #gujaratibhajan

Комментарии

Информация по комментариям в разработке