New Krishna Kirtan - આવો આવો દ્વારિકાના નાથ (નીચે લખેલું છે) - Dwarkadhish - Gujarati song 2023

Описание к видео New Krishna Kirtan - આવો આવો દ્વારિકાના નાથ (નીચે લખેલું છે) - Dwarkadhish - Gujarati song 2023

#dwarikadish #dwarikanonath #biparjoycyclone #aavo_aavo_dwarikana_nath
#સત્સંગ #gujaratisong
#viralvideo #viralsong #newsong2023
#mahilamandal #ભક્તિકીર્તનસંગ્રહ #કીર્તન
#shreekrishna #kanudo
#krishnamurari
#murlidhar
#prachin_bhajan

========= આવો આવો દ્વારિકાના નાથ ========

આવો આવોને દ્વારિકાનાનાથ આવો વાલા અવતારી
તમે બની રામદેવ નાના બાળ આવો વાલા અવતારી

તમે ખારા સમદરિયામાં વસિયાંતા
તમે અજમલરાયને દર્શન દીધાતા
તમે વચને બંધાણાં મારા નાથ
આવો વાલા અવતારી

તમે આવીને પરચો પૂર્યો તો
તમે કુમકુમ પગલી પાડીતી
તમે આવીને પોઢ્યા વિરમદે સાથ
આવો વાલા અવતારી

તમે મીણલદેને ખોળે પોઢ્યાતા
હાથે ઉકળતી દેગ ઉતારીતી
ભાંગ્યા વાંજીયાના મેણાં મારા નાથ
આવો વાલા અવતારી

તમે ઘોડીલાની હઠ જ લીધીતી
તમે દરજીડાને પરચો પૂર્યોતો
ઘોડો આકાશે ઉડાડ્યો મારા નાથ
આવો વાલા અવતારી

તમેને વણઝારો જુઠા વેણ બોલ્યોતો
એના બોલના વચન તમે પાળ્યાતા
એની મીશ્રી બનાવી ખારી લુણ
આવો વાલા અવતારી

તમે વિરામદેની સંગે ચોપાટ રમતાતા
તમે રમતા વાણીયાની અરજ સુણીતી
તમે ડૂબતા તાર્યા એના વહાણ
આવો વાલા અવતારી

તમે વનમાં બેનીને વારે આવ્યાતા
તમે મુવેલા ભાણેજને જીવાડયાતાં
તમે બેનીના ભાંગ્યા રે ભવદુઃખ
આવો વાલા અવતારી

તમે બાળીનાથને ગુરુ ધાર્યતા
તમે ભરવાને ભો માં ભંડાર્યાતો
તમે ઉતાર્યો ભૂમિ કેરો ભાર
આવો વાલા અવતારી

તમે બીજના તે બાર રૂપ ધાર્યતા
તમે ડાલીબાઈને સાથમાં લીધાતા
સ્થાપ્યો સનાતન ધરમ મારા નાથ
આવો વાલા અવતારી

આવો આવોને દ્વારિકાનાનાથ આવો વાલા અવતારી


Album: આવો આવો દ્વારિકાના નાથ
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке