અષાઢી બીજ નિમિતે રામાપીર નું ભજન (ભજન નીચે લખેલ છે) ASHADHI BIJ NIMITE RAMAPIRNU BHAJAN.....

Описание к видео અષાઢી બીજ નિમિતે રામાપીર નું ભજન (ભજન નીચે લખેલ છે) ASHADHI BIJ NIMITE RAMAPIRNU BHAJAN.....

હે હું તો બાર બીજ ભરવા આવું રામાપીર
તારા નેજા નો મને રંગ લાગ્યો

હે અજમલ રાય ને તું એવા રે મળિયો
વાંજીયો મેણલા એના રે ભાંગિયા
પાંચ વરસ ના બાળ રે બનીયા
હે તમે કુમ કુમ પગલે આવિયા રામાપીર... તારા નેજા

હે માતા મીનળ દેવ ને એવા રે મળિયા
બાળક બની ને તમે પારણીયે પોઢીયા
માતા મીનળ દેવ ના ખોળા રે ખુંદિયા
હે તમે ઉકળતી દેગું ઉતારી રામાપીર...તારા નેજા

હે વીરા વિરમ દેવ ને એવા રે મળીયા
ભાઈ ભાઈ નો નાતો નિભાવ્યો
જન્મો જન્મ નો નાતો નિભાવ્યો
હે તમે ગેડી દડુલિયે રમીયા તા પીર....તારા નેજા

હે બેની સગુણા ને એવા રે મળીયા
વન વગડે જઈ ને બેની ઉગારિયા
ભાણેજ ને તમે સજીવન કરિયા
હે તમે બેની રાજપાટ સોંપ્યા રામાપીર....તારા નેજા

હે ડાલી બાઈ ને એવા રે મળીયા
હે ડાલી બાઈ ના વીરા રે બનિયા
હે તમે સાથે સમાધી ગાળી રામાપીર...તારા નેજા

હે વનવગડે હરજી ભાઠી ને મળીયા
હે હરજીજી ના દુધડા રે પીધાં
હે તમે પાક્કા દુજંણા કીધા રામાપીર....તારા નેજા

હે દરજીડા ને એવા રે મળીયા
લીલાં કાપડનો ઘોડીલો બનાવ્યો
હે તમે આકાશે એને ઉડાડ્યો રામાપીર....તારા નેજા

હે વણજારા એ પોઢું હંકારી
હે એની પોઢું માં મિશ્રી રે ભરીયા
હે તમે મીશ્રી ના લુણ બનાવ્યા રામાપીર....તારા નેજા

હે ભૈરવા ને તમે ભૂમિ માં ભંડારીયો
દિલ્લી માં તમે દેવળ ચણાવ્યા
પિરો ના પીર બાપા તમે કહેવાણા
હે તમે ભૂમિ નો ભાર ઉતાર્યો રામાપીર....તારા નેજા .










#gujaratibhajan
kanha na bhajan
ganpati na bhajan
gujarati kirtan
ram na bhajan
gujarati song
gujarati new program
gujarati jokes
krishna bhajan
satsang ke bhajan gujarati
gujarati bhajan mandal
krishna bhajan gujarati latest

Комментарии

Информация по комментариям в разработке