Nagbai Mataji No Itihas | નાગબાઈ માતાજીનો ઇતિહાસ | Nagbai Mataji

Описание к видео Nagbai Mataji No Itihas | નાગબાઈ માતાજીનો ઇતિહાસ | Nagbai Mataji

Nagbai Mataji No Itihas | નાગબાઈ માતાજીનો ઇતિહાસ | Nagbai Mataji #vlog

Presentation :- Karan Charan
Videographer :- Aavaddan Charan
Editor & Thumbnail :- Karan Charan
Location :- Nagbai Maa Dham Patan


About This Video : History Of Nagbai Ma

જય માતાજી હું છું કરણ ચારણ અને તમે જોઈ રહ્યા છો કરણ જશા વ્લોગ યુટ્યૂબ ચેનલ
દર્શક મિત્રો આજે હું આપને એવી વાત કહીશ કે આ વાત તમે ક્યાંય સાંભળી નહિ હોય તો આ વાત સાંભળવા આખો વીડિયો જરૂર જોજો...


એક લોકવાયકા પ્રમાણે નાગાસાધુઓનાં આશીર્વાદથી આઈ નાગબાઈ માંનો જન્મ આજ વિસ્તારમાં એટલે કે આલેચ ડુંગર માં આવેલ વીરડી નેશમાં હરજોગ માદાને ત્યાં આસો સુદ સાતમના દિવસે થયો હતો આઈ નાગબાઈમાની માતાનું નામ ધાનશ્રી હતુ આઈમાં નાગબાઈ અવસુરા શાખના ભાણેજ હતા...આ ઉલ્લેખ જામ ખંભાળિયા રહેતા ચારણોના વહીવંચા બારોટ કારુદેવના ના ચોપડે ઉલ્લેખ છે ...આજે પણ વીરડી નેશમાં માદા નો વીરડો મોજુદ છે અને આઈ નાગબાઈ માએ વાવેલા વડલા આ વાતની સાક્ષી પૂરે છે... આ વિસ્તારમાં નાગબાઈ માં પોતાના પશુઓ ચારતા અને અને વિશ્રામ કરતા
પાટણથી જુવે પાધરું મોણીયા સામે માપ
તેદી સરવૈયાનો શ્રાપ માનજે ઉતર્યું માંડલીક
આ દુહો સાંભળીને તમને લાગતુ હશે કે આમાં કોઈ ભવિષ્યવાણી છુપાયેલી છે તો મિત્રો..
આ દુહો કોણે લખ્યો અને કયારે લખાયો એતો ખબર નથી પણ ચારણ જગદંબા મા નાગબાઈ પાસે જ્યારે જૂનાગઢના રાજા રા માંડલીકને ઘોડા માટે મનદુઃખ થયુ તેના કારણે જૂનાગઢ તાબાના મોણીયા ગામે માં નાગબાઈ પાસે મહવાળી એટલે કે આજની ભાષામાં કહીએ તો ટેક્સ વસુલવા આવેલ ત્યારે નાગબાઈ માતાજી રા માંડલીકને ઘણુ સમજાવે છે..છતાં પણ રા માંડલીક માનતો નથી.. નાગબાઈ માં ના સમજાવ્યા છતાં પણ ના સમજતા રા માંડલીક આઇમાને મોણીયા ખાલી કરવાનું કહે છે ત્યારે આઈ નાગબાઈ એટલું બોલ્યા કે મોણીયા તારુ રહે તો ખાલી થાયને ટૂંકમાં વાત કરીએ તો મહંમદશા જૂનાગઢ પર ચડાય કરે છે ઘમાસાણ યુદ્ધ થાય છે અને અંતે રા માંડલીકનું રાજ પલટો થાય છે, અને મહમદશા નું રાજ સ્થપાય છે..ત્યારે હારી થાકીને અંતે રા માંડલીક માતાજી પાસે પ્રાર્થના કરી અને વિનંતી કરે છે કે માં મારુ તો જે થવાનું હતુ તે થયુ પણ મારી રૈયતનું શું...? મારી પ્રજા નો શું વાંક ? ત્યારે માતાજીના હૃદયમાં કરુણા પ્રગટે છે અને મેં આગળ કહ્યુ તે ભવિષ્ય વાણી કહે છે...
પાટણથી જુવે પાધરું મોણીયા સામે માપ
તેદી સરવૈયાનો શ્રાપ માનજે ઉતર્યું માંડલીક
દર્શક મિત્રો આ પાટણ ગામ જામનગર જિલ્લાના જામજોધપુર ગામથી નવ કિલોમીટર દૂર આલેચ ડુંગરની ગોદમાં આવેલ છે..

આજે જ્યાં પાટણમાં માતાજી નો થળો છે તે ધીરે ધીરે તલભાર ફરી રહ્યો છે.. વડીલો કહે છે કે પહેલા અમે આવતા ત્યારે થડા ની સામે બેસીને અમે દર્શન કરતા પણ આજે ધીમે ધીમે આ થડાની દિશા મોણીયા તરફ થઈ રહી છે જે આજના વિજ્ઞાન યુગમાં પણ સ્વીકારવુ જ પડે...
અને આજે પણ પાટણ ના થડાવાળી માં નાગબાઈ અનેક ભક્તો ના કામ કરી તેમની મનની આશાઓ પૂર્ણ કરે છે..
ઉજવે કોઈ એકમુ કોઈ તેરસ ને ત્રીજ
નાગબાઈ તોળા નેહમેં તોળા બાળકો ઉજવે બીજ
માંના આંગણે દર વર્ષે અષાઢી બીજના ધ્વજા રોહણ અને જાતર ઉજવી લાપસીનાં નિવેદ ધરી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે...
આ વાત આપને કેવી લાગી તે કોમેન્ટ માં જરૂર કહેજો અને
આવા જ વીડિયો જોવા માટે મારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લાઈક કરવાનું ભૂલતા નહિ..
જય નાગબાઈ માં


અને હા હું જ્યાં જ્યાં દર્શન કરવા માટે જાઉં છું ત્યાંના વીડિયો મારી આ ચેનલના માધ્યમથી આપને પણ દર્શન થાય એ હેતુથી અપલોડ કરું છું...
મને મોટિવેશન આપવા માટે કોમેન્ટ જરૂર કરજો
અને હા કરણ જશા વ્લોગ ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો...
જય માતાજી... જય હિંદ...

Follow On Instagram :-https://instagram.com/karan_jasha_vlo...

Nagbai Mataji No Itihas
નાગબાઈ માતાજીનો ઈતિહાસ


#Karan_Jasha_Vlog // #New Vog

Комментарии

Информация по комментариям в разработке