વસંતબેન-દિવા કરો દિવા કરો થઈ છે સંધ્યા વેળા (કીર્તન નીચે લખેલું છે)

Описание к видео વસંતબેન-દિવા કરો દિવા કરો થઈ છે સંધ્યા વેળા (કીર્તન નીચે લખેલું છે)

દીવા કરો દીવા કરો થઈ સંધ્યા વેળા
ગોવિંદ પધારવાની થઈ ગઈ છે વેળા

આગળ ગાયોને પાછળ ગાયો
વચમાં શ્રી કૃષ્ણજી મોરલી વગાડે

ગાયોની ખરીએ ઉડે ઝીણી રજ
રજ થી ભરાય શ્યામસુંદીર ના કેશ

સામા મળ્યા ભખુભાણની કન્યા
રાધા દુલારી એ વાતે વળગાડ્યા

કહોને વાલા કેમ તમે જેલ ને તોડી
કહો ને વાલા કેમ કરી માસીને મારી

યોગબળ કરી મેં તો જેલને તોડી
સ્તનપાન કરતાં મેં માસીને મારી

કહો ને વાલા ક્યાં તમે ગૌધેન ચારી
કહો ને વાલા ક્યાં તમે મોરલી વગાડી

વૃંદાવન ની વાટે મેં તો ગૌધેન ચારી
જમુનાને કાંઠે મેતો મોરલી વગાડી

કહોને વાલા ક્યાં સમે ગોવર્ધન તોળ્યો
કહોને વાલા ક્યાં સમે કાળી નાગ નાથિયો

બારેમેઘ વરસ્યા ત્યારે ગોવર્ધન તોળ્યો
ગેઙી દંડે રમતા મેંતો કાળી નાગ નાથિયો

કહો ને વાલા ક્યે સમયે શંખનાદ કીધો
કહો ને વાલા ક્યે સમયે રાસ રમાડ્યા

શરદપૂનમની રાતે મેં તો શંખનાદ કીધો
બંસીવટ ને ચોક મેતો રાસ રમાડ્યા

જાવા દેને ભખુભાણ ની છોરી
કટાક્ષ કરી ને વાલે મટુકી ફોડી

ચુંદડી ભીંજાયાને રાધા શરમાયા
ચૌદ ભુવનના નાથે એને હૈયે વળગાઙ્યા

ગાયો ચરાવી ગોવિંદ ઘેર પધાર્યા
માતા જશોદા એ આરતી ઉતારી

નંદબાવા વળી વળી મુખડા નીહાળે
બેની સુભદ્રા ઓવારણા લે છે

વલ્લભના સ્વામીને અંતર્યામી
વ્રજની ગોપી સૌ મહાસુખ પામી

#Vasantben
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત

Комментарии

Информация по комментариям в разработке