આવતા વર્ષના અંત સુધીમાં કેનેડાથી કેટલા ગુજરાતી સ્ટૂડન્ટ્સ ઈન્ડિયા પાછા આવશે?

Описание к видео આવતા વર્ષના અંત સુધીમાં કેનેડાથી કેટલા ગુજરાતી સ્ટૂડન્ટ્સ ઈન્ડિયા પાછા આવશે?

કેનેડામાં ભણતા ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ માટે PR મેળવવું મુશ્કેલ થઈ ગયું છે ત્યારે 2025ના અંત સુધીમાં લગભગ બે લાખ જેટલા સ્ટૂડન્ટ્સે તેમની વર્ક પરમિટ એક્સપાયર થયા બાદ પોતાના દેશ પાછા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેનેડિયન ન્યૂઝ વેબસાઈટ ગ્લોબ એન્ડ મેઈલના એક રિપોર્ટ અનુસાર કુલ 2,03,260 સ્ટૂડન્ટ્સને ભણવાનું પૂરૂં થયા બાદ મળેલી વર્ક પરમિટ આવતા 15 મહિનામાં સમાપ્ત થઈ જશે, અને તેમાંય 70 હજાર જેટલા સ્ટૂડન્ટ્સને તો 31 ડિસેમ્બર 2024 પહેલા જ કેનેડા છોડવું પડી શકે છે. 2023 સુધીના ટ્રેન્ડ પ્રમાણે કેનેડા જતાં ઈન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સમાં 50-60 ટકા ઈન્ડિયન સ્ટૂડન્ટ્સ રહેતા હતા અને આ 50-60 ટકામાં દસથી વીસ ટકા પ્રમાણ ગુજરાતી સ્ટૂડન્ટ્સનું રહેતું હતું. એક અંદાજ પ્રમાણે 2025 સુધીમાં જે બે લાખ સ્ટૂડન્ટ્સને કેનેડા છોડવું પડશે તેમાં એક લાખથી વધુ ઈન્ડિયન્સ હોઈ શકે છે.

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Комментарии

Информация по комментариям в разработке