Jyotindra Dave/જ્યોતિન્દ્ર દવે

Описание к видео Jyotindra Dave/જ્યોતિન્દ્ર દવે

જ્યોતિન્દ્ર દવે
જન્મ : 21st October 1901
અવસાન : 11th September 1980
મુલાકાત લેનાર
તારક મહેતા
પ્રથમ પ્રસારણ તારીખ 3rd April 1980, ગુરુવાર
મુલાકાત એટલે વ્યવસ્થિત પ્રારૂપમાં થતી વાત-ચીત. જેમાં એક વ્યક્તિ સવાલ પૂછે અને બીજી વ્યક્તિ એનો જવાબ આપે. પણ, મુલાકાતનું મહત્વ ત્યારે વધી જાય છે, જ્યારે આપણને જાણ થાય, કે મુલાકાત આપનાર અને મુલાકાત લેનાર વ્યક્તિઓ, કોણ છે, અને એક-બીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે?
તારક મહેતા, આ નામ, વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. એ જ્યારે આકાશવાણી મુંબઈના સ્ટુડિયોમાં, કોઈનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવે, ત્યારે એ કઈ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લેવાના હશે? - એવો પ્રશ્ન થયા વગર ના રહે. તો, એ પ્રશ્નનો જવાબ એ છે કે તારક મહેતા, પોતાના જ ગુરુ, જ્યોતિન્દ્ર હરિહરશંકર દવેની મુલાકાત લેવાના છે.
21st october 1901ના સોમવારે જન્મેલા જ્યોતિન્દ્ર હરિહરશંકર દવેનું અવસાન 11th September 1980ના ગુરુવારે થયું. પણ, એ પહેલા નાદુરસ્ત તબિયત હોવા છતાં, જ્યોતિન્દ્ર દવેએ આકાશવાણીનું નિમંત્રણ સ્વીકાર્યું અને આ મુલાકાત આપી.
રજૂઆત : મીનળ દીક્ષિત
પ્રસ્તુતિ : આકાશવાણી મુંબઈ

Комментарии

Информация по комментариям в разработке