કાના હમણાં નાં લેજો અવતાર કળયુગ ભારી છે Janmashtami special bhajan 👇 છે

Описание к видео કાના હમણાં નાં લેજો અવતાર કળયુગ ભારી છે Janmashtami special bhajan 👇 છે

કાના હમણાં નાં લેજો અવતાર કળયુગ ભારી છે Janmashtami special bhajan 👇 છે



કાના હમણા ન લેજો અવતાર કળિયુગ ભારે છે,
તને મળશે ‌દુઃખી‌‌યા અપાર કળિયુગ ભારે છે.

આયા નંદ વાસુદેવ પિતા નથી

આયા દેવકી જશોદા માતા નથી
મળે પૂતના ને કંસના વિચાર કળિયુગ ભારે છે.

તારું બાળપણ અહીંયા ભારે પડશે

અહીં દૂધ માખણમાં ભેળસેળ છે
નથી ગાયુ નો ગોવાળ કળિયુગ ભારે છે.

નથી રાધા ગોપી કે નથી વ્રજ નારી

આ દુનિયા છે બધી દુ:ખીયારી
નથી રાસ રમવા કોઈ તૈયાર કળિયુગ ભારે છે.

જ્યાં જોવું ત્યાં કૌર‌‌વ‌ ની સેના ફરે

તમે જોવો ને પાંડવ વનમાં ફરે
નથી સાચું સત્યવાદી કોઈ કળયુગ ભારે છે.

ગીતા ભાગવત જ્ઞાન કોઈને ગમતા નથી

તારા ચરણોમાં શીશ નમા‌વ‌તું નથી.
કાના બગડેલી બાજી સુધાર કળિયુગ ભારે છે.

કાના હમણા ન લેજો અવતાર કળયુગ ભારે છે
તને મળશે દુઃ‌ખી‌યા‌ અપાર કળયુગ ભારે છે.

Комментарии

Информация по комментариям в разработке