આજરોજ સમગ્ર દેશમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાનશ્રી પરશુરામની જયંતિ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી, વડોદરામાં દર્ભાવતીના ધારાસભ્ય અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એવા શૈલેષભાઇ મહેતા (સોટ્ટા)ના નેતૃત્વમાં 5.5 કિ.મી.લાંબી ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં 'પરશુરામ જયંતિ' નિમિતે ભવ્ય "શોભાયાત્રા" નું આયોજન કરવામાં આવ્યું હતુંદર્ભાવતી ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા (સોટ્ટા) ની આગેવાનીમાં 'વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન' અને 'સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ' દ્વારા કરવામાં આવ્યુ હતું.આ શોભાયાત્રા પરંપરાગત રીતે દર વર્ષે યોજવામાં આવે છે અને તેમાં હજારો ની સંખ્યામાં સંસ્કારી નગરીના નગરજનો જોડાય છે.
કોરોનાના કપરાકાળ પછી આજે બે વર્ષ પછી ફરી નવા ઉમંગ અને ઉલ્લાસ સાથે આ શોભાયાત્રા નું પ્રસ્થાન પરમ પૂજ્ય ૧૦૮ ગોસ્વામી વ્રજરાજકુમાર મહોદયશ્રી, હર્ષદ બાપા, વિજેન્દ્રપૂરી મહારાજ, પુજ્ય જ્યોતિર્નાથજી, ગુજરાત સરકાર મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, વડોદરા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, માજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ ,મેયરશ્રી કેયુર રોકડીયા, વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ , મહામંત્રી ,ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, સ્થાયી સમિતિ ચેરમન હિતેન્દ્ર પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન હિતેષ પટણી અને વા. ચેરમેન હેમાંગ જોષી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી દ્વારા કરાયું જેમાં શહેરના કાઉન્સિલરો જાગૃતિબેન કાકા, તેજલબેન વ્યાસ હેમીષાબેન ઠક્કર, આશિષ જોશી, પુનમબેન શાહ, બ્રહ્મ સમાજના વિવિધ એકમના પ્રમૂખો તથા કારોબારી સભ્યો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તદુપરાંત હિન્દુ સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા , શોભાયાત્રાની વિશેષ વાત એ રહી હતી કે, આ વર્ષ શોભાયાત્રામાં 400 થી 500 મહિલા સાફા પહેરીને ટુ-વ્હીલર પર શોભાયાત્રા ની આગળ જોડાયાનાસીક ઢોલ-તાશા નું આકર્ષણ રહ્યું હતું સાથે સાથે ભગવાન શિવ ની વેશભૂષા તથા પરશુરામજીની વેશભૂષા સાથે બાળકો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં. શોભાયાત્રામાં સુશોભિત બગીઓ, સુશોભિત ટેમ્પો તથા , ૨૫૦૦ જેટલા યુવાનો, ૩૦૦ ફોરવિલ, અને પાણીગેટ વિસ્તારમા મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા શોભાયાત્રા નું અને શૈલેષભાઇ મહેતાનું ભવ્ય સ્વાગત કરાશે અને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તો બીજી તરફ વેપારીઓ તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ શોભાયાત્રા સુર્યનગર થી નીકળીને પાણીગેટ ટાંકી, મેમણ કોલોની ,આયુર્વેદિક, પાણીગેટ દરવાજા , માંડવી ,લેહરીપુરા, ગાંધીનગર ગૃહ થઈને અમદાવાદી પોળ ખાતે આવેલ પંચમુખી મહાદેવના મંદિરે મહાઆરતી સાથે પુર્ણાહુતી થ ઇ હતી. પોલીસ દ્વારા સખત બંદોબસ્ત સાથે આ ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે કોમી એખલાસના વાતાવરણ વચ્ચે સપન્ન થઇ હતી. આ સંપૂર્ણ શોભાયાત્રાને સફળ બનાવવામાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ માલવ ઉપાધ્યાય, મહામંત્રી મુક્તેશભાઇ ત્રિવેદી, રવિ ત્રિવેદી, આશિષ જોશી, બિજલ વ્યાસ સહિતના બાહ્મણોનુ યોગદાન મહત્વનું રહ્યું હતું.
બાઇટ: શૈલેષભાઇ મહેતા (સોટ્ટા) ધારાસભ્ય શ્રી, દર્ભાવતી, તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન
બાઇટ:શ્રીમતી મીનાબેન મહેતા-પ્રમુખ
બ્રહ્મશક્તિ મહિલા જાગૃતિ મંચ, વડોદરા
બાઇટ:પ.પૂ.ગો.108 વ્રજકુમારજી મહોદયજી
બ્યુરો ચીફ:-હર્ષ પટેલ વડોદરા
#gujaratinews #d18news #Breakingnews #ગુજરાતી સમાચાર #ગુજરાતી ન્યૂઝ #gujarat
Please Like Share and Subscribe if you liked our video.
Follow Us on
Facebook : / d18news
Информация по комментариям в разработке