મારું રે પિયરીયું માધવપુરમાં-ભાગ ૧. યશવંતભાઈ લાંબા. Maru re piyariyu Madhavpurma-Yashvantibhai Lamba

Описание к видео મારું રે પિયરીયું માધવપુરમાં-ભાગ ૧. યશવંતભાઈ લાંબા. Maru re piyariyu Madhavpurma-Yashvantibhai Lamba

મારું રે પિયરીયું માધવપુરમાં-ભાગ ૧. યશવંતભાઈ લાંબા. Maru re piyariyu Madhavpurma-Part 1. Yashvantbhai Lamba.
યંગ ચારણ- ચારણેતર એલાયન્સ

“મારુ રે પિયરીયું માધવપુર માં ”
વ્યાખ્યાન શ્રૅણી અંતગઁત શ્રી યશવંત આણંદભા ગઢવી (લાંબા) ના જુદા જુદા વ્યાખ્યાનો ની હારમાળ આ વ્યાખ્યાન ના આયોજન ના વિચાર ની ઉત્પતિ જીવન જીવવાની મનુષ્ય માત્ર ની ચિંતા નું નિરાકરણ પોતાના ધમઁ મા અથવા પોતાના વારસા માં મળેલ સંસ્કાર ધ્વારા નિરાકરણ કરવા મથતો હોય છે. અને એમાં જ પુર્ણથતી હોય છે. આવા અસમંજસ થતા વતઁમાન સમાજ ના પ્રવાહ માં ચારણ અને ચારણી સાહિત્ય ખુબજ ઉપયોગી છે. એવું અમને પણ વારસા માં મળેલ સંસ્કાર ધ્વારા અનુભવાયુ છે. પરંતુ એ વારસો આજે લુપ્ત થઈ રહ્યો છે. અથવા ખુબજ અલ્પ રહ્યો છે. જેના કારણે વતઁમાન સમય ના પ્રવાહ માં ચારણ અને ચારણી સાહિત્ય એ માત્ર મનોરંજન નું એક સાધન છે. એવું વિચારકો ધ્વારા ઠસાવવા નો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ એ સાહિત્ય તેના મુળ તત્વ તરીકે પ્રસ્થાપિત થાય અને સમાજ ને પણ ઉપયોગી થાય માટે આ રિતે વ્યાખ્યાન દ્વારા તેની સમજ શ્રી યશવંત લાંબા ના વ્યાખ્યાન ધ્વારા ચારણી સાહિત્ય નાં પ્રકાશિત અને અપ્રકાશિત વિષયો અને તેના મુળ તત્વ ને સમજવા ના પ્રયાસ રુપે આ નાનું સરખું અયોજન કરવાનો અમારો નમ્ર પ્રયાસ છે.

“ મારું રે પિયરીયું માધવપુર માં” આ વિષય ધ્વારા મ્રુત્યુ થી ભયભીત થતા મનુષ્ય ને માતા ના ઉદર થી લઈ ને વૈશ્ર્વીક માતા એટલે કે જગત જનની ના ખોળા સુધી ની સફર નો પરિચય કરાવી મ્રુત્યુ ના ભય ને દુર કરવાનો અથવા આછેરો પરિચય શ્રી યશવંત લાંબા ધ્વારા કરવામાં આવેલ છે. જેમાં સમાય છે તેના કમઁવાદ,કમઁકાંડ,ધમઁ ની વિવિધ પરંપરા,ભકિત અને તેને ઉજાગર કરતા ચારણ કવિરાજો ની દિઘઁ દ્રષ્ટિ, ચારણોની દિવ્યતા ની ઉપાસના જેવા અનેક તત્વો ની સમજ શ્રીયશવંત લાંબા જેવા આ તત્વો ની સમજ આપી શકે તેવા અનુભવી, તજગ્ન, વીવેચક જેમની કંઠ કહેણી,વિસરાયેલ ચારણી ઢાળો થી પરિચિત થવા જેમના દ્વારા આવા વ્યાખ્યાન થી તેમની વાણીનો લાભ લઈ માગઁદશઁન લેવાનો ચારણો અને ચારણેતર મિત્રો ભેગા મળી સહિયારો નમ્ર પ્રયાસ થાય તો આઈ શ્રી સોનલ નો સમાજ ને શિશ્ર્રિત કરવાનો સંકલ્પ પરિપૂણઁ થાય શ્રી યશવંત લાંબા ના તુલનાત્મક અભ્યાસ ધ્વારા ચારણી સાહિત્ય – લોક સાહિત્ય ફકત મનોરંજનનું કે ટેબલ વકઁ નું નથી અને તે આપણા જીવન વ્યવહાર સાથે જોડાયેલું છે. જીવન માં ઉર્જા શકિત અને નવો પ્રાણ પુરનાર સાહિત્ય બની રહે તેવો યંગચારણ-ચારણેતર એલાય ન્સ નો નમ્ર પ્રયાસ છે.

Комментарии

Информация по комментариям в разработке