Shree Sai Chalisa | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Chalisa |

Описание к видео Shree Sai Chalisa | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Chalisa |

‪@meshwalyrical‬
Presenting : Shree Sai Chalisa | Lyrical | Gujarati Devotional Chalisa |

#sai #chalisa #lyrical

Audio Song : Shree Sai Chalisa
Singer : Ruchita Prajapati
Lyrics : Traditional
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Chalisa
Label :Meshwa Electronics

શ્રદ્ધા રાખી કરો ધર્મ ને ધ્યાન, સાંઈ કૃપાથી સૌ દૂર થશે અજ્ઞાન
શિરડી નામે શુભ સુંદર ગામ, શ્રી સાંઈબાબાનું છે યાત્રાધામ
શ્રી સાંઈબાબા ત્યાં થયા પ્રગટ, જેને પૂજે આજ આખું જગત
અપૂર્વ સાંઈબાબાનો મહિમાય, ગુણગાન સહુ બાબાના ગાય

નીમ વૃક્ષની છાંયે પ્રગટ્યા બાળ, થઈ ગઈ ત્યાં એક મીઠી ડાળ
પ્રગટ્યા હતા ત્યારે શ્રી બાબાય, ચૌદ વરસના સુકોમળ બાળ
સાંઈબાબાની જુઓ લીલાય, કે કડવો લીમડો મીઠો થાય
વદન સૌમ્ય વળી તેજ અપાર, તિલક લલાટ પર દિપે શ્રીકાર

શિર પર જટાનું ઝાઝૂં જૂથ, બાબા મધુર વદે વાણી શ્રીમુખ
માત-પિતા નહીં જેને સાર, સાંઈ મનાયા ઈશ્વરી અવતાર
પૂજાય સદા બાબા ઘર ઘર, વસી ગયા તે સહુના અંતર '
ઠરતાં નીરખી બાબાને નયન, પૂજ્ય ભાવ જાગે સહુના મન

પ્રગટ્યા અયોનિ કંઈ અવતાર, ભૂતળથી પ્રગટ્યા સાંઈ શ્રીકાર
કોઈ કહે શંભુ ભોળા મહાદેવ, કોઈ કહે સાંઈ સ્વરૂપે દત્તાત્રેય
કોઈ કહે આ તો છે શ્રી રામ, કોઈ ભજે પીર ઓલિયા નામ
જે જે સ્વરૂપે ભજતા જન, તે તે સ્વરૂપે સાંઈ દે દર્શન

બાબા સાંઈ છે એવા સિદ્ધ, સંકટ ટાળી આપે છે નવનિધ
જેણે મન જેવી ઈચ્છા કરી, સાંઈબાબાએ તે પુરણ કરી
નાત-જાતના નહીં જેને ભેદ, સર્વે પ્રત્યે સરખું હેત
ગણે એક પિતાના સહુ બાળ, ભેદભાવની તોડી રે જાળ

રટે રોગી તો રોગ જ જાય, ભજે દુઃખી તો દુઃખ જ જાય
કૃપાવંત સાંઈ રહે સદાય, ઉદી તણો એવો મહિમાય
જુદો ધર્મ નહી, નહીં જુદો પંથ, સર્વ ધર્મ સમાન એ બાબાનો મત
અંતરયામી બાબા સાંઈ કૃપાળ, ભક્તોની વહાર કરે છે તત્કાળ

અઢાર વરણ બાબાને ભજે, શુભ ગુરુવારે તો ખાસ જ પૂજે
પતિત તાર્યા બાબાએ ઘણાં, ભક્તો માટે ન રાખી કંઈ મણા
સાંઈ નામે ટળતાં સહં દુઃખ, સાંઈ નામે મળતાં સહુ સુખ
સાંઈ નામનો એવો મહીમાય, રંક રાય સહુ પડતા પાય

સાંઈ નામ લઇ કરે ગુરુવાર, તેનો થઈ જાય બેડો પાર
નવલી ભેટ ધરે ભક્તો નિત, પણ બાબાનું નહીં તેમાં ચિત્ત
ધરે કફની ને બાંધે કટકો શિર, દુઃખી જનની તે હરતા પીર
ભક્ત ધરે જે મેવા મિષ્ટાન, પ્રસાદમાં વહેંચે તે સાંઈ સુજાણ

પોતે ભિક્ષા લાવી કરે આહાર, સાદું ભોજન લે એ જ પ્રકાર
સાંઈબાબા સિદ્ધ શક્તિનો ભંડાર, વિના તેલ દીપ પ્રગટાવ્યા નિર્ધાર
બાબા નિત્ય કરતા એ ઉપદેશ, રંક ઉપર રોષ ન કરશો લેશ
શ્રદ્ધા રાખી કરો પુન્ય ને દાન, ભાળી ભુખ્યાને કરજો અન્નદાન

સત્ય વદો નીતિમય રાખો જીવન, અધર્મથી નવ રળજો ધન
રટણ કરો મંત્ર આ એક જ મન, શ્રી સાંઈનાથ શરણ મમઃ
સાત-એકવીસ ગુરુવાર જે કરે, એકસો આઠ વાર મંત્ર જપ કરે
સાંઈ કૃપાથી દુઃખ દારિદ્રય જાય, સુખ શાંતિ જીવનમાં થાય

Комментарии

Информация по комментариям в разработке