અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો ||Shiddhi ahir kirtan|| કીર્તન લખેલ છે.

Описание к видео અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો ||Shiddhi ahir kirtan|| કીર્તન લખેલ છે.

અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો
કસોટી કરવીને પૃથ્વી લોકની
પેલી પરીક્ષા પંડિતજીની લીધી જો
જઈને ઊભા પંડિત આંગણે
સાંભળો ને પંડિત ગાય ઉભી દ્વાર જો
રોટલીના દાન તમે આપજો
સાંભળજો ગાય માતા મારી વાત ને
મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો
આશા રે કરજો બીજા ઘરની
અંતરની વાણી ગાય માતા એમ બોલ્યા જો
અંતરની વાણી સદાય અમર રહે છે
ખંભે ખડિયો હાથમાં પોથી રેસે રે
ભિક્ષા રે ઘર ઘરની કાયમ માંગજો
અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો
કસોટી કરવાને પૃથ્વી લોકની
બીજી પરીક્ષા સિપાઈ ભાઈ ની લીધી જો
જઈને ઊભા સિપાઈ આંગણે
સાંભળજો ને સિપાઈ ગાય ઊભી દ્વાર જો
ભોજન રે પાણીના દાન તમે આપજો
ઘરમાંથી સિપાઈ એમ બોલ્યાજો
સાંભળો રે ગાય માતા મારી વાતને
મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો
આ સારે કરજો રે બીજા ઘરની
ગાય માતા અંતરની વાણી બોલજો
અંતરની હાયુ એ સદાય અમર રહેશે
સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો
હું દ્વારે ઉભી એમતું ઊભો રહી જે
અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો
કસોટી કરવાને પૃથ્વી લોકની
ત્રીજી પરીક્ષા સજ્જન માણસની લીધી જો
જઈને ઊભા રે ધરમીનને આંગણે
સાંભળોને બેનું ગાય નો પોકાર જો
ભોજન આપો ને પેટમાંરા ઠારજો
ઘરમાંથી ધર્મી એમ બોલ્યા જો
ગાય માતા ઉભા રહો હું આવું છું
અમારે ઘરે છપન ભોગ તૈયાર છે
ભાવેથી ભજન તમે આરોગ જો
ભોજન કરીને માતાએ આપ્યા આશિષ
કાયમ ભંડાર તારા ભર્યા રહેશે
લક્ષ્મીજી નો વાસ તારે સદાય રહેશે
અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો
કસોટી કરવી ને પૃથ્વી લોકની
અરે માનવી અગિયારસ તુલસી પૂજ જો
તુલસી પૂજવાથી વૈકુંઠ ઢૂકડું
જે સત્સંગી અગિયારસ નો મહિમા ગાશે જો
તુલસી ને સાલીગ્રામ મોક્ષે એને આપશે
અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો
કસોટી કરવી ને પૃથ્વી લોકની


Shiddhi ahir kirtan
Gujarati kirtan
Radhe Radhe
Radhe Krishna
satsang
Shiv Parvati kirtan

#shiddhiahirkirtan

#kirtan

Комментарии

Информация по комментариям в разработке