વંદન કરું રે ભોળાનાથને - સતી માતાની કથા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

Описание к видео વંદન કરું રે ભોળાનાથને - સતી માતાની કથા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

વંદન કરું રે ભોળાનાથને
ધન્ય ધન્ય છે તમારી ટેક રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

આવ્યા છે કુંભજ મુનિના આશ્રમે
સત્સંગ કર્યો રે દિવસ ચાર રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

રાવણ સીતાજી ને હરી ગયો
વિયોગે કાંઈ વનમાં ફરે રામ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

ત્યાંથી રે નંદીશ્વર નીકળ્યા
પ્રેમથી કંઈ પ્રભુને કર્યા પ્રણામ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

સંશય ઉપજ્યો સતી ને ઉરમાં
જોયા એણે દશરથજીના લાલ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

પારખું રે લેવા રઘુનાથનું
સતીએ ધર્યું સીતાજીનું રૂપ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

વંદન કરી રઘુવીર બોલીયા
તમે એકલા કેમ ફરો છો વનની માંય રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

જ્યાં રે જોવે ત્યાં સીતારામ દેખીયા
દ્રષ્ટિમાં કાંઈ બીજું ના દેખાય રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

સ્તુતિ રે કરીને માયા ફેરવી
સતી આવ્યા શિવજીની પાસ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

લાગી રે સમાધિ સદા શિવની
વર્ષ વીત્યા સત્યાશી હજાર રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

દક્ષ રે રાજા એ જગન આદર્યો
સતી આવ્યા પિતાજીના ઘેર રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

એણે સ્થાપના નો દીઠી સદાશિવની
એના મનમાં ઉપજ્યો અતિશય ક્રોધ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

યોગથી એ અગ્નિ પ્રગટાવીયો
હોમી દીધો સતીએ એનો દેહ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

અવતાર લીધો માં ઉમિયા તણો
હરખે થી કાંઈ હિમાચલને ઘેર રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

પાછા રે પરણ્યા સતી સદા શિવ ને
રટે રૂડાં રામજી ના નામ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

ભણે રે પુરુષોત્તમ પુરા પ્રેમથી
આશિષ દેજો ઉમિયાજીના નાથ રે
કૈલાશ ના રાજા ને વંદન કરું...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке