એક ગરીબ ખેડૂત ની ઈમાનદારી! Moral storie in gujarati

Описание к видео એક ગરીબ ખેડૂત ની ઈમાનદારી! Moral storie in gujarati

#quotes #gujju #motivationalstory #kahani #gujarat #gujarati #gujaratimotivation #gujaratisuvichar #lifechangingquotes #krishna #moralstories #moralstorysgujarati

#એક ગરીબ ખેડૂત ની ઈમાનદારી
ઈમાનદારી માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે

#એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. એ બહુ ઈમાનદાર અને મહેનતી આદમી હતો એ એના નાના ખેતરમાં કામ કરતો હતો અને બહુ ખુશ રહેતો હતો.
આખા ગામમાં એ ખેડૂત ની ઈમાનદારીના બહુ જ ચર્ચા ચાલતી હતી એનો એક મિત્ર હતો જે એ ગામના રાજાના ત્યાં સિપાહી નું કામ કરતો હતો એ ખેડૂતના ઘેર રોજ ખેડૂતને એના હાલચાલ અને મળવા આવતો હતો.

#એકવાર રાજાએ પોતાના દરબારમાં એલાન કર્યું કે એના બગીચામાં કામ કરવા માટે એક સારા કારીગર ની જરૂર છે જે રાજા ના બગીચામાં ઝાડ ઝાડવા અને ફૂલોનું સારી રીતે ધ્યાન રાખી શકે
રાજાનો આ એલાન સાંભળીને ખેડૂતનો દોસ્ત સિપાહી એ વિચાર્યું કે આજ મોંકો છે ખેડૂતની જોડે મિત્રતા નિભાવવાનો. હું અહીં એને બગીચામાં કામ પર લગાવડાવી દઈશ અને એને મારો સાથ પણ રહેશે અને એ ખેડૂતનું ભલું સારું પણ થઈ જશે.
આ વિચારીને એને રાજા ને કહ્યું કે મહારાજ હું તમારી માટે એક એવો માણસ લઈને આવે જે આ કામ બહુ સારી રીતે કરી લેશે ત્યારે રાજાએ સિપાઈને આદેશ આપ્યો કે જ્યાં એને કાલથી જ બગીચામાં કામ કરવા માટે કહી દેજે.

એ જ સમય સિપાહી પોતાના દોસ્ત ની પાસે ગયો અને ખેડૂતને બગીચામાં કામ કરવાની બધી વાત બતાવી હતી અને ખેડૂતે પણ કામ કરવા માટે ખુશી ખુશીથી હા પાડી દીધી
અને આગળના દિવસે પોતાના દોસ્ત ની સાથે રાજ મહેલ પહોંચી ગયો. સિપાઈ એ ખેડૂત મિત્રને રાજાની જોડી લઈ ગયો અને રાજાએ ખેડૂતને આખા બગીચાની દેખરેખ રાખવાનું કામ સોંપી દીધું.
અને કહ્યું
કે તું પોતાની ઈમાનદારીથી કામ કરે તો હું તને 50 સોના ની મુદ્રાઓ દર મહિને આપીશ. ખેડૂત ખુશી ખુશી કામ કરવા માટે હા કરી દે છે અને ખેડૂત એ સમયે બગીચામાં કામ કરવા માટે લાગી જાય છે.
ખેડૂત બગીચામાં દિલ લગાવીને કામ કરતો હતો અને અમુક દિવસ વીતી ગયા પછી ખેડૂતને બગીચાને સુંદર અને હરો ભરો બનાવી દે છે. રાજા ને એનું કામ બહુ પસંદ આવ્યો એક દિવસ બગીચામાં કંઈક ખોદી રહ્યો હતો તો એને જમીનના નીચે કંઈક જોયું તો એને ખોદયું તો એ જમીનમાં બહુ મોટી પેટી હતી એ ખેડૂતે એ પેટી બહાર કાઢી અને ખોલીને જોઈ તો એ પેટી સોના અને ચાંદીથી ભરેલી હતી આ જોઈને ખેડૂત ખુશ ખુશ થઈ જાય છે એ પોતાની ઈમાનદારી બતાવતા રાજા ની જોડે જાય છે અને રાજા ની બધી વાત બતાવે છે
રાજા ખેડૂત ની ઈમાનદારી જોઈ બહુ ખુશ થયો અને એની સાથે ત્યાં ગયો જે ખેડૂત એ ખજાનો બહાર કાઢ્યો હતો રાજાએ ખજાનો જોયો તો રાજાએ કહ્યું આ ખજાનો તો અમારા પૂર્વજોનો છે આ અમે ઘણા બધા વર્ષોથી શોધી રહ્યા હતા આ ખજાનો જોઈ રાજા બહુ જ ખુશ થઈ ગયો અને આગળના દિવસે રાજાએ ખેડૂતને કહ્યું કે બોલ તારે શું ઇનામ જોઈએ છે ખેડૂતે કહ્યું માલિક મારે કશું જ જોતું નથી મારી જોડે જે છે એમાં જ ખુશ છું રાજા આટલી સારી વાત સાંભળીને બહુ વધારે ખુશ થઈ જાય છે અને એક ખેડૂતને પોતાનો મંત્રી બનાવવાનો ફેંસલો કરી દીધો અને કહ્યું આ મારો હુકમ છે અને ખેડૂતે રાજા ની વાત માની લીધી અને રાજાનો મંત્રી બની ગયો

#તો દોસ્તો સૌથી મોટી માણસની ઈમાનદારી હોય છે જેનાથી એક ગરીબ ખેડૂત રાજાનો મંત્રી બની ગયો

#આવી જ કહાનીઓ સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો

Комментарии

Информация по комментариям в разработке