રાજસ્થાનનું ફેમસ ગટ્ટાનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી- Rajasthani Gatta Sabji Made By Kalpana Parmar

Описание к видео રાજસ્થાનનું ફેમસ ગટ્ટાનું શાક બનાવવાની પરફેક્ટ રેસિપી- Rajasthani Gatta Sabji Made By Kalpana Parmar

ગુજરાતી ફૂડ કિચન યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કલ્પના પરમાર સૌને શીખવશે "રાજસ્થાનનું ફેમસ ગટ્ટાનું શાક" જોતા જ મોઢામાં પાણી આવી અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એક વખત બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું સામેથી કેહશો.ઘરમાં છોકરાવથી લઈને મોટા વડીલો સુધી સૌં કોઈને ખૂબ જ પસંદ પડશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

1- સૌથી પહેલા 1 કપ બેસન લઈશું. અને બેસન ઝીણો લેવાનો છે. ત્યારબાદ અડધી નાની ચમચી અજમો નાખી શું. અજમાને હાથ થી મસળી ને નાખીશું. ત્યારબાદ પા ચમચી હળદર નાખી શું. અને સ્વાદ મુજબ મીઠું નાખી શું. અને પા ચમચી હિંગ નાંખી શું.

2- હવે તેમાં મોવાણ નાખીશું. બે ચમચી તેલ એડ કરીશું.તમે ઘી પણ લઈ શકો છો. ત્યારબાદ બે ચમચી દહીં નાખી શું. હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે થોડું પાણી નાખી લોટ બાંધી લઈશું.લોટ બહુ ઢીલો નહી અને બહુ કઠણ નહીં તેવો બાંધી લઈશું.

3- હવે એક થાળીમાં લોટ લઈ લઈશું. અને પીંચ ચમચી સોડા નાખીશું.હવે તેને મસળી લઈશું.હવે હાથ થી ત્રણ ભાગ કરી લઈશું.હવે એક ભાગ લઈ તેનો રોલ બનાવી લઈશું. બહુ જાડો નઈ અને બહુ પાતળો નહી તેવો રોલ બનાવી લઈશું.રોલ બધી બાજુ થી સરખી હોવો જોઈએ.

4- હવે તેના પર કપડું ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દઇશું. ત્યાં સુધી આપણે પાણી ઉકાળી લઈશું. આપણે ત્રણ ગ્લાસ પાણી લીધું છે. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી શું. અને એક મોટી ચમચી તેલ નાખી શું. તેલ નાખવાથી ગટ્ટા એકબીજાને ચોટતા નથી. હવે તેમાં રોલ મૂકી દઈશુ. હવે ઢાંકણ ઢાંકીને ફાસ્ટ ગેસ પર કુક કરી લઈશું.

5- હવે દસ મિનિટ થઈ ગઈ છે. ગટ્ટા સરસ ફુલવા માંડ્યા છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે ટોટલ 20 મિનિટ થઈ ગઈ છે અને ગટ્ટા તમે જોઈ શકો છો કે ફૂલી પણ ગયા છે અને તેની પર દાણા દાણા પણ આવું ગયા છે. એટલે સમજવાનું કે આપણા ગટ્ટા કુક થઈ ગયા છે.હવે ગટ્ટા ને એક પ્લેટ માં કાઢી લઈશું.

6- તેને પાણી સાથે જ કાઢવાના છે. હવે આપણે વઘાર કરી લઈશું. હવે આપણે એક પેન લઈશું. હવે તેમાં બે મોટી ચમચી ઘી નાખી શું. ત્યારબાદ તેમાં ૧ નાની ચમચી જીરું નાખી શું. પા ચમચી હિંગ નાખી શું. ત્યારબાદ બે લાલ સુકા મરચા નાખીશું. હવે વઘારને સરસ થવા દઈશું.

7- હવે આપણે એક મોટી ચમચી આદુ-લસણની પેસ્ટ નાખી શું. ત્યારબાદ 1 મોટી ડુંગળી ઝીણી સમારીને નાખીશું. ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું. હવે ગુલાબી થઈ ગઈ છે તો 2 ટામેટા ની પ્યુરી કરી લીધી છે તે એડ કરીશું. હવે તેને મિક્સ કરી લઈશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખી શું.


8- હવે આપણે એક મિશ્રણ તૈયાર કરીશું. બે મોટી ચમચી દહીં લઈશું. ત્યારબાદ તેમાં બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી શું. જેથી તેનો કલર એકદમ સરસ આવે છે. ત્યારબાદ પા ચમચી હળદર નાખીશું. અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખી શું. હવે બધું જ મિક્સ કરી લઈશું. હવે તેને સાઈડ માં મૂકી દઈશું.

9- હવે આપણા ટામેટા સરસ કુક થઈ ગયા છે. હવે આપણે દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું.તે એડ કરીશું. હવે તેને સતત હલાવતા રહેવાનું છે. નહીં તો દહીં છુટુ પડવા લાગશે. હવે ફરી ઢાંકીને બે મિનિટ માટે કુક કરી લઈશું. ત્યાં સુધી ગટ્ટા ને કટ કરી લઈશું. હવે સમારેલા ગટ્ટા તેમાં નાખી પછી સરસ મિક્સ કરી લઈશું.

10- હવે તેમાં પાણી નાખી શું. આપણે જે ગટ્ટા ને પાણીમાં બાફ્યા હતા તે જ પાણી લેવાનું છે. ૧ કપ પાણી નાખીશું. અને મિક્સ કરીને ઢાંકી ને આપણે 5 થી 6 મિનિટ માટે ઉકળવા દઈશું. જેથી બધો જ મસાલો આપણા ગટ્ટા પર ચડી જાય. અને ગ્રેવી સરસ થઈ જાય. હવે ગટ્ટા નું શાક સરસ થઈ ગયું છે.હવે તેમાં એક નાની ચમચી કસ્તુરી મેથી નાખીશું. ત્યારબાદ એક મોટી ચમચી વલયારી અધકચરી વાટી ને નાખીશું.

પા ચમચી ગરમ મસાલો નાખી શું અને ઢાંકીને ફરીથી કુક કરી લઈશું. હવે એક મિનિટ થઈ ગઈ છે અને તમે વીડિયોમાં જોઈ શકો છો કે કલર પણ સરસ આવી ગયો છે.અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં લીલા ધાણા નાંખી શું. અને ગેસ બંધ કરી દઈશું. એકદમ ટેસ્ટી બન્યું છે. ગરમાગરમ શાક ને આપણી સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. એકદમ સરસ ગ્રેવી અને ગટ્ટા પણ સરસ બન્યા છે. આ શાકને તમે પરોઠા સાથે, રોટલી સાથે, ભાખરી સાથે પણ ખાઈ શકો છો. તમે ચોક્કસથી બનાવજો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

Комментарии

Информация по комментариям в разработке