જામનગરની ફેમસ ડ્રાય કચોરી બનાવવાની સરળ રીત - Jamnagar Famous Dry Kachori At Home - Gujarati Recipes

Описание к видео જામનગરની ફેમસ ડ્રાય કચોરી બનાવવાની સરળ રીત - Jamnagar Famous Dry Kachori At Home - Gujarati Recipes

ગુજરાતી ફૂડ કિચન યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કલ્પના પરમાર સૌને શીખવશે "જામનગરની ફેમસ ડ્રાય કચોરી" કચોરીનું નામ પડતા જ બાળકોના મોઢામાં તો પાણી આવી જ ગયું હશે?? તરત જ ખાવાનું મન પણ થઈ જઈ એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને કિસ્પી તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવી હોય આવી કચોરી.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને બોઉં જ ભાવશે.એકવાર ઘરે જરૂરથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી

આલુ ભુજીયા
કાજુ ના ટુકડા
મરી
આખા સૂકા ધાણા
વરિયાળી
તલ
મેંદો
તેલ
મીઠું
લીંબુ નો રસ
મગ ની દાળ (નમકીન ની)
કાશ્મીરી લાલ મરચું
કસ્તુરી મેથી
સૂકી દ્રાક્ષ
હિંગ
ગરમ મસાલો
આંબલીનો પલ્પ
દળેલી ખાંડ

રીત

1- સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું.તમે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો.તો એક કપ મેંદો લઈશું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખીશું. અને ને મોટી ચમચી તેલ નાખીશું.તેલ ના બદલે તમે ઘી પણ લઈ શકો છો.

2- હવે કચોરી ને ક્રિસ્પી કરવા માટે તેમાં થી ચાર કે પાંચ ટીપા લીંબુનો રસ નાખીશું. લીંબુ નો રસ નાખવાથી આપણી કચોરી ક્રિસ્પી બનશે.હવે તેલ અને લોટ ને મિક્સ કરી લઈશું.અને ત્યારબાદ મુઠ્ઠી પડતું મોવાણ હોવું જોઈએ.ત્યારબાદ નોર્મલ પાણી થી પરોઠા કરતા પણ ઢીલો લોટ બાંધવાનો છે.હવે તેને બે મિનિટ માટે સરસ મસળી લઈશું.

3- લોટ બહુ કઠણ પણ ના હોવો જોઈએ.કારણકે કચોરી આપણે થેપી ને બનાવવાના છે.હવે લોટ ને ઢાકી ને પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે સ્ટફિંગ બનાવી લઈશું. તેના માટે એક મિક્સર જાર લઈ લઈશું. ત્યારબાદ અડધો કપ મગ ની દાળ લીધી છે.જે નમકીન દાળ મળે છે. તે લેવાની છે.

4- હવે અડધો કપ આલુ ભુજીયા લઈશું.તમે સેવ, ગાંઠીયા કોઈ પણ ફરસાણ કે ચેવડો કઈ પણ લઈ શકો છો.અને કઈ પણ ના હોય તો ચણા નો લોટ પણ લઈ શકો છો.પરંતુ આલુ ભુજીયા નો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. હવે તેને ક્રશ કરી લઈશું. તેને બહુ નથી ફેરવવાનું નહી તો તેમાંથી તેલ છૂટું પડવા લાગશે.

5- હવે મસાલા કરી લઈશું.હવે તેમાં એક ચમચી શેકેલી વરિયાળી દરદરી પીસી લેવાની. તે એડ કરીશું.ત્યારબાદ એક ચમચી ધાણા ને પણ શેકી ને પીસી લેવાની તે પણ એડ કરવાની.હવે તલ ને પણ શેકી ને ક્રશ કરી લેવાના.તે પણ એક ચમચી એડ કરીશું.ત્યારબાદ બે ચમચી કાજુ ને ઝીણા સમારીને એડ કરીશું.ત્યારબાદ એક નાની ચમચી કસ્તુરી મેથી ને હાથ થી મસળી ને એડ કરીશું.

6- હવે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીશું.ત્યારબાદ એક ચમચી દળેલી ખાંડ નાખીશું. ત્યારબાદ એક ચમચી સૂકી દ્રાક્ષ નાખીશું. જ્યારે તમે ખાસો ત્યારે બહુ સરસ ટેસ્ટ આવશે. ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું. હીંગ નાખવાથી કચોરી પચવા માં સહેલી પડે છે. ત્યારબાદ અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું. અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ બે ચમચી આંબલી નો ઘટ્ટ પલ્પ લીધો છે તે એડ કરીશું.

7- હવે બધું હાથ થી કે ચમચી થી મિક્સ કરી લઈશું.તમારું મિશ્રણ એવું હોવું જોઈએ કે બોલ્સ વાળો તો વળી જાય.હવે સ્ટફિંગ ના બોલ્સ બનાવી લઈશું.હવે લોટ જોઈ ને તેને મસળી લઈશું. અને તેમાં થી લીંબુ ની સાઇઝ ના નાના બોલ્સ બનાવી લઈશું.આટલા લોટ માંથી તેર થી ચૌદ કચોરી બનશે. હવે તેને સરસ હાથ થી મસળી ને વાડકી નો સેપ આપી દઈશું.

8- તેને વચ્ચે જાડુ રાખવાનું અને ધાર પર પાતળું રાખવાનું કારણકે બધી ધાર ભેગી થતી હોય છે.હવે વચ્ચે એક બોલ્સ મૂકી દઈશું.બધી બાજુ થી સરસ ખેચી સરસ સીલ કરી લેવાનું.અને હાથ થી પ્રેસ કરી લઈશું.હવે આપણી કચોરી બની ને રેડી થઈ ગઈ છે.એવી જ રીતે બધી બનાવી લઈશું.હવે તેને ધીમા તાપે ફ્રાય કરી લઈશું.જ્યારે તમે નાખો ત્યારબાદ તેને થોડું હલાવતા જવાનું. કારણકે નીચે બેસેલી હસે તો તરત જ ડાગા પડી જશે.તેવી રીતે હલાવતા જવાનું.જ્યાં સુધી ઉપર કચોરી ના આવે ત્યાં સુધી.અને પછી ચમચી થી ગોળ ગોળ ફેરવી ને હલાવતા રહીશું.

9- કચોરી ને ફ્રાય કરતી વખતે ધ્યાન રાખવાનું કે હંમેશા ગેસ ધીમો જ રાખવાનો.અને સતત આ રીતે ફેરવતા રહેવાનું છે.જેથી બધી સાઈડ સરસ થઈ જાય. આ ડ્રાય કચોરી ને પંદર થી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો. અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.

10- ખાવામાં ખૂબ જ ચટપટી હોય છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ગોલ્ડન કલર આવી ગયો છે. અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તેને ટિસ્યુ પેપર પર કાઢી લઈશું. બાકી ની કચોરી ને આ રીતે જ ફ્રાય કરી લઈશું.તો છેને એકદમ પરફેક્ટ રીત ડ્રાય કચોરી ની. તો હવે તેને સર્વે કરીશું. જે રીતે આપણે ફરસાણ વારા ની દુકાન માંથી લાવતા હોય તેવી જ બની છે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે.તો તમે ચોક્કસથી ટ્રાય કરજો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense

Комментарии

Информация по комментариям в разработке