ગાય આધારીત ખેતી કરીને કોરોના ભગાડીએ
શ્રી વેલજીભાઇ મૂળજીભાઇ ભૂડીયા, ગામ - માધાપર, તાલુકા- ભુજ-કચ્છ, ગુજરાત‘‘ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ગાય આપણી માતા છે. આ વાત આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. પરંતું તેની સત્યતા જાણવા ખૂબ જ ઓછા લોકોએ જાણવાનો પ્રયાસ કર્યો છે. ગાય વિના માત્ર કૃષિ જ નહિં, પરંતુ આ પૃથ્વી પર જીવનની ક૯પના જ અસંભવ છે. આ વાત ને સૌથી પહેલા શ્રી કૃષ્ણ સમજી ગયા હતા. તેથી તેને ગૌ પાલકનું રૂપ લઇને ગાયોના સરક્ષણ કરવા તેમજ પાલન કર્યુ. હજુ મોળુ નથી થયું, ગાયમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે તે સ્વીકારીને રસ્તે રખડતી ગાયોને ખીલે બાંધીને તેની સેવા કરવાનો અને તેના મૂત્ર, છાંણનો ઉપયોગ કરવાનો લ હાવો લેવાની તક ઝડપી લઇએ. ભારતમાં એગ્રેજી હકૂમતની રેમડેશીવીર ઇન્જેકશન કે વેકસીનની નહીં, ગૌ આધારીત કૃષિ સંસ્કૃતી અપનાવી તેના ગૌ મૂત્ર, છાંણની અછત ઉભી થવી જાેઇએ. તેને મેળવવા લાઇનો લાગવી, પડાપડી થવી જાેઇએ. ત્યારે જ ગાયની સાચી કીંમત આપણને તથા આવનારી પેઢીને સમજાશે. ગાય આ પૃથ્વી પરની સંજીવની છે તે જન-જન સુધી પહોંચાડવા આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરવા પડશે.
આજે તમને ગાયના દૂધ, ગૌ મૂત્ર, છાણનો ખેતીમાં ઉપયોગ કરવાની પધ્ધતિઓ બતાવીએ છીએ. જે રીત આપણી ખેતીમાં અપનાવશો તો તમારી ખેતી કોઇપણ રીતે પાછી નહી પડે. અહીં બતાવેલા સાત પગલા ગાય સાથેના તમારી ખેતીને નવજીવન આપશે. સાથે સાથે ગાય બચશે અને દેશ પણ બચશે. સામગ્રી (1) ગાયનું દૂધ રપ૦ ગ્રામ અને દેશી ગોળ ૧૦૦ ગ્રામ(2) ગૌ મૂત્ર ૧૦ લીટર ગાયનું તાજુ છાણ પ કીલો(3) ગૌ મૂત્ર ૧૦ લીટર અને આંકડો પ કીલો (4) ગૌ મૂત્ર ૧૦ લીટર અને લીંબુ પ કીલો
(5) ગૌ મૂત્ર ૧૦ લીટર અને લીંમડાના પાન પ કીલો
(6) તાંબાના વાસણમાં રાખેલી છાસસ(7) ગાયના છાણાંની રાખ (વાની) (1) દેશી ગાયનું દૂધ રપ૦ ગ્રામ તથા ૧૦૦ ગ્રામ ગોળનો ઉપયોગ : તાજુ દૂધ વહેલી સવારે અથવા સાંજે ઠંડકના સમયે ૧પ લીટર પાણી નાખીને સ્પ્રે કરવાથી રોગ આવતા રોકાઇ જાય છે અને ફુલ-ફાલ આવવાના સમયે કોઇ પણ પાકમાં દર ચોથા દિવસે બે થી ત્રણ વખત છંટકાવ કરવો. ફુલ-ફાલ સારો આવશે
(2) દેશી ગાયનું ગૌ મુત્ર ૧૦ લીટર, પ કીલો તાજું છાણ મિક્ષ કરી દરરોજ સવાર-સાંજે હલાવવું. તે ૧પ દિવસમાં સડી જશે ત્યારે કપડાંથી ગાળી લેવું. આ ગૌ મુત્ર અને છાણ વાળુ પાણી સ્પ્રે કરવા માટે રપ૦ થી ૩૦૦ ગ્રામ ૧પ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવાથી રોગ જીવાત આવતી રોકે છે. પીયત માટે તાજુ છાંણ ઉમેરી ટપક ધ્વારા પાકને આપી શકાય. કોઇ પણ પાક ડ્રીપ હોય તો બહુ ઓછા દ્ધાવણની જરૂર પડે છે. ધોરીયા પીયત હોય તો ૧ એકરે ર૦ લીટર તૈયાર કરેલું ગૌ મુત્ર-છાણનું દ્વાવણ પાકની ઉમર પ્રમાણે વધારી શકાય છે.
(3) ગૌ મુત્ર ૧૦ લીટર પ કીલો તથા આંકડો : પ્રથમ આંકડાના પાંદડાના નાના ટુકળા કરીને પ્લાસ્ટીકના પીપળામાં નાખી ગૌ મુત્ર ૧૦ લીટર નાખી દેવું. ત્યારબાદ સવાર-સાંજ પાંચ-પાંચ મિનિટ હલાવતા રહેવું. તાંબાના વાસણમાં રાખેલી છાશ કોઇપણ પાકમાં ઉમેરી પીયત કરવાથી મોટો ફાયદો થાય છે. અને ૧પ લીટર પાણીમાં રપ૦ ગ્રામ આંકડા વાળું ગૌ મુત્ર રપ૦ ગ્રામ તાંબાના વાસણમાં સંગ્રહ કરેલી ખાટી છાસનો સ્પ્રે કરવાથી બધા જ પાકમાં ફાયદો થાય છે. કપાકનો પાક લાલ થઇ જાય છે, તે નહીં થાય. લીલોછમ્મ રહેશે અને ઇયળ નહી આવે.(4) દેશી ગાયનું ગૌમુત્ર ૧૦ લીટર અને પ કીલો લીંબુનો પ્રયોગ : પ્રથમ ૧૦ લીટર ગૌમુત્ર પ્લાસ્ટીકના પીપળામાં નાખવું. પ કીલો લીંબુ છાલ સહિત ગ્રાઇન્ડર કરી ગૌ મુત્રમાં નાખી દેવું. ૧પ દિવસ સવાર-સાંજ હલાવતા રહેવું. ત્યારબાદ બીજા પીપળામાં ગાળી લેવું. આ દ્વાવણમાં ૩૦૦ ગ્રામ જેટલું તાજુ છાણ ઉમેરી ગાળીને સ્પ્રે કરવાથી બધા પાકો રોગ મુકત રહેશે અને કપાસમાં ખૂબ જ સારૂં પરિણામ મળશે.(5) દેશી ગાયનું ગૌ મુત્ર ૧૦ લીટર અને પ કીલો લીંમડાનાં પાંદડા એક પ્લાસ્ટીક પીપળામાં નાખી ૧પ દિવસ સવાર-સાંજ હલાવતા રહેવું. કોઇ પણ પાકમાં આ તૈયાર થયેલ દ્વાવણ રપ૦ થી ૩૦૦ ગ્રામ ૧પ લીટર પાણીમાં મિક્ષ કરી સ્પ્રે કરવાથી પાકમાં ઉપયોગ કરવાથી સારા પરિણામ મળ્યા છે. તાંબાના વાસણમાં સંગ્રહ કરેલ ખાટી છાસ રપ૦ ગ્રામ ઉમેરીએ તો કથીરી, મીલીબગ, ચૂસીયાં, થ્રીપ્સ જેવી જીવાત આવતી જ નથી. (6) તાંબાની વાસણમાં રાખેલી છાશ અથવા ૧ કીલો તાંબાનો વાયર છાશની ટાંકીમાં નાખી દેવો. દરરોજ સવાર સાંજ હલાવતા રહેવાનું. જેટલી જુની છાશ એટલી સારી. ઉપયોગ ૧પ લીટર પાણીમાં રપ૦ ગ્રામ ખાટી છાસ રપ૦ ગ્રામ, આંકડા વાળું ગૌ મુત્ર, તાજુ છાણ ૩૦૦ ગ્રામ નાખીને કોઇપણ પાકની મોટી ઇયળ આવશે જ નહીં. (7) દેશી ગાયના છાંણાની રાખ તૈયાર કરી લોટ ચાળવાની ચારણીથી ચાળી લેવી અને પ્લાસ્ટીકના થેલામાં રાખી દેવી. કોઇ પણ પાકના બીજ ને પ્રથમ ખાટી છાશનો પટ આપીને તેના ઉપર આ તૈયાર છાણની રાખ છાંટી દેવી. આમ છાસ અને રાખનો પટ આપવાથી બીજ વાવવાથી કોવારો સુકારાનો રોગ નહી આવે અને છોડ તંદુસ્ત ઉગશે. માત્ર મગફળીમાં તાજુ-તાજુ બીજ ઉપર પટ આપવો. વહેલું પટ આપવાથી મગફળીમાં ફોતરી ઉતરી જશે અને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.
ઉપરોકત સાત પગલાં મારા ખેતી જીવનમાં અનુભવો કરીને કહી રહયો છું. ગાયના દૂધ-ગોળ સાથેના ઉપરોકત પ્રયોગો શાકભાજી, બાગાયત, મસાલા પાકો, ઘાસચારા, તેલેબીયા પાકો સહિતના તમામ ખેતી પાકોમાં છંટકાવ કરવાથી સારા પરિણામ મળેલ છે. ખેડૂતો દેશી ગાયના અમૃત સમાન દૂધનો, ગૌમૂત્રનો, છાણનો પોતાની ખેતીમાં કરશે તો ઝેરી ડબલાઓને હાથ પણ અડાળવો નહીં પડે. ગાયનું દુધ અમૃત છે, તો ગૌમૂત્ર ઉત્તમ ઔષધ છે. એ વાત આજે આધુનિક વિજ્ઞાન પણ માને છે કે ગૌમૂત્રનું નિયમિત સેવન કરવામાં આવે તો શરીરમાં થતાં કેન્સર જેવા પ્રાણધાતક રોગો પણ થતા નથી અને શરીર એકદમ નીરોગી રહે છે. ત્યારે ગૌમૂત્રનો અર્કનું સેવન કોરાનાને પણ ભગાડશે.
હજુ મોડું નથી થયું, ખેડૂતમિત્રો, આજે ખેતી-ખેડૂત-ખાનાર બધાં કોરોના જેવા ભયંકર બીમારીમાં ફસાઇ ગયા છીએ. માટે આપણે સૌ જાગીએ, ગાય આધારીત ખેતી પાકો માનવ જાતને ખવરાવી ભારત અને દુનિયાને રસાયણ મુકત કરીએ.
ઉપરોકત ખેતી પધ્ધતીમાં કોઇ પણ સમસ્યા હોય તો વેલજીભાઇ ભૂડીયાનો બપોરે પછી સમય 3 થી 6 મો. 9426991122 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકો છો.
Информация по комментариям в разработке