હરીએ મોકો આપ્યો છે તો જીવતા શીખજો ખુબ સુંદર જીવનમાં ઉતારવા જેવું ભજન નીચે લખીને મૂક્યું છે

Описание к видео હરીએ મોકો આપ્યો છે તો જીવતા શીખજો ખુબ સુંદર જીવનમાં ઉતારવા જેવું ભજન નીચે લખીને મૂક્યું છે

હરિ એ મોકો આપ્યો છે જીવતા શીખજો રે
તારો અવતાર એળે ન જાય હરિએ મોકો આપ્યો છે જીવતા શીખજો રે

જીવન મળ્યું છે તો જીવતા શીખજો રે
તારો અવતાર એળે ન જાય હરિએ મોકો આપ્યો છે જીવતા શીખજો રે

નિત્ય પ્રભાતે હરિનું નામ બોલજો રે
લેજો ધરણીધર નું ધ્યાન જીવન મળ્યું છે તો જીવતા શીખજો રે

આચાર વિચાર વર્તન શુદ્ધ રાખજો રે
જોજો વાણીના બદલાઈ જીવન મળ્યું છે તો જીવતા શીખજો રે

થોડા માંથી થોડું બીજાને આપજો રે
તમારું વાવેલું ઊગી જાય જીવન મળ્યું છે તો જીવતા શીખજો રે

તમારો બોલેલું તમે પાળજો રે
આ છે વચન ના પ્રમાણ જીવન મળ્યું છે તો જીવતા શીખજો રે

કાર્યનો પ્રારંભ કરતા પહેલા વિચારજો રે
ધડકતું જીવન ઝાખું નવ થાય જીવન મળ્યું છે તો જીવતા શીખજો રે

પ્રેમે હરિ નું ભજન કરજો રે
આપણે ઉતરશુ ભવ પાર મોકો આપ્યો છે તો જીવતા શીખજો રે
હરીએ મોકો આપ્યો છે જીવતા શીખજો રે
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹🌹Jalara mandal udhana #kirtn #bajan #satasag #gujarati geet #krisna bhajn #ramapina bhajn #Siobhan #gitarbari#kinja dave #garaba #jalaram mandal udhna #jalaram mandl ઉધના# કૃષ્ણ ભજન# ભોળાનાથ ના ભજન # રામદેવપીર ના ભજન # શિવ ભજન# સત્સંગ #

Комментарии

Информация по комментариям в разработке