કઠોપનિષદ કથામૃત - ભાગ ૨ ॥ Pu. Adarsh Jivan swami॥ BAPS Katha ॥ BAPS Pravachan॥ Kath Upnishad ॥

Описание к видео કઠોપનિષદ કથામૃત - ભાગ ૨ ॥ Pu. Adarsh Jivan swami॥ BAPS Katha ॥ BAPS Pravachan॥ Kath Upnishad ॥

#kathopanishad #upnishad #baps #satsangdiksha #katha #pravachan #pramukhswamimaharaj #psm100 #balmandal
Direction - Yogiraj Soni
Music -Yogiraj Soni
Voice over -Yogiraj Soni
Graphics & designs - Yogiraj Art Academy
Video Editor - Yogiraj Soni
Produced by - Yogiraj Art Studio
Music Label - Yogiraj Art Studio
© 2023 Yogiraj Art Studio
॥ કઠોપનિષદ ॥
'Life after death' મૃત્યુ પછીના જીવનનો વિચાર કર્યો છે? જે એ વિચારશે તે જીવનને વિચારી શકશે. અહીં એ વાત સાકાર થઈ છે. એક અલ્પ વયસ્ક બાળકને એ વિચાર ઝબક્યો છે ને તલસાટ જાગ્યો છે એ મર્મને પામવાનો. પછી તો એ બાળ, મૃત્યુના જ દ્વારે પહોંચ્યો. મૃત્યુ પછીના રહસ્યને ઉઘાડવા મથ્યો રહ્યો. નવાઈ તો એ વાતની છે કે મૃત્યુ સ્વયંને અહીં મૃત્યુ પછીના જીવનનો ઉઘાડ આપવાની ફરજ પડી છે. છેવટે એ રહસ્ય ઊઘડ્યું ત્યારે જ શમ્યો એ બાળબટુનો તલસાટ! કેટલું રસપ્રદ છે આ ઉપનિષદનું કથાનક. જે જે વાંચે છે તે વિચારવા લાગે છે. ખરેખર! જીવતાં મુક્તિનાં એંધાણ એટલે કઠ ઉપનિષદ.

પરિચય
કૃષ્ણ યજુર્વેદની 'કઠ' એ નામની શાખા છે. તે શાખા અંતર્ગત આ ઉપનિષદ છે તેથી આ ઉપનિષદ્ને કઠ ઉપનિષદ કહેવામાં આવે છે. આ કઠ ઉપનિષદ બે અધ્યાયમાં વહેંચાયેલું છે. તેના પ્રત્યેક અધ્યાયમાં ત્રણ ત્રણ પેટા પ્રકરણો આવેલાં છે, જેને 'વલ્લી' કહેવામાં આવે છે. આમ છ 'વલ્લી'માં સમાયેલા આ ઉપનિષદ્માં ૠષિકુમાર નચિકેતાના કથાનક દ્વારા બ્રહ્મવિદ્યાનો વિશદ ઉપદેશ કરવામાં આવ્યો છે. આવો એ ઉપાખ્યાનને માણીએ -

કથાનક
અનોખા અતિથિને ત્રણ વરદાન
નચિકેતા યમસદન પહોંચ્યો અને ખબર પડી કે યમરાજ તો બહાર ગયા છે. ત્રણ રાત સુધી અન્નજળ લીધા વગર જ નચિકેતાને યમરાજે પ્રતીક્ષા કરી. તો હે ભૂદેવ! આ મારા અપરાધને ક્ષમા મળે અને મારું 'સ્વસ્તિ' કહેતાં કલ્યાણ થાય, તે માટે હું આપને નમસ્કાર કરું છુ _ અને ત્રણ રાતના ઉપવાસની સામે આપ મારી પાસેથી ત્રણ વરદાન માગી લો, એવી વિનંતી કરું છુ.

પ્રથમ વરદાન :
યમરાજાની ઉદાર ભાવનાથી પ્રસન્ન થયેલા બાળવિપ્ર નચિકેતાએ પ્રથમ વરની માંગણી કરતાં કહ્યું, ‘शान्तसंकल्पः सुमना यथा स्याद् वीतमन्युर्गौतमो माऽभि मृत्यो। त्वत्प्रसृष्टम् माऽभिवदेत्प्रतीत एतत् त्रयाणां प्रथमं वरं वृणे॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૦) 'હે મૃત્યુ! મારા પિતાના સંકલ્પો શાંત થાય, મારા પ્રતિ પ્રસન્નચિત્ત અને ક્રોધ રહિત થાય. ત્રણ વરમાંથી આ જ પ્રથમ વર હું માંગું છુ .' કેટલી શુદ્ધ છે આ બાળભક્તની પિતા પ્રત્યેની ભાવના! પિતાનું અકલ્યાણ ન થાય તે માટે જ તો તેણે મૃત્યુને સમર્પિત થવાનો આગ્રહ રાખ્યો હતો. હા, સાથે સાથે આ પ્રસંગથી પિતાને થયેલા દુઃખની લાગણીને પણ તે બરાબર સમજતો હતો. આમ અહીં નચિકેતાનો પિતૃપ્રેમ અભિવ્યક્ત થઈ રહ્યો છે.

મૃત્યુદેવને આ સાંભળી સાશ્ચર્ય આનંદ થયો. કેમ? આટલી નાની ઉંમર છતાં મોટાને ન સૂઝ õ એવું આને સૂઝ્યું. સંતુષ્ટ યમરાજાએ તરત કહી દીધું,‘तथाऽस्तु।’

દ્વિતીય વરદાન :
બીજું વરદાન માગતાં પહેલાં બુદ્ધિમાન બાળબટુકે એક સ્પષ્ટતા કરી. ‘स्वर्गे लोके न भयं किंचनास्ति न तत्र त्वं न जरया बिभेति। उभे तीर्त्वाऽशनायापिपासे शोकातिगो मोदते स्वर्गलोके॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૨) સ્વર્ગશબ્દ અહીં પરમાત્માના ધામ માટે વપરાયો છે. 'હે મૃત્યુ! પરમાત્માના ધામમાં કોઈ ભય નથી. ત્યાં તો આપ પણ નથી અર્થાત્ મૃત્યુ પણ નથી. અને એટલે જ ત્યાં કોઈ વૃદ્ધાવસ્થા જેવી બાબતોનો પણ ભય નથી. એ પરમાત્માના ધામમાં તો ભૂખ-તરસ જેવા પ્રાકૃત શારીરિક દ્વંદ્વો પણ નથી. એ તો પરમાનંદમય સ્થાન છે. તેથી સર્વશોકથી પર થઈ ગયેલા મુક્તો ત્યાં આનંદ કરે છે.' તો ‘स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वँ श्रद्दघानाय मह्यम्।’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૩) 'હે યમદેવ! આપ એ પરમાત્માના ધામને પમાડે એવી અગ્નિવિદ્યાના જાણકાર છો તો તે મને પણ ભણાવો.' ‘एतद् द्वितीयेन वृणे वरेण’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૩) 'આટલું હું દ્વિતીય વરમાં માંગું છુ.' યમરાજાએ સહર્ષ સ્વીકાર કર્યો. તેઓ શિક્ષક થયા. અગ્નિવિદ્યાનો પાઠ ભણાવ્યો. તેમણે કહ્યું, ‘तवैव नाम्ना भवितायमग्निः सृङ्कां चेमामनेकरूपां गृहाण’ (કઠ ઉપનિષદ - ૧/૧/૧૬) 'જે અગ્નિવિદ્યા મેં તને ભણાવી. તે હવેથી તારા નામથી જ પ્રસિદ્ધ થશે. અને લે, આ સુંદર રંગોવાળી શ્રવણમધુર અને મનોહર રત્નમાળા તને આપું છુ .' આ વિશેષ લાભ હતો. યમરાજના વરદાન સ્વરૂપે એ વિદ્યા નાચિકેત અગ્નિવિદ્યાના નામે પ્રસિદ્ધિ પામી.

તૃતીય વરદાન :
હવે નચિકેતા ત્રીજું વરદાન માંગતાં કહે છે - ‘येयं प्रेते विचिकित्सा मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके। एतद्विद्यामनुशिष्टस्त्वयाऽहं वराणामेष वरस्तृतीयः॥’ (કઠ ઉપનિષદ - ૧/૧/૨૦) 'હે યમદેવ! આ દુનિયામાં એક વિવાદ વારંવાર છેડાતો રહ્યો છે. એ છે મૃત્યુ પછીની વાતોનો. કેટલાક કહે છે કે મૃત્યુ થયા પછી કાંઈ જ નથી. જ્યારે કેટલાક કહે છે કે મૃત્યુ થયા પછી પણ કાંઈક છે. તો આ અંગે સ્પષ્ટ નિર્ણય આપ મને આપો. આ જ મારી ત્રીજા વરની યાચના છે.'
(વધુ આવતા અંકે)
#nityagan
#nityashravan
#satsang
#satsangdiksha
#satsangdikshagranth
#BAPS
#pramukhswamimaharaj
#psmforever
#newstutishlokas
#newartiastak
#chalisa
#achyutamkeshvam
#shatabdimahotsav
#nityagan
#aarti
#arti
#mahantswamimaharaj
#aksharpurushottam
#akshar
#trending
#swaminarayan
#bapsnewkirtan
#bapsnewstuti
#bapsbhajan
#baps_atmatruptswami
#bapsvideo
#bapsstatus
#baps100
#baps_akshar_deri_gondal
#bapsindiasatsang
#pramukhswami
#pramukhswamimaharaj
#pramukhswamimaharajshatabdimahotsav
#pramukhswamijanmajayanti
#pramukhswamishatabdimahotsav
#pramukhswamimaharajstatus
#mahantswami
#mahantraj
#mahantswamipujadarshan
#mahantswamimaharaj
#bapsbalmandal
#bapsbalpravrutti
#baps
#baps100
#mukhpath
#leval1
#prathrthna
#pratigna
#summervacation
#childrenactivities
#kidsactivities
#bpco
#trending

Комментарии

Информация по комментариям в разработке