હું મોમાઈ માતાજી બોલું છું ||Kirtidan Detha|| ||Gudesh Zala||

Описание к видео હું મોમાઈ માતાજી બોલું છું ||Kirtidan Detha|| ||Gudesh Zala||

#kirtidandetha #kirtidangadhvi #aghori #bhuvaji

ધન કમાવવા તણા લોભથી ધુતારા, લોકોની શ્રદ્ધાનો લાભ લેતા
વેપારી આ બધા ભુવાના વેશમાં, કૂડ કરતા અને જૂઠ કહેતા
ઝાંઝની થપાટે લાગતા ઝૂમવા, (ને જેના) ડાકની દાંડીએ શિશ ડોલે
(એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

થાબડી પીઠને થાળ સામો ધરે, ખમ્મકારા કરી ચરી ખાતા
દેવી એ દેહમાં હોય ક્યાથી કહો, જે મહિનો જતા નથી નાતા
અંધશ્રધ્ધાળુંઓ જુએ છે આટલું ત્હોય માને એને માત તોલે
(એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

કઠણ કળજુગનો સમય છે કારમો, લૂંટતા ભક્તોને જુઓ લોભી
સનાતન ધર્મના નામે જે છેતરી, મહાપાખંડથી થયા મોભી
પડે છે ત્હોય પગમાં એને પ્રજા, જોરથી જુઓ જયકાર બોલે
(એવા) ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

વિનંતી કરું છું પ્રજાને વિગતે, બનો જાગૃત અને સત્ય જાણો
કરો અભ્યાસ ઊંડાણથી ધર્મનો, વાંચજો સદા વેદો પુરાણો
(બાકી) ભોળવાશો નહી ધતિંગને ઢોંગથી, ધૂતાશો નઈ કદી ડાક ઢોલે
ધર્મના નામથી જગતને ધૂતતા, પાખંડી તણી કોઈ પોલ ખોલે

Комментарии

Информация по комментариям в разработке