જહુ માં ની આરતી.. Jahu Maa ni Aarti.

Описание к видео જહુ માં ની આરતી.. Jahu Maa ni Aarti.

Jahu Maa Ni Aarti..
હો જય હો જહું માં તારી આરતી રે થાય (૨)
જય હો જાહલ માં તારી આરતી રે થાય (૨)

હો‌ ધાયણોજ ના ટોડા વાળી જયહો જહું માવડી
હો ઓગડનાથ બાપુ ના ધુણે ભણનારી
હો અંકિત બાપુ ના હારે રેહનારી

હો ભણતરની ના ચોપડી જોવે ,તારા જેવી માવડી જોવે(૨)
જીવન સુખી થાયે રે, કુમ કુમ પગલીએ પધારો રે જહું
હો‌ ધાયણોજ ના ટોડા વાળી જયહો જહું માવડી (૨)
જય હો જહલ માં તારી આરતી રે થાય, જય હો જહું માં તારી આરતી રે થાય (૨)


હો કંકુ કેસરના માડી સાથીયા પુરાવુ, અબીલ ગુલાલ માડી જાસુદ વેરાવુ
ઢોલ નગારા ઝાલર વાગે , રુમઝુમ રુમઝુમ ઝણકાર આવે(૨)
માવડી રમવા આવે રે, અંકીત બાપુ નો આધાર મારી રે માવડી (૨)
જય હો જહલ માં તારી આરતી રે થાય, જય હો જહું માં તારી આરતી રે થાય (૨)

હો ગરીબ ની ઝુંપડી ની મહામાયા મુડી, અંકીત બાપૂ ની બની જડીબુટ્ટી (૨)
હો દુઃખડા માડી હરી લેતી, પાણી પરની પાળ બનતી
હરખે હસતાં મુખડે રે, ધાયણોજ ધોમવાળી જયહો જહું માવડી (૨)
જય હો જહલ માં તારી આરતી રે થાય,જય હો જહું માં તારી આરતી રે થાય (૨)

હો ગુગળ ધુપ ધુમાડે આરતી માને ઉતરે, બત્રીસા ધુપે માડી મંદિર તારું મહેકે
હો લીલી પીળી ચુંદડી ચળકે, માડી મારી હૈયે હરખે
ધજા માથે ફરકે રે, હૈયા હરખાડી દે એવી જહું માવડી (૨)
જય હો જહલ માં તારી આરતી રે થાય,જય હો જહું માં તારી આરતી રે થાય (૨)

હો સાંજ ને સવારે માં આરતી તારી થાય છે , ભક્તો મંદિર માં ભીડો ભેગી થાય છે
હો ભક્તો ના જયકારે માં, તાળીઓ ના તાલે રે માં
આરતી તારી થાય છે , ઓગડનાથ ના ધુણાવાળી જયહો જહું માવડી (૨)
જય હો જહલ માં તારી આરતી રે થાય,જય હો જહું માં તારી આરતી રે થાય (૨)


બોલીએ જહું માત કી જય….

Комментарии

Информация по комментариям в разработке