Shomnath yatra 115 રૂપીયામા કારી સોમનાથ યાત્રા.

Описание к видео Shomnath yatra 115 રૂપીયામા કારી સોમનાથ યાત્રા.

ઇતિહાસ

સોમનાથ એ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ પાટણ, વેરાવળમાં દરિયાકિનારે આવેલું એક ભવ્ય મંદિર છે. ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંનું એક અહીં સોમનાથમાં છે. શિવપુરાણના 13મા અધ્યાયમાં પણ સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. 

મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે આજે પણ સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે.

પુનઃનિર્માણ

ભારતના લોખંડી પુરૂષ અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આવ્યા હતા તે સમયે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો આદેશ આપ્યો હતો. તદનુસાર, ભંડોળ એકત્ર કરવા અને મંદિરના નિર્માણની દેખરેખ માટે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

ત્રિવેણી સંગમ હોવાના કારણે સોમનાથનું સ્થળ પ્રાચીન કાળથી તીર્થસ્થળ રહ્યું છે: કપિલા, હિરણ અને સરસ્વતી નામની ત્રણ નદીઓનો સંગમ. ગુર્જર-પ્રતિહાર રાજા નાગભટ્ટ II એ નોંધ્યું છે કે તેમણે સૌરાષ્ટ્રના તીર્થોની મુલાકાત લીધી છે, જેમાં મંદિરનું વૈકલ્પિક નામ સોમેશ્વર પણ છે.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દ‍ક્ષિણ ધ્રૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી. અહીં જ બાજુમાં ભાલકાતીર્થ આવેલું છે, જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા. અહીં તેમને પારધી દ્વારા તેના પગમાં રહેલા પદ્મને વીંધીને તેમને ઘાયલ કર્યા હતા. આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઇ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા. અહીં પૂનમને રાત્રીએ મંદિરની ટોચ પર હોય છે, તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશીત કરે છે. માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદભૂત થાય છે

#gujarat #shomnath #mandir #gujarati #prabhaspatan #geetamandir #SuryaMandir #trivenisangam #bhalkatirth #jdpathakvlog #jigneshpathak #amreli #shomnath #train #yatra #mahadev

  / pathak_jignesh  

https://www.facebook.com/jignesh.path...

Комментарии

Информация по комментариям в разработке