Banaskantha : ‘અમારે નવો જિલ્લો જોતો નથી’ વાવ-થરાદ જિલ્લાની જાહેરાત બાદ સ્થાનિકોએ આવું કેમ કહ્યું?

Описание к видео Banaskantha : ‘અમારે નવો જિલ્લો જોતો નથી’ વાવ-થરાદ જિલ્લાની જાહેરાત બાદ સ્થાનિકોએ આવું કેમ કહ્યું?

#gujaratinews #banaskantha #vav #thard #gujaratinews

2025માં નવ વર્ષની શરૂઆતમાં બુધવારે રાજ્યના આરોગ્યમંત્રી અને પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે એક પત્રકારપરિષદમાં રાજ્યમાં નવી નવ મહાનગરપાલિકાના નિર્માણ સહિત બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કૅબિનેટ મિટિંગમાં આ બંને નિર્ણયો લેવાય હતા.

ઋષિકેશ પટેલે વાવ-થરાદ જિલ્લાના નિર્માણથી રહેવાસીઓને અનેક લાભ થવાનો દાવો પણ કર્યો હતો.

તેમણે કહેલું કે આ નિર્ણયથી 'વહીવટી સુગમતા' અને 'લોકોના ખર્ચમાં બચત' થશે.

સામાન્ય રીતે રાજ્ય સરકારો દ્વારા વિસ્તારની દૃષ્ટિએ નાના હોય એવા જિલ્લામાં 'વહીવટ કરવાનું સરળ' હોવાનું કારણ આપીને ઘણી વાર જિલ્લાની હદ બદલવાની કે નવા જિલ્લા જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે.

જોકે, ફાયદારૂપ ગણાવી હાથ ધરાતી આ પ્રક્રિયાનો ઘણી વાર રાજકીય પક્ષો અને સ્થાનિકો દ્વારા વિરોધ પણ કરાતો હોય છે. જેવું વાવ-થરાદને અલગ જિલ્લો જાહેર કરવાના સમાચાર બાદ પણ જોવા મળ્યું હતું.

બનાસકાંઠાનાં કૉંગ્રેસી સાંસદ ગેનીબહેન ઠાકોરે સરકારની નવો જિલ્લો બનાવવાની જાહેરાતને 'કેટલાક લોકો માટે ફાયદારૂપ' ગણાવવાની સાથે નિર્ણય 'એકતરફી હોવાની આશંકા' વ્યક્ત કરીને ટીકા પણ કરી હતી. આ સિવાય કેટલાક વેપારીઓ અને સ્થાનિકો કેમ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે. આવો જાણીએ...

વીડિયો : પરેશ પઢિયાર


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке