krishna kirtan - Hare Suno jashoda mat re (નીચે લખેલુ છે ) - New gujarati song 2022

Описание к видео krishna kirtan - Hare Suno jashoda mat re (નીચે લખેલુ છે ) - New gujarati song 2022

#krishnaleela #mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #gujaratikirtan #સત્સંગ #કીર્તન #gujaratisong #gujaratibhajan #bhaktisong #bhagvan #bestvideos #kemkarijav

check out other videos:
krishn-rukmini vivah :    • gujarati kirtan | કૃષ્ણ-રૂક્ષ્મણી વિવ...  
Ramdevji :    • હિંદવા હોંકારો દે.. ( નીચે લખેલું છે ...  


Follow our social media
Facebook :   / rasila.thumbar  
Blog : https://gujarati-bhakti-song.blogspot...

======= Hare Suno jashoda mat re =======

હારે સુનો જશોદા માત રે કાનાની વાત રે
હું કેમ જાવ મહી વેચવા

હારે આવી પાછળથી ગોરી મારી ફોડી
હારે મારાં હૈયાનો હાર નાખ્યો તોડી
હારે મોડું મારગમાં થાય રે
સાસુ ખીજાય રે હું કેમ જાવ...

હારે વાલો પનઘટમાં પાછળ આવે
હારે નો બોલું તો મુજને બોલાવે
હારે કાંઈક મોરલીમાં ગાય રે
ચિંતાડું ચોરાય રે હું કેમ જાવ ...

હારે પ્રાતઃકાળે મારે મંદિરે આવે
હારે સંગે જાજા ગોવાળીયા લઇ આવે
હારે ગોરી તોડી ફોડી જાય રે
માખણીયા ખાય રે હું કેમ જાવ...

હારે અમે સરખી સાહેલી નાવા જાયે
હારે સૌ મળી જમુનાના નિર નાયે
હારે વાલો વસ્ત્રો લઇ જાય રે
કદમને ઝાડ રે હું કેમ જાવ...

હારે માતા કુંવરને આજ સમજાવો
હારે પર નારીને શીદ અકળાવે
હારે લાગુ લરી લરી પાય રે
રસિયો રીજાય રે હું કેમ જાવ...

હારે સુનો જશોદા માત રે કાનાની વાત રે
હું કેમ જાવ મહી વેચવા

Album: Hare Suno Yashoda Mat Re...
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке