માત પિતા અમી ના ઓડકાર જો,
ભાવે થી સેવા એની કરજો.
કોને કાને આવ્યા ઓડકાર જો,
કોણે રે પીધાં છે અમૃત ઘૂંટડા..
પંઢરપુર માં પુંડરિક જેવા નામ જો,
એણે રે પીધા છે અમૃત ઘૂંટડા..
રોજ સવારે મંદિરે દર્શન જાય જો,
નીમ લીધા છે એવા આકરા..
માત પિતા એના જ્યારે માંડ પડ્યા જો,
સેવા કરે છે પુંડરિક આકરી...
સેવા માં કાઈ છ છ મહિના વીત્યા જો,
પ્રભુજી વિચારે ભક્ત ના આવિયો...
પ્રભુએ પહેર્યા પીળા પીતાંબર જો,
ખંભે તે ખેસ નાખી હાલિયા..
પ્રભુ આવ્યા ઉઘાડે કાઈ પગ જો,
આવીને ઊભા પુંડરિક આંગણે...
સાદ સુણી ને પુંડરિક એમજ બોલ્યા જો,
દર્શન દેવા હોય તો ઊભા રહો..
માત પિતા મારા ઘડીક જંપી જશે જો,
ત્યારે હું આવીશ તમને મળવા...
ઇટલડી ને નાખી ઘર ની બહાર જો,
ઇટલડી ઉપર પ્રભુ જી ઊભા રહ્યા...
ઊભા છે કાઈ ત્રણ દિવસ ત્રણ રાત જો,
ત્યારે આવ્યા છે પુંડરિક બારણે...
ધન્ય છે, ધન્ય છે પુંડરિક તારી ભક્તિ જો,
સેવા થી આવ્યા હરી ઢુંકાડા...
શ્રવણ કુમાર ને આવ્યા ઓડકાર જો,
એણે રે પીધા છે અમૃત ઘૂંટડા...
આંધળા એના ઘરડા માં ને બાપ જો,
સેવા કરે છે શ્રવણ આંકરી...
માત પિતા ને જાત્રા કરવા જવું જો,
કેમ રે કરવું દોયલી જાત્રા..
શ્રવણ આવ્યો સુતરી ને છોર જો,
ભાઈ રે સૂતરી વીરા સંભાળજો,
કાવડ ઘડો ને એવી સોયાલી..
આંધળા મારા ગરીબ માં ને બાપ જો,
સોયાલા બેસારું મારા માવતર...
ખંભે કાવડ લઈને ને શ્રવણ ચાલ્યો જો,
તિરથે તિરથે ડગલાં ભરતો જાય જો,
જાત્રા કરાવે શ્રવણ દોહલી..
માત પિતા ને તરસ જ્યારે લાગી જો,
ઘડુલો ભરવાને શ્રવણ હાલ્યા..
દશરથ રાજા મૃગલા રમવા જાય જો,
મૃગલા જાણી ને તીર મારિયા..
તીરે વિંધાણા શ્રવણ ના શરીર જો,
અંતે બોલ્યો છે મારા માવતર..
અન્ય વેળા ની ઈચ્છા તારી બોલ જો,
કેમ રે કરાવું દોયલી જાત્રા..
ઘરડા મારા ગરીબ માં ને બાપ જો,
એણે રે પાણીડાં તમે પિવરાવજો..
ધન્ય ધન્ય છે શ્રવણ તારી ભક્તિ જો,
સેવા થી આવે હરી ઢુંકડા..
જેને આંગણ માત પિતા શોભે જો,
અડસઠ તીરથ ઘર ને આંગણે..
માત ના અંગો માં ચારે ધામ જો,
પિતા ના ચરણો માં આઠ ધામ છે..
હસમુખા દાદા ને અરજી કરી રે,
ભજન ગાય છે વિદ્યા ભાવ થી..
વિધ્યાબેન દાનીધારિયા.
#lokgeet #saurashtra #dhun #satsang #dehatibhajan #gujaratisatsang #siyaram #bhajan #ram #hanumanji #radhekrishna #mahadev #viralvideo #tranding #matapita #matrudevobhava #bhagwan #maabaap #shravan #trending
Информация по комментариям в разработке