'Samvaad - The Talk Show' with Nagindas Sanghvi, A Renowned Political Analyst

Описание к видео 'Samvaad - The Talk Show' with Nagindas Sanghvi, A Renowned Political Analyst

'સંવાદ - ધી ટોક શો' માટે ઇસ ૨૦૧૭ના 'ઓપનીંગ બેટ્સમેન' હતા ધૂંઆધાર અને અડીખમ એવા શ્રી નગીનદાસ સંઘવી સાહેબ!

અતિથી વિશેષ તરીકે પધારેલા નવસારીના માન. સાંસદ શ્રી સી.આર. પાટિલ સાહેબે પોતાના વક્તવ્યમાં કહ્યું કે... "મારા વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પણ હું નગીનદાસ સંઘવી સાહેબના લેખોનો એક્કેએક શબ્દ વાંચી જાઉં છું! એક રાજકીય કાર્યકર્તા તરીકે કઈ દિશામાં જવું જોઈએ, અને કઈ દિશામાં ન જવાય, એ બાબત એમના લેખો વાંચીને સમજી શકાય. અને એટલે જ મેં એકલવ્યની જેમ તેમને (સંઘવી સાહેબને) ગુરુ બનાવ્યા છે..."

.. અને આ રહ્યા સંવાદ - ધી ટોક શોમાં સંઘવી સાહેબે આપેલા કેટલાક સ્ટેટમેન્ટ્સ, જે તાળીઓ ઉઘરાવી ગયા...

... "પ્લેટોએ કીધું છે કે સુધારવાની મહેનત કરવી હોય તો ગુનાખોર-હરામખોરને સુધારો... ગુનેગારમાં એક આવડત તો હોય જ છે.. એને સાચે રસ્તે વાળો બાકી સારા માણસને સુધારવામાં કોઈ ભલીવાર નથી. એ તો આમે ય નકામો, કેમકે એનામાં ખાસ કોઈ ગટ્સ હોતી જ નથી, એટલે જ તો એ સામાન્ય રહી જાય છે!"

... "ઇન્દિરા ગાંધી રાજકારણી તરીકે ખૂબ સક્ષમ.. પરંતુ બધી બાબત વખાણવા જેવી નહિ! આજે રાજકારણમાં જે ખુશામતખોરી દેખાય છે, એ ઇન્દિરા ગાંધીના સમયમાં શરુ થઇ! નેતાગીરી કોંગ્રેસની હોય કે ભાજપની... પોતાના નેતાને સાચી વાત કહેવાની પ્રથા હવે રહી નથી."

... "ગાંધીના જમાનામાં રાજકારણમાં એવા લોકો આવતા જે 'Givers' - એટલે કે આપવાવાળા હતા... આઝાદી પછી લઇ લેવાવાળા - 'Takers' આવ્યા... આજે જો ગાંધી ચૂંટણીમાં ઉભા રહે તો બુરી રીતે હારે, પોતાની ડિપોઝીટ સુદ્ધાં ગુમાવે!"

... "દેશ એકંદરે પોતાનું ગૌરવ જાળવી શક્યો છે, કેમકે આ દેશને રામાયણ અને મહાભારતની સંસ્કૃતિએ ટકાવી રાખ્યો છે. પુરાતનકાળમાં એક માછીમાર બાઈના વ્યભિચારને કારણે જન્મેલો પુત્ર 'મહાભારત' જેવો ગ્રંથ લખે, અને પ્રજા એને માથે બેસાડે... આ ભારતીય સંસ્કૃતિ છે."

...અને સૌથી અદભૂત હાઈલાઈટ મૃત્યુ વિષેની, જે હું અહિયા નહિ લખું.... તમે જાતે જ જોઈ લેજો!! ... ૯૭ એ અણનમ ઉભેલા આ ધૂંઆધાર બેટ્સમેનને લોકોએ સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું એ પહેલા, પોતાના મૃત્યુ પછીનું એમનું "પ્લાનિંગ" સાંભળવાનું ચૂકશો નહિ!

Комментарии

Информация по комментариям в разработке