અન્નકૂટ ઉત્સવ, શ્રીગોવર્ધન પુજા શાં માટે કરવામાં આવે છે / annkut in New year bhavna

Описание к видео અન્નકૂટ ઉત્સવ, શ્રીગોવર્ધન પુજા શાં માટે કરવામાં આવે છે / annkut in New year bhavna

PustiGyan satsang :-
અન્નકૂટ ઉત્સવ, શ્રીગોવર્ધન પુજા નું મહાત્મ્ય/ annkut in New year bhavna
અન્નકુટ ઉત્સવ તથા શ્રીગોવર્ધન લીલા
પુર્ણ પુરૂષોત્તમ ભગવાન નંદનંદન સ્વરૂપે વ્રજ માં પ્રગટ થયા અને અનેક પ્રકારની લીલાઓ વ્રજમાં કરી છે.
પ્રભુનું વ્રજ માં પુષ્ટિ સ્વરૂપે પ્રકટ થવાનું કારણ‌ એ છે કે, વ્રજના નિ:સાધન જીવોને કૃપા કરીને નિરોધ સિદ્ધ કરીને સ્વરૂપાનંદનો આનંદ પ્રાપ્ત કરાવવો છે.
પ્રભુએ જ્યારે જોયું કે વ્રજમાં હું સાક્ષાત પ્રગટ થયો છું છતાંયે નંદબાબા અને અન્ય ગોટો “વ્રજેશ” એવાં મને છોડીને અન્ય દેવનો આશ્રય કરી રહ્યા છે…
આ નંદ આદી ગોટો નો અન્યાશ્રય છોડાવવા પ્રભુ એ “ શ્રીગોવર્ધન લીલા” કરી છે.
ગોદ બેઠે ગોપાલ
કહત વ્રજરાજ સો
એક વખત વ્રજમાં ધામધૂમથી થતી તૈયારી જોઈને કનૈયાએ નંદબાવા ને પુછ્યું કે આપ લોકો આ શાની તૈયારી કરી રહ્યા છો.
ત્યારે નંદબાવા એ કહ્યું કે લલ્લા અમે ઈન્દ્રયાગ ની તૈયારી કરીએ છીએ, આપણે ઈન્દ્ર નો યજ્ઞ કરીશું…..
ત્યારે પ્રભુએ કહ્યું કે બાબા આપણે શાં માટે ઇન્દ્ર ની પુજા કરવી જોઈએ? ઇન્દ્ર નો યજ્ઞ કરવાથી આપણને શું ફલ મળે?

ત્યાર પછી નંદરાયજી અને શ્રી બાલકૃષ્ણજી વચ્ચે શું વાત ચિત થઈ, તેમજ સંપૂર્ણ “ગોવર્ધન લીલા” જાણવા માટે. આ વિડીયો સત્સંગ જરૂર જુઓ.
આવા પુષ્ટિમાર્ગીય સત્સંગ ના વિડિયો શ્રવણ કરવા માટે ચેનલને Subscribe જરૂર કરશો
---------------------------------------------------

#ankut
#ankututshav
#govardhanpuja
#shrigovardhanpuja
#govardhanleela
#indramanbhang
#pushtimarg
#shriradhakund
#shrigirirajji
#srinathjiankut
#satswaroopseva
#ankutkirtan

Комментарии

Информация по комментариям в разработке