કર્મનાં સિધ્ધાંતનું રહસ્ય | Khodabapa Satsang Interview |

Описание к видео કર્મનાં સિધ્ધાંતનું રહસ્ય | Khodabapa Satsang Interview |

કર્મનાં સિધ્ધાંતનું પૂર્ણ રહસ્ય
કર્મ કોને લાગું પડે?
કર્મનાં બંધનથી મુક્ત કેવી રીતે થવાય?

ખોડાબાપા તેમનાં સત્સંગમાં એક શબ્દ ઘણીવાર ઉપયોગ કરતા હોય છે, તે છે "કલર", જેનો બાપા એવા સંદર્ભમાં ઉપયોગ કરતા હોય છે કે અધ્યાત્મ માર્ગમાં માણસ કેવી ખુમારીમાં રહી શકે છે! આ વિડિયો વર્ષ ૨૦૧૮નો છે. ત્યારનો બાપાનો જે કલર છે તે અદભૂત છે, જાણે કે પુરેપુરા ખિલ્યા છે. પોતે તો એકદમ ખાલી જ હોય છે પરંતુ જે પરાવાણી ઉતરતી હોય તેના કલરનો ખરેખર એક આગવો અનુભવ હોય છે.

હવે, આ ઇન્ટરવ્યું સત્સંગની વાત કરીએ. અધ્યાત્મ માર્ગમાં યાત્રા કરતા સત્સંગીઓને એક પ્રશ્ન વારંવાર થતો રહ્યો છે અને તે છે "કર્મ". કર્મ શું છે? તે કેવી રીતે કાર્ય કરે છે? કર્મનાં સિધ્ધાંતનું રહસ્ય શું છે? કર્મને પૂર્વજન્મ સાથે કનેક્શન હોય છે? વગેરે વગેરે.

આ સત્સંગ ઇન્ટરવ્યુંમાં ખોડાબાપાએ કર્મનાં સિધ્ધાંતનું પૂર્ણ રહસ્ય ઉઘાડીને આપણી સમક્ષ ખુલ્લુ મુક્યું છે. કર્મ કોને લાગુ પડે? કર્મનાં બંધનથી મુક્ત કેવી રીતે થવાય? વગેરે પ્રશ્નો પર બાપાએ એકદમ સરળ ભાષામાં સ્પષ્ટ સમજણ આપી છે.

સંચિત કર્મ, ક્રિયામણ, કર્મ અને પ્રકૃતિ, કર્મ કોને લાગુ ના પડે, શોષણ અને દયાની વૃતિનાં કર્મોની અસર, કર્મ અને જન્મ-મૃત્યુ, પ્રારબ્ધ, પુરુષાર્થ, ત્રણ તબક્કા, વિચાર, ચિત, શ્રીકૃષ્ણ, મીરા, નરસિંહ મહેતા, જૈન ધર્મ, સ્મૃતિ જ્ઞાન, સમ્યક જ્ઞાન, પુર્નજન્મ, બધી યોનિઓ અને તેના નિયમો વગેરે કેટકેટલાય મુદાઓ અને વ્યક્તિઓના ઉલ્લેખ સાથે બાપાએ કર્મનાં સિધ્ધાંતનો આપણી સમક્ષ ઉઘાડ કર્યો છે.

કર્મની સાથે બાપાએ પ્રારબ્ધ વિશે વાત કરતા, પ્રારબ્ધ શું છે, તે કેવી રીતે બંધાય છે વગેરે મુદાઓ પર ગહન, સચોટ અને નિર્ણયાત્મક છણાવટ કરી છે.

એક નમ્ર વિનંતી કે વિડિયો કલાક આસપાસનો છે તો એવા સમયે જોવો કે જ્યારે તમે એકીસાથે સાંભળી શકો અને તે પણ એકદમ શાંત અવસ્થામાં, કેમ કે આ સત્સંગ ઇન્ટરવ્યુંમાં કર્મનાં સિધ્ધાંતને બાપાએ કહી શકાય કે એકદમ છુટો-છુટો પાડીને વહાવ્યો છે.

#khodabapa #khodabapasatsang #karma #gujaratipodcast #fate #karmavideo

Share | Comment | Subscribe

"Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation."
=====
"SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં."
=====
Disclaimer:
"The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."

Комментарии

Информация по комментариям в разработке