ગીત:વેરણ વાદળી : રજુ.દુલા કાગ । Veran lage Vadali-By Dula Kag

Описание к видео ગીત:વેરણ વાદળી : રજુ.દુલા કાગ । Veran lage Vadali-By Dula Kag

કાગ બાપુએ ચારણી સાહિત્યનું ખેડાણ કરતા કરતા એક ડોકીયુ ગરીબ ખારવાની ઝુંપડીમાં કર્યુ અને આપણને મળ્યુ કરુણ રસ સભર ખારવાના જીવનની ઝાંખી કરાવતું અને વેદનાને વાચા આપતુ ગીત ! ખારવાની માતા,સ્ત્રી અને બહેનની વેદનાને વણી લેતા ત્રણ ગીતો કાગ બાપુએ રચી અને સંભળાવ્યા..એક સમયે આ ગીતો આકાશવાણી રાજકોટ,અમદાવાદ,ભુજ અને મુંબઈ કેંદ્રો પર ગુંજતા હતા અને એ સમય સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિની ગાયન કલાનો સુવર્ણ યુગ હતો ! જમાનો બદલાયો,રેડીયો વિસરાયો અને લોકોની રૂચી બદલાઈ,જેથી આ મહામુલા કાવ્યો,લોકગીતો,વાર્તાઓ વગેરે ભુતકાળની ઉંડી ગર્તામાં ધકેલાઈ ગયા....આવો આજે ફરી યાદ કરીયે અને માણીયે આ કાગબાપુની અદભુત રજુઆત...વેરણ વાદળી...

Комментарии

Информация по комментариям в разработке