સત્સંગના પગથિયાં રે જોજો ભુલી ના જવાય જો || Satsangna Pagthiya re ||

Описание к видео સત્સંગના પગથિયાં રે જોજો ભુલી ના જવાય જો || Satsangna Pagthiya re ||

સત્સંગના પગથિયાં રે જોજો ભુલી ના જવાય જો || Satsangna Pagthiya re || #bhaktiahir #bhajan #satsang

ગાયિકા:- ભક્તિ આહીર

_____________________________________
મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
https://instagram.com/bhaktiahir0603?...

ભજન :-
સાત પગથિયાં સત્સંગના રે જોજો ભુલી ના જવાય જો

પહેલું પગથિયું સત્સંગનું રે જો જો ભુલી ના જવાય જો
વહેલા ઊઠીને સ્નાન કરજો રે લેજો નારાયણ ના નામ જો
ધ્રુજે કાયાને ધ્રુજે લાકડી રે પછી મંદિરે ન જવાય જો
જુવાની છે ગઢપણ આવશે રે પછી નહીં લેવાય નામ જો

બીજું પગથિયું સત્સંગનું રે જોજો ભુલી ના જવાય જો
અતિથિ આપણે આંગણે રે એને પાછા નો વાળીએ
થોડામાંથી થોડું એને આપજો રે એતો નારી નો ધર્મ જો

ત્રીજું પગથિયું સત્સંગ નું રે જોજો ભુલી ના જવાય જો
ભુખીયા દુ:ખીયાને આપો ટુકડો રે પછી પાણીડા પાવ જો
અન્ન એક મોટું દાન છે રે એતો પરમાર્થ નું કામ છે

ચોથું પગથિયું સત્સંગનું રે જોજો ભુલી ના જવાય જો
અગિયાર પૂરજો કીડીયારુ રે બાર માસની અમાસ જો
આંકડો બોરડીને પીપળો રે એના થડે જઈ ને પૂરજો
અનેક જીવોને કણ મળશે રે તળેપૂર્વ ના પાપ જો

પાંચમું પગથિયું સત્સંગનું રે જોજો ભુલી ના જવાય જો
ગાય ને પાટું નો મારીએ રે એમાં તેત્રીસ કરોડ દેવ જો
દીકરી ને ગાય બે એક છે રે એ તો અબળા નો અવતાર જો

છઠું પગથિયું સત્સંગનું રે જોજો ભૂલી ન જવાય જો
માતા-પિતાની સેવા કરજો રે એતો તીર્થ ધામ જો
જનની જનેતા જગમાં નહીં મળે રે નહીં આવે માને તોલ જો

સાતમું પગથિયું સત્સંગનું રે જો જો ભુલી ના જવાય જો
ગુરુજી આવે આંગણે રે એને કરજો પ્રણામ જો
ગુરુ ગોવિંદ બે એક છેરે એ તો આત્માના રામ જો
માતા-પિતા સ્વામી શામળા રાખો ચરણોની પાસ જો

Thanks for Watching

Комментарии

Информация по комментариям в разработке