રાણી રાધા ને સત્યભામા વિવાદે ચડ્યા - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે છે) પ્રભુની અનોખી લીલા

Описание к видео રાણી રાધા ને સત્યભામા વિવાદે ચડ્યા - ઉષ્માબેન ( કિર્તન લખેલું નીચે છે) પ્રભુની અનોખી લીલા

રાણી રાધાને સત્યભામા વિવાદે ચડ્યા
પ્રભુ કોને વધારે કરે પ્રેમ
અભિમાન કોઈનું રેતું નથી...

સત્યભામા એ ઘરેણા ઉતારી નાખ્યા
બધા ઘરેણાથી તોળે છે ભગવાન
અભિમાન કોઈનું રેતું નથી...

તોય પ્રભુનું પલ્લુ નીચે નમતું ગયું
રાધા રાણીએ તોળ્યા તુલસી પાન
અભિમાન કોઈનું રેતું નથી...

તુલસીપત્રથી પ્રભુજી તોળાઈ ગયા
સત્યભામા કરે છે વિચાર
અભિમાન કોઈનું રેતું નથી...

નારાયણ નારાયણ કરતા નારદ આવી ગયા
મારી શંકા નું કરો સમાધાન
અભિમાન કોઈનું રેતું નથી...

દેવી પ્રભુ તો ભાવના ભૂખ્યા રે હતા
રાણી રાધા શેરીએ કરે વાત
અભિમાન કોઈનું રેતું નથી...

અમે તુલસી પત્રથી પ્રભુ વશ કર્યા
રાણી રાધા ને આવ્યું અભિમાન
અભિમાન કોઈનું રેતું નથી...

પ્રભુ મનમાં ને મનમાં હસ્યા રે કરે
તારું હમણાં ઉતારું અભિમાન
અભિમાન કોઈનું રેતું નથી...

પ્રભુ કે છે હમણાં અમે દુબળા થયા
મારું વજન કરો ને ફરીવાર
અભિમાન કોઈનું રેતું નથી...

રાધા એ ફરી વજનમાં તુલસી પાન મૂક્યું
પ્રભુનું પલ્લું નમેલું દેખાય
અભિમાન કોઈનું રેતું નથી...

તુલસી પાનની ડાળીએ આખું ત્રાજવું ભર્યું
તોય નો ઊંચકાયા ભગવાન
અભિમાન કોઈનું રેતું નથી...

રાધા શર્મા ને ભોંઠા પડી રે ગયા
સત્યભામા આવ્યા પ્રભુની પાસ
અભિમાન કોઈનું રેતું નથી...

એક કંગન કાઢીને ત્રાજવે મૂક્યું
સત્યભામા ના કંગનથી તોળાય
અભિમાન કોઈનું રેતું નથી...

બંને દેવી પ્રભુજી ને પૂછવા લાગ્યા
અમારા બેઉ ના ઉતાર્યા અભિમાન
અભિમાન કોઈનું રેતું નથી...

પ્રભુ હસ્યાને નારદ આવી રે ચડ્યા
આ તો પ્રભુજી ની લીલા કહેવાય
અભિમાન કોઈનું રેતું નથી...

#vasantben_nimavat
#gujarati_bhakti_geet
#gujarati_traditional_kirtan
#ભક્તિ_સંગીત
#gujarati_kirtan
#satsang_kirtan
#ગુજરાતી_કીર્તન
#કીર્તન
#vasantben
#અરુણાબેન

Комментарии

Информация по комментариям в разработке