ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી || Gokul na gondare re || Bhajan || ડુંગરશી કાકડીયા ||

Описание к видео ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી || Gokul na gondare re || Bhajan || ડુંગરશી કાકડીયા ||

ભજન અહીં લખેલું છે 👇👇👇

✍️✍️✍️✍️✍️

ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી (૨)
હું તો ઝબકીને જાગી રે કાનુડાની માયા લાગી (૨),

પેલો નંદજીનો લાલો રે કાલિંદીને કાંઠે ઊભો (૨)
એના રંગ ભર્યા રાસમાં રે કાનુડાની માયા લાગી (૨)
ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી (૨),

મારા સુખ કેરા સપનાં રે શામળીયાએ નાખ્યા રોળી (૨)
એની મુર્તી રમે આંખમાં રે કાનુડાની માયા લાગી (૨)
ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી (૨),

એના પ્રેમ ભર્યા પુરમાં રે પાતળીયાએ પાગલ કીધી (૨)
મારૂ હૈયું નથી હાથમાં રે કાનુડાની માયા લાગી (૨)
ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી (૨),

એના પીંછા ના છોગલે રે બેની મારૂ મનડું મોહ્યું (૨)
એના સ્નેહ ભર્યા નાદમાં રે કાનુડાની માયા લાગી (૨)
ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી (૨),

એના રાસડા ના રંગમાં રે ભક્તો આજે થાકે નહીં (૨)
મારો સાયબો રમે સાથમાં રે કાનુડાની માયા લાગી (૨)
ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી (૨),

હું તો ઝબકીને જાગી રે કાનુડાની માયા લાગી (૨)
ગોકુળના ગોંદરે રે વાલીડાની વેણું વાગી (૨).

-------------------------------------------------------------------------------
Thank You for watching
-------------------------------------------------------------------------------

👉 Comment ✅
👉 Like ✅
👉 Share ✅
👉 Subscribe ✅

#bhajan #krishna_bhajan #kanudo #kirtan #live #satsang #god #krishna #mahadev #ram_bhajan #gujarati #gujarati_bhajan #mandal #ડુંગરશી_કાકડીયા

Thank You 🙏

ડુંગરશી કાકડીયા
Vipul Kakadiya

Комментарии

Информация по комментариям в разработке