પુરુષોત્તમ પ્રકાશ - 40 || ધર્મકુળ આચાર્ય મહિમા || Purushottam Prakash - 40 || Dharmkul Acharya Mahima
======================================
👉🏻 ગાયક:- પૂ. સ્વામી શ્રી છપૈયાસ્વામી - ગઢડા
👉🏻 Singer:- Pu. Swami Shree ChappiyaSwami - Gadhada
======================================
👉🏻 ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 40માં કહ્યું છે કે સંપ્રદાયના તમામ નાના મોટા ત્યાગી(સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ), પુરુષભક્તો, સ્ત્રીભક્તો બધા ધર્મકુળની આજ્ઞાના રહેજો અને તે જેમ કહે તેમ કરજો. જે તેમની આજ્ઞા પ્રમાણે વર્તશે તે મહેનત કર્યા વગર જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવશે.
👉🏻 Bhagwan Swaminarayan, Himself has said in Purushottam Prakash Chapter 39 that all the small and big eremites (Sadhu, Brahmachari, Parshad), male devotees, female devotees of the sampradaya should all obey the precept of Dharmakul and do as they say. He who obeys their commands will be freed from the bondage of birth and death without hard work.
======================================
👉🏻 દોહા
માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ ।
અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ ।।૧।।
એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કા’વે અમારું કુળ ।
એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુળ ।।૨।।
મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ ।
એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ ।।૩।।
મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર ।
એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઉદ્ધાર ।।૪।।
👉🏻 ચોપાઈ
માટે સૌ રે’જો એને વચનેરે, ત્યાગી ગૃહી સહુ એક મનેરે ।
રે’જો ધર્મવંશીને ગમતેરે, વર્તશો માં કોયે મન મતેરે ।।૫।।
એહ કહે તેમ સહુ કરજોરે, પૂછ્યા વિના તો પગ ન ભરજોરે ।
હાથ જોડીને રે’જો હજુરરે, કરી ડા’પણ પોતાનું દૂરરે ।।૬।।
વિદ્યા ગુણ બુદ્ધિને બળેરે, એને દબાવવા નહિ કોઇ પળેરે ।
ત્યાગી રાગી ને કવિ કોઇ હોયરે, તોય એને માનજો સહુ કોયરે ।।૭।।
વાદ વિવાદ કરી વદનેરે, એશું બોલશો માં કોઇ દનેરે ।
એની વાત ઉપર વાત આણીરે, કેદિ વદશો માં મુખે વાણીરે ।।૮।।
એને હોડયે હઠાવી હરવીરે, પોતાની સરસાઈ ન કરવીરે ।
પોતે સમઝી પોતાને પ્રવિણરે, એને સમઝશો માં ગુણે હીણરે ।।૯।।
જેમ એ વાળે તેમ વળજોરે, એના કામ કાજમાં ભળજોરે ।
એની માનજો સહુ આગન્યારે, વર્તશો માં કોયે વચન વિનારે ।।૧૦।।
એને રાજી રાખશો જો તમેરે, તો તમ પર રાજી છીએ અમેરે ।
એને રાજી રાખશે જે જનરે, તેણે અમને કર્યા પરસનરે ।।૧૧।।
કાંજે અમારે ઠેકાણે એ છેરે, તે તો પ્રવિણ હોય તે પ્રીછેરે ।
બીજા જન એ મર્મ ન લહેરે, ભોળા મનુષ્યને ભોળાઇ રહેરે ।।૧૨।।
પણ સમઝવી વાત સુધીરે, અતિ મતિ ન રાખવી ઉંધીરે ।
વચન દ્વારે વસ્યા અમે એમાંરે, તમે ફેર જાણશો માં તેમાંરે ।।૧૩।।
અમે એમાં એ છે અમમાંઇરે, એમ સમઝો સહુ બાઇ ભાઇરે ।
એથી અમે અળગા ન રૈ’યેરે, એમાં રહિને દર્શન દૈયેરે ।।૧૪।।
જેજે જનને થાય સમાસરે, તે તો અમે કરી રહ્યા વાસરે ।
શે’ર પાટણે સનમાન જડેરે, તે તો અમારી સામર્થી વડેરે ।।૧૫।।
દેશ પરદેશે પૂજાયે આપરે, તે તો જાણો અમારો પ્રતાપરે ।
જીયાં જાય તિયાં જય જિતરે, તે તો અમે રહ્યા રૂડી રીતરે ।।૧૬।।
એમ સમઝો સહુ સુજાણરે, અમ વિના ન હોય કલ્યાણરે ।
ધર્મવંશી આચારજ માંયરે, સદા રહ્યો છું મારી ઇચ્છાયરે ।।૧૭।।
અતિ ધર્મવાળા જોઇ જનરે, રે’વા માની ગયું મારું મનરે ।
માટે એને પૂજે હું પૂજાણોરે, તે તો જરૂર જન મન જાણોરે ।।૧૮।।
એનું જેણે કર્યું સનમાનરે, તેણે મારું કર્યું છે નિદાનરે ।
એમ જાણી લેજો સહુ જનરે, એમ બોલિયા શ્રી ભગવનરે ।।૧૯।।
સુણી જન મગન થયારે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યારે ।
પછી સહુએ આચારજ સેવ્યારે, તે તો મોટા સુખને લેવારે ।।૨૦।।
ઇતિ શ્રી સહજાનંદસ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદમુનિ વિરચિતે પુરુષોત્તમપ્રકાશ મધ્યે ચત્વારિંશઃ પ્રકારઃ ।।૪૦।।
======================================
More Videos:-
👉 પુરુષોત્તમ પ્રકાશ - 39 || Purushottam Prakash :- • પુરુષોત્તમ પ્રકાશ - 39 | ધર્મકુળ આચાર્ય મહ...
======================================
👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક – ફોલો કરો.
👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
======================================
Share, Support, Subscribe, Follow: -
👉 YouTube : / swaminarayanvadtalgadiofficial
👉 Facebook : / swaminarayanvadtalgadi
👉 Twitter: / vadtalgadi
👉 Instagram : / swaminarayanvadtalgadi_
👉 Website: https://www.svg.org/
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: [email protected]
======================================
👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
👉 Google Play Store :- https://play.google.com/store/apps/de...
👉 iPhone App Store :- https://apps.apple.com/in/developer/v...
======================================
#PurushottamPrakash40 #DharmkulAcharyaMahimaa #NishkulanandSwami #SwaminarayanSampraday #Dharmakul #SwaminaryanBhagwan #Svg #SwaminaraynVadtalGadi #Lndym #HinduDharma #ChappiyaSwami #Gadhada
Информация по комментариям в разработке