VIDEO - SHREE RANG STUDIO
#શ્રીકૃષ્ણ_જન્મોત્સવ નાં દિવ્ય અદભુત દર્શન #મયુરકુંજ માં શ્રી #બાલકૃષ્ણ પ્રભુ સહિત #મોરમાળા અને #મોરમુકુટ વિભૂષિત પૂ.શ્રી નાં #અતિનયનરમ્ય શણગાર નાં અદ્ભુત દર્શન....નારેશ્વર.....
નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત મહારાજ...
દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને ‘પરસ્પર દેવોભવ’નું સૂત્ર આપનાર શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ઇસ ૧૮૯૮માં કારતક સુદ-૯ને ૨૧મી નવેમ્બરે ગોધરા ખાતે પુજા પાઠ કરતા પૂજારી વિઠ્ઠલ પંત અને તેઓની પત્ની રૂકમણીના ઘરે થયો હતો. તેમનું બાળપણનું નામ પાંડુરંગ વળામે હતું.
|| અવધૂત ચિન્તન શ્રી ગુરુદેવ દત્ત ||
#નારેશ્વર :
નારેશ્વર ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતું છે. નારેશ્વરનું નામ પડતાં જ સંતશ્રી રંગ અવધૂતનો આશ્રમ, દત્તબાવાની અને સદ્દગુરુદેવ દત્તનો જયઘોષ સ્મરણપટ પર આવી જાય. પાવન સલિલા મા નર્મદાના કાંઠે ભરૂચથી વડોદરા તરફ 25 કિ.મી. જતાં પાલેજ પાસે થી નારેશ્વરનો માર્ગ આવે છે. અહીંથી 19 કિ.મી. સિંગલ પાકા રસ્તે નારેશ્વર પહોંચાય છે. વડોદરાથી 60 કિ.મી. દૂર તરફ જતાં નારેશ્વરનો રસ્તો આવે છે.
નારેશ્વર ગામ નહીં માત્ર તીર્થસ્થાન છે. આજે તો આ તીર્થસ્થાન વિશાળ જગ્યામાં પથરાયેલું છે, પરંતુ જ્યારે ઈ.સ. 1925ની આસપાસ રંગ અવધૂત સ્વામી અહીં પધાર્યાં ત્યારે આ સ્થળ માત્ર જંગલ હતું. રંગ અવધૂત સ્વામી નારેશ્વર આવ્યા ત્યારે નર્મદાકાંઠે તેમણે સાપ અને મોરને સાથે જોયાં. આ અદ્દભુત દૃશ્ય જોતાં તેમને થયું કે આ ભૂમિ અહિંસક છે. રંગ અવધૂતજીએ ભૂમિની દિવ્યતાને પારખીને જંગલમાં એક લીમડાના વૃક્ષ નીચે આસન બિછાવ્યું અને સાધના કરી.
તેમના તપોબળથી આ ભૂમિનો પ્રભાવ વધવા લાગ્યો અને જોતાજોતામાં આ ડરામણી જગ્યા તપસ્વીના તીર્થસ્થાન તરીકે વિકસવા લાગી. રંગ અવધૂત મહારાજના ભક્તો અહીં દૂરદૂરથી આવવા લાગ્યાં અને ભક્તોએ જ આ સ્થળે ધર્મશાળા, ભોજનશાળા અને મંદિરનો જીણોદ્ધાર-નિર્માણ કર્યાં.
પૌરાણિક ઈતિહાસ મુજબ નારેશ્વર મંદિર શ્રીગણેશની તપોભૂમિ છે. અહીં ગણેશજીએ ઉગ્ર તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા અને કપર્દીશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. પહેલાં આ મંદિર નર્મદાજીના કિનારા ઉપર જ હતું, પરંતુ નદીના પૂરના કારણે મંદિર ધોવાતું હતું.
પેશ્વાઈ રાજમાં આ પ્રદેશના સૂબા તરીકે નારોપંત હતા. તેઓ શિવજીના ઉપાસક હતા. શિવજીએ તેમને સ્વપ્નમાં નદીમાં પડેલું શિવલિંગ નદીમાંથી કઢાવી પૂરના પાણીની અસર થાય નહીં એટલીં ઊંચી જગાએ પુન:પ્રતિષ્ઠા કરાવવાનો આદેશ આપ્યો. આ કાર્ય નારોપંતજીના હાથે થયું હોવાથી નારેશ્વર મહાદેવ તરીકે લોકો ઓળખવા લાગ્યા.
આજે નારેશ્વર તીર્થસ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે. તીર્થસ્થાનમાં શાંતિ અને સ્વસ્છતા જોવા મળે છે. હજારો યાત્રિકોની ધમધમતું આ ધામ યોગ-ધ્યાન અને તપ માટે જ હોય તેમ આગંતુક યાત્રિકો વર્તતા હોય છે. યાત્રિકોની સંખ્યા વધતાં ટ્રસ્ટે ધર્મશાળાઓનાં મકાનો વધાર્યાં છે. અહીં વિનામૂલ્યે રહેવા અને જમવાની વ્યવસ્થા છે, પરંતુ પ્રવાસી સહેલાણી માટેની જગા નથી. તે યાદ અપાવતાં ઠેર ઠેર નાનાં સૂચનાપત્રો જોવા મળે છે. આ આધ્યાત્મિક કેન્દ્ર છે, આનંદપ્રમોદ માટેનું સહેલાણીઓનું સ્થાન નથી. અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે.
અહીં આવનારા યાત્રિકોએ પ્રથમ નર્મદાસ્નાન કર્યા પછી જ મંદિરમાં દર્શને જવું તેવું પણ બોર્ડ મૂકવામાં આવ્યું છે. રંગ અવધૂત મહારાજના મંદિરના ભક્તો દ્વારા સેવા કરવામાં આવે છે. સવારે છ વાગ્યાથી પ્રાર્થનાધૂન શરૂ થાય છે. રાત્રે પણ ધૂન અને સત્સંગ થાય છે. તેમાં મોટાભાગના બધા જ યાત્રિકો ખૂબ જ શ્રદ્ધાથી ભાગ લે છે.
રંગ અવધૂત મહારાજ જ્યાં ધ્યાન માટે બેસતા હતા તે બોધિ લીમડો આજે પણ ઘેઘુર છે. આ લીમડાની મોટા ભાગની ડાળીઓ નીચે નમેલી છે. જો કે મંદિરના મેદાનમાંના બીજા લીમડા પણ એવા જ જોવા મળ્યા. અહીં એવું કહેવાય છે કે રંગ અવધૂતજીના તપમાં ભાગીદાર બનેલા લીમડાની ભકિતથી તે વધુ નમ્ર બની ઝૂકી ગયો છે. સંતના ચરણમાં રહેવાથી ભકિતસ્વરૂપ નમ્ર લીમડો આજે પણ યાત્રિકોને સત્સંગની પ્રેરણા આપે છે.
|| અવધૂત ચિન્તન શ્રી ગુરુદેવ દત્ત || A
#shreerangavdhootdarshan #nareshwar#shreerangavdhootliveaartidarsan,#shreerangavdhootliveaarti,#shreerangavdhootlivedarsan,
#livedarshan,#live,#ShreeRangAvdhoot,#datbavni#Nareshwar,#nareshwar,
#gurupurnima,#GuruPurnima2022,#gurupunam,#shreerangavdhoot,#shreerangavdhootmaharaj,
#rukmambamaa,#narmada,#gurupurnimautsav,#gurupurnimautsav2022,#shreerangstudio,#bhakti,
#ashtha,#yogeshvyash,#vasantiben,#sarvadaman,#kausalmaharaj,#matrusayli,#nareshwarmahadev,
#pustakbhandar,#nareshwarghat,#sureshdesai,#sureshdesaibhajan,#avdhootianandbhajan
Информация по комментариям в разработке