Valonu Mahamul Nu વલોણું મહામૂલ નું | Samudra Manthan Bhajan | Labh Pacham Jayaben Rajawadha

Описание к видео Valonu Mahamul Nu વલોણું મહામૂલ નું | Samudra Manthan Bhajan | Labh Pacham Jayaben Rajawadha

લાભ પાંચમ નાં જય શ્રી કૃષ્ણ 🙏💐

વલોણું મહામૂલ નું Samudra Manthan nu Varnan kartu Bhajan | Gujarati Bhajan Jayaben Rajawadha

રાગ: સુખ દુઃખ મનમાં ન આણીએ

માંડ્યું રે વલોણું મહામૂલ નું
સમુદ્ર મથવાને કાજ રે
નાખી ઓંશ ત્રિલોકનો
અમૃત કાઢવાને કાજે રે.. માંડ્યું રે

મેરુ રવૈયો વચમાં ફરે
નાગ નેત્રે તણાય જી
સામ સામા રે દેવ દાનવો
વચ્ચે બ્રહ્માંડ નો નાથ જી.. માંડ્યું રે

લાગ્યો મંદરાચલ ડોલવા
મથી રહ્યા હાથો હાથ જી
કોઈ શક્યું ના જ્યારે ફેરવી
વળગ્યા સુંદર શ્યામ રે .. માંડ્યું રે

ચાર ભુજા કરી સામટી
કેવા અદભુત વેશ જી
વિષ હળહળ તે સમયે આવિયું
ઉભરાઈ આવ્યું બહાર જી ...માંડ્યું રે

દેવતાઓ ભય પામિયા
કરવા લાગ્યા પોકાર જી
સદાશિવ એ વિષ સમાવિયું
પોતાની અંજલિ મ્હાય જો.. માંડ્યું રે

મોઢે માંડી ને બધું પી ગયા
ડાઘ કંઠે દેખાય જી
થંભાવી રખીયું કંઠ માં
પાડ્યું નીલકંઠ નામ જી .. માંડ્યું રે

પીતાં વધ્યું તે વેરાઈ ગયું
લઈ ગયા વીંછી ને સર્પ જી.. માંડ્યું રે

બીજે ચંદ્રમા નીસર્યા
જેનો શીતળ અંબાર જી
શંભુ એ સ્થાપ્યો લલાટ માં
જેનો ઊંચો શોધગાર જી.. માંડ્યું રે

ગાય કપિલા નીસરી
જેનું કામધેનુ નામ જી
તેને ઋષિ સર્વે લઈ ગયા
યજ્ઞ કરવાને કાજ જી ..માંડ્યું રે

અશ્વ ઉચ્ચશ્રવા નામ નો
આવ્યો કૂદી ને બહાર જી
તેની બલીરાયે ઈચ્છા કરી
બાંધ્યો તેને દરબાર જી.. માંડ્યું રે

નીકળ્યો ઐરાવત ઝૂલતો
જેની સૂંઢો છે સાત જી
દેખી ઇન્દ્ર રાજી થયા
વાહન કીધું સાક્ષાત જી ..માંડ્યું રે

કલ્પવૃક્ષ પ્રગટ થયું
જેનું પારિજતિક નામ જી
સીધું પહોંચાડ્યું દેવલોક માં
પુરે સહુના મનની હામ રે .. માંડ્યું રે

રંભા આદિ અપ્સરા
રૂપ રૂપ નો અવતાર જો
સીધી પહોંચાડી સ્વર્ગલોક માં
પૂરે સહુના મનની કામ જી .. માંડ્યું રે

પોતે લક્ષ્મીજી પધારીયા
વરવા વિષ્ણુ ને કાજ રે
શ્રવણ વેલ સમ શોભતાં
કરમાં શોભે વરમાળ જી.. માંડ્યું રે

વારુણી મદિરા નિકળી
જાણે અમૃત સમાન રે
અસુરો એ પાન પ્રીતે કર્યા
વ્યથા થઈને બેભાન જી .. માંડ્યું રે

પોતે ધન્વંતરી પધારીયા
વિભુ વર માં પ્રખ્યાત જી
અમૃત કળશ લઈ હાથમાં
જાણે વિષ્ણુ સાક્ષાત જી .. માંડ્યું રે

દૈત્યો ઉતાવળા દોડિયા
આવ્યા ધન્વંતરી ની પાસ જી
હાથ માં થી કળશ છોડાવિયા
દેવો નાખે નિશ્વાસ જી .. માંડ્યું રે

ક્ષીર સમુદ્ર માં થી નીકળ્યા
ચૌદ રત્ન અણમોલ જી
અમૃત પાયું સર્વે દેવો ને
ધર્યું મોહિની સ્વરૂપ જી .. માંડ્યું રે

ગયા સૌ અમર લોક માં
ધરા ઉછળે આનંદે રે
આકાશે થી પુષ્પવૃષ્ટિ થઈ
દેવી વલોણું ગાય જી.. માંડ્યું રે

ગાય શીખે ને સુણે સાંભળે
તેનો હોજો વૈકુંઠ વાસ રે. માંડ્યું રે


ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.

Subscribe કરો મારી ચેનલ ને -    / jayabenrajawadha  

મારા Facebook પેજ ને લાઈક કરો -   / jayabenrajawadha  

Like. Comment. Share. Subscribe.

#SamudraManthan #ValonuMahamulNu #JayabenRajawadha #Jayaben #JayabenNaBhajan #Jayaben #GujaratiBhajan #SamudraManthanBhajan #manthanbhajan

Комментарии

Информация по комментариям в разработке