Khodiyar Bavani | Khodiyar Maa | Ruchita Prajapati | Lyrical | Gujarati Chamunda Bavani |

Описание к видео Khodiyar Bavani | Khodiyar Maa | Ruchita Prajapati | Lyrical | Gujarati Chamunda Bavani |

‪@meshwalyrical‬
Presenting : Khodiyar Bavani | Khodiyar Maa | Ruchita Prajapati | Lyrical | Gujarati Chamunda Bavani |

#khodiyarma #bavani #lyrical

Album : Khodiyar Bavani
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jitu Prajapati
Genre : Gujarati Devotional Bavani
Deity : Khodiyar Maa
Temple : khodal Dhm bhavnagar
Festival : khodiyar Jaynti, Navratri
Label :Meshwa Electronics

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..ગૌરી સુતને કરી પ્રણામ
નમું સરસ્વતીને કરી યાદ
આરંભું ખોડિયાર મહિમાય
સહાય થજો શ્રી હરિ કૃપાળ

હે..સૌરાષ્ટ્ર પ્રદેશ રંગપુર ગામ
માઁ ખોડિયાર પ્રકટ્યાં તે ઠામ
ચારણ મામડિયો છે તાત
મીણબાઈ નામે છે માત

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..શિવભક્ત દંપતી નેક,
કરે ત્રિકાળ સેવા ધરી ટેક
સાત બહેનડીઓ જન્મી સાથ,
તેમાં નાની તે ખોડિયાર

હે..માતા જોગણીનો અવતાર
ખમકાળી ખોડીયાર સાક્ષાત,
ખોડ ખાંપણને તે હરનાર
તેથી નામ પડ્યું ખોડિયાર

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..વળી પગે ખોડંગાતી ચાલ,
તેથી પણ છે નામ ખોડિયાર
બહેનડીઓનો એક જ ભ્રાંત
મેરખીઓ નામે વિખ્યાત

હે..સર્પદંશથી તે પામ્યો મર્ણ,
પડ્યો તુર્ત પડકાઈ ધર્ણ
દિવ્ય લોકથી અમૃત કુંભ,
લાવી કીધો તે જીવિત તુર્ત

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..માનવ ધર્મને આચરી માત,
પરણ્યાં પવિત્ર ચારણ સાથ
પરચા તારા માડી અપાર,
વર્ણન કરતાં થાકે જિહવાય

હે..વરોળ ગાય દૂઝણી થઈ,
ગોપાળ માળા જપતો સહી
ગોરની દૂઝણી ગાય મરી,
માડી તે તો સજીવન કરી

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..ગવરો ગોર ઈર્ષ્યાળુ થયો,
ગાંડો થયો તે ડાહ્યો કર્યો
વલ્લભીપુરનો ધાર્મિક રાય,
પાંચ વરસનો રોગી કુમાર

હે..તારી કૃપાથી નિરોગી થયો,
રાજા રાણીને હરખ હુયો
નવરાત્રિના નવમે દિને,
પ્રગટ્યાં માઁ ત્યાં તેજ ધરી

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..જોગણીને શિરે ગરબાના ઘટ,
ચક્કર ચક્કર ફરે ઝટપટ
ગુલાબની છોળ ઉડે અપાર,
પુષ્પોનો વરસ્યો વરસાદ

હે..ગરબો રંગે હેલે ચડ્યો,
આનંદનો ઉદધિ ઉછળ્યો
મળ્યો સર્વને દર્શન લ્હાવ,
થોડીવાર રમી થયાં વિદાય

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..તેજા વેજો ડાકુ ક્રૂર,
હરી માઁ તારી ઘોડી અબૂધ
સાંઢણીઓ ત્યાં ચોંટી ગઈ,
બેઉનાં માથાં ફૂટ્યાં ત્યહીં

હે..ભટકાવીને ફોડ્યાં જેમ,
શ્રીફળ પથ્થર સાથે તમે
માનું સ્થાનક તોડવા કાજ,
આવ્યો ધુંધળીનાથ મહારાજ

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..ધુણાવ્યો ધુધળીનાથ અપાર,
ઉઠાવ્યો ધૂણો તત્કાળ
વિજાણદ આહીર નો યુવાન,
તારી કૃપાથી માઁ ખોડિયાર

હે..હરાવ્યો તાનસેન સંગીત સમ્રાટ
એવો તારો પરચો મહાન
હઠીસિંહ રાજા મહાન કામાંધ,

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..ચારણ કન્યા પરણીને જાય,
તે પર મોહ્યો પાપી રાય
રક્ષણ માટે કન્યાએ ત્યાંય,
કર્યો પોકાર તને ખોડિયાર માય

હે..આઠમી બહેન ગણી કરજો સહાય,
આવી તે કર્યો રાવ ભસ્માંગ
કુંડલા ગામનો પાણીનો ત્રાસ,
નદી નાવલીથી કર્યો નાશ

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..સોમલદે પર કરી કૃપા,
નવ વરસે કીધાં બાળ પ્રસવ
સાંગણવા ગામ નજીક નિર્વાણ,
દેહ ભાવ ત્યજી ગયાં સ્વધામ

હે..જીવન સાથી પતિ ચારણદેવ,
જ્યોતિ પ્રકાશે સિધાવ્યો તેહ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠેરઠેર,
માનાં સ્થાનક સ્થપાયાં તેહ

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..શિહોર ના ડુંગર પર માત,
માજી બિરાજ્યાં સ્વયં આપ
ખોડિયાર મંદિર સ્ટેશન પાસ,
ભક્તો તણું છે યાત્રાધામ

હે..કંસાર-શ્રીફળનાં નૈવેદ્ય ધરાય,
આરોગી માઁ પ્રસન્ન થાય
નવે ખંડમાં ફરકે ધજાય,
દર્શન કરતાં દુઃખડાં જાય

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..મૂર્તિ મનોહર રમ્ય રસાળ,
ભક્તોને દે આનંદ અપાર
ભાવ-ભક્તિથી જે પૂજન કરે,
નરનારી તે ભવસિંધુ તરે

હે..તારી જ્યોતિનો દિવ્ય પ્રકાશ,
દિન દિન થાતો તારો વિકાસ
આધ્યશક્તિ અંબા સાક્ષાત,
પરમ પાવની ભગવતી માત

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર

હે..રિદ્ધિ સિદ્ધિની તું દેનાર,
મહિમા તારો અપરંપાર
સદા ઊગમણું તારું દ્વાર,

હે..ભક્તજનોનાં કરતાં કામ,
બોલો જય જય શ્રી ખોડિયાર
ખોડિયારની બાવની જે ગયા,
માડીની કૃપાતણો અનુભવ થાય

માઁ... હો... માઁ...
જય હો, જય હો, ખોડિયાર
બોલો આઈ શ્રી ખોડિયાર માત ની જય..

Комментарии

Информация по комментариям в разработке