Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть શિયાળામાં આરોગ્ય સાચવવાની કવાયત | Gujarat | Winter | Mantavya News | Winter Tips | Winter exercise

  • MANTAVYA NEWS DIGITAL
  • 2024-12-17
  • 55
શિયાળામાં આરોગ્ય સાચવવાની કવાયત | Gujarat | Winter | Mantavya News | Winter Tips | Winter exercise
GujaratWinterMantavya NewsWinter TipsWinter exercise
  • ok logo

Скачать શિયાળામાં આરોગ્ય સાચવવાની કવાયત | Gujarat | Winter | Mantavya News | Winter Tips | Winter exercise бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно શિયાળામાં આરોગ્ય સાચવવાની કવાયત | Gujarat | Winter | Mantavya News | Winter Tips | Winter exercise или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку શિયાળામાં આરોગ્ય સાચવવાની કવાયત | Gujarat | Winter | Mantavya News | Winter Tips | Winter exercise бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео શિયાળામાં આરોગ્ય સાચવવાની કવાયત | Gujarat | Winter | Mantavya News | Winter Tips | Winter exercise

શિયાળો આવતા જ સવાર ધુમ્મસવાળી બની જાય છે અને રાત એકદમ કાજળઘેરી બની જાય છે. શિયાળામાં સ્વસ્થ રહેવું પણ થોડું કપરું છે, પણ જો શિયાળામાં સ્વસ્થ રહેવા માટે મહેનત કરી તો આ મહેનત આખું વર્ષ રંગ લાવશે. તેમા પણ શિયાળામાં પથારીમાંથી બહાર નીકળવું અત્યંત કપરું કામ છે, પણ જો આખા વર્ષ માટે આરોગ્ય જતન કરવું હોય તો પથારી ત્યજવી રહી.
શિયાળામાં કસરત કરવાના આગવા ફાયદા છે, આખા વર્ષની હેલ્થ પણ તમે બિલ્ટઅપ કરી શકો છો. આખા વર્ષ માટેની શારીરિક અને માનસિક સજ્જતા કેળવવા માટે શિયાળો શ્રેષ્ઠ છે. તેના કારણે તમને તનાવરહિત રહેવામાં પણ મદદ મળે છે. પણ તેની સાથે-સાથે અહીં તે પણ જરૂરી છે કે આ કસરત તમે પૂરતી ઊંઘ લઈને કરો.
આ ઉપરાંત શિયાળા દરમિયાન આરોગ્યપ્રદ વસ્તુઓનો આહાર કરવો જરૂરી છે. તેમા ધાન, નટ, સીડ્સ, રેસાવાળાઓ આહાર, વિવિધ પ્રકારની ભાજીઓ, વસાણાની સાથે જુદા-જુદાં પ્રકારના પાકનો સમાવેશ થાય છે. આ બધાના લીધે વિટામીન સીમાં વધારો થાય છે. તેની સાથે કચરિયુ, તલસાંકળી, જામફળ જેવા વિવિધ ફળો પણ લઈ શકાય. આના લીધે આપણી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થશે અને શરીર સારા શેપમાં રહેશે.
શિયાળામાં તમે કસરત કરો ત્યારે પરસેવો નીતરવાનો જ છે, પણ તેનો અર્થ એ નથી કસરત શરૂ કરો ત્યારે તમે સાવ ઓછા વસ્ત્રો પહેરો. જો આમ કરવા જશો તો ઠંડીમાં રીતસરના થથરી જશો અને તેથી કસરત શરૂ કરતાં પહેલા ઠંડીથી બચવા તમને અનુકૂળ હોય તેટલા વસ્ત્રો પહેરો, જેથી તમને ઠંડી સામે જરૂરી રક્ષણ મળે. તેમા ગ્લોવ્સ, કેપ્સ, લેગિંગ્સ પહેરો.
કસરત દરમિયાન તમારા સ્નાયુઓને ઇજા ન થાય તે માટે આહારમાં પ્રોટિનનું પ્રમાણ વધારો. કસરત કર્યા પછી ડ્રિન્ક પેટે પ્રોટિનના તત્વો ધરાવતું હોય તેવું ડ્રિન્ક લેવાનું રાખો. હોટચોકોલેટ લઈ શકાય, થોડું નવસેકું દૂધ પણ લઈ શકાય.
શિયાળામાં ફળો લેવાનું તો વીસરાય જ નહી. આખા વર્ષ માટે સ્વસ્થ રહેવું હોય તો શિયાળામાં ફળોને આહાર પ્રણાલિનો દૈનિક હિસ્સો બનાવો જ. તેની સાથે તેમા આદુ અને હળદરને તો કોઈને કોઈ સ્વરૂપમાં હિસ્સો બનાવવો જરૂરી છે.
શિયાળામાં હવામાનમાં આવેલા અચાનક ફેરફાર અને ઠંડા પવનોને કારણે આપણું શરીર નબળું પડી જાય છે. આ સમયગાળા દરમિયાન, આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે. જેના કારણે સામાન્ય શરદી, ઉધરસ અને તાવ સહેલાઈથી થાય છે
નિષ્ણાતો પણ શિયાળામાં ખાસ કરીને તમારી સંભાળ રાખવાની સલાહ આપે છે. આવો જાણીએ બદલાતા હવામાનમાં સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ જેથી કરીને આપણે બીમાર ન પડીએ.
બદલાતા હવામાનમાં ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા સક્રિય થઈ જાય છે. આ સમયગાળા દરમિયાન, ચિકનપોક્સ, દાદર અને વાયરલ ચેપ ફેલાવવાનું જોખમ રહેલું છે.
આ રોગો ખૂબ જ ચેપી છે અને તેનાથી બચવા માટે આપણે ખાસ સાવધ રહેવાની જરૂર છે. આ ઋતુમાં ઘરની બહાર જવાનું ટાળો અને બહારનો ખોરાક ન ખાવો. સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો જેથી તમે આ રોગોથી સુરક્ષિત રહી શકો.
મોસમી ફેરફારો આપણા બધાને અસર કરે છે. આ સમય દરમિયાન, આપણી ખાવાની ટેવ સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. ઉનાળાની સરખામણીમાં શિયાળામાં આપણને વધુ પૌષ્ટિક અને ગરમ ખોરાકની જરૂર હોય છે, આવી સ્થિતિમાં લીલા શાકભાજી, ગાજર, ગાજરની ખીર, મૂળા, આદુ, લસણ જેવી વસ્તુઓ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
ધૂમ્રપાન કરનારા લોકો માટે શિયાળો ખૂબ જ જોખમી છે. તેઓને શિયાળામાં શ્વાસને લગતી તકલીફ થવાની સમસ્યા વધારે રહે છે. તેથી તેઓએ ધૂમ્રપાન ત્યજવું જરૂરી છે. શિયાળામાં વિટામીન ડી-3 પૂરતા પ્રમાણમાં લેવામાં આવે તે જરૂરી છે. વિટામીન ડી રોગપ્રતિકારક પ્રણાલિ બગડી હોય તો તેને સુધારવામાં મદદ કરે છે. તેથી વિટામીન ડીવાળો ખોરાક વધારવા પર ધ્યાન આપો.
શિયાળા દરમિયાન ઘણા બધા પ્રસંગો આવતા હોય છે અને તેમા મોટાપાયે કેલરી બર્ન થાય છે. તેથી બર્ન થયેલી કેલરીની સામે તેટલી કેલરી લેવી પણ જરૂરી છે, નહીં તો શરીરમાં તેની ઉણપ અનુભવાય છે. શિયાળામાં બધુ કરવાની સાથે પૂરતી ઊંઘ અને ઘેરી ઊંઘ લેવી જરૂરી છે. જો તમને ઇન્સોમ્નિયા હોય અથવા તો તમે ઊંઘવા જાવ ત્યારે ઉચાટ સાથે ગયા હોય તો તમને ઘેરી અને ગાઢ નિંદ્રા નહીં આવે. આ સંજોગોમાં તમે ગાઢ ઊંઘા લીધા વગર ઊંઘો છો, તેની તમારા પર આરોગ્ય પર અસર પડે છે. તેથી હંમેશા ઊંઘતી વખતે સ્વસ્થ ચિત્તે ઊંઘવા જાવ, જેથી ગાઢ ઊંઘ મળે.

#gujarat #Winter #mantavyanews #winterTips #winterexercise #gujaratinews #ahmedabad #cold #style #autumn #beautiful #winterfashion #sunset

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]