KARJAN:- કરજણ ગુજરાતી અને ભોજ પુરી ફિલ્મની અભિનેત્રી મરજીના દીવાન આજે લગ્ન ગ્રંથી માં જોડાયા

Описание к видео KARJAN:- કરજણ ગુજરાતી અને ભોજ પુરી ફિલ્મની અભિનેત્રી મરજીના દીવાન આજે લગ્ન ગ્રંથી માં જોડાયા

કરજણ નવાબજાર વિસ્તારના જલારામ નગર માં રહેતી અને ગુજરાતી રંગીન ચિત્રપટ માં અભિનેત્રી તરીકે કામ કરતી મરજીના દીવાન આજે પ્રભુતામાં પગલાં માંડી લગ્ન ગ્રંથી માં જોડાયા હતા. મરજીના દીવાન ગુજરાતી અને ભોજ પુરી ફિલ્મ જગતમાં પ્રખ્યાત નામ ઉજળું કર્યું છે. અને ગુજરાતી ફિલ્મમાં ઘણા એવા સુપર સ્ટાર જેવાકે હિતેન કુમાર, વિક્રમ ઠાકોર, ગોવિંદ ઠાકોર, જીજ્ઞેશ બારોટ જેવા કલાકારો સાથે કામ કરી સુપરહીટ ફિલ્મો આપી છે. મરજીના દીવાને ઓસ્ટ્રેલિયા ના બિઝનેસ મેન મહોમ્મદ આસિફઉદીન જેઓ હાલ હૈદરાબાદ ના વતની છે જેઓની સાથે લગ્ન ગ્રંથી થી જોડાયા છે. હાલ મરજીના દીવાન બે મહિના હૈદરાબાદ રોકાઈ પછી ઓસ્ટ્રેલિયા સીફ્ટ થશે તેમ જાણવા મળ્યું હતું. મરજીના દીવાનના લગ્નમાં નાના મોટા કલાકારો તથા તેમના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.

Комментарии

Информация по комментариям в разработке