Jogani Maa Sharnam Mamah |Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

Описание к видео Jogani Maa Sharnam Mamah |Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

‪@meshwalyrical‬
Presenting : Jogani Maa Sharnam Mamah | Lyrical | Ruchita Prajapti | Gujarati Devotional Dhun |

#jognimaa #lyrical #dhun

Audio Song : Jogani Maa Sharnam Mamah
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Dhaval Kapadiya
Genre : Gujarati Devotional Dhun
Deity : Jogani Maa
Temple : Palodar
Festival : Navratri
Label : Meshwa Electronics

હો..જોગણી માઁ શરણમ્ મમઃ, જોગણી માઁ શરણમ્ મમઃ
પાલોદરની દેવી દયાળી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જોગણી માઁ શરણમ્ મમઃ, જોગણી માઁ શરણમ્ મમઃ
પાલોદરની દેવી દયાળી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..મંગલ કરતી મહામાયા, જોગણી માઁ શરણમ્ મમઃ
દેજો માડી સુખની છાયા, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..શત્રુ નો તું નાશ કરતી, જોગણી માઁ શરણમ્ મમઃ
છિન્નમસ્તા તું ભગવતી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..ડાબા હાથમાં શીશ શોભે, જોગણી માઁ શરણમ્ મમઃ
જમણા હાથે કરમી શોભે, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..મુંડ માળા ધારણ કરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ
દિગંબર તું વેસ ધરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જોગણી તું મહા વિક્રાળી, જોગણી માઁ શરણમ્ મમઃ
રોદ્ર રૂપ તું ધરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..દૈત્યોનો તું દાટ વાળનારી, જોગણી માઁ શરણમ્ મમઃ
દેવોના તું દુઃખ હરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જુગ પહેલા પ્રગટી માડી, જોગણી માઁ શરણમ્ મમઃ
રાખજો માડી લીલી વાડી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..મહા જોગણી તું મહાવિદ્યા, જોગણી માઁ શરણમ્ મમઃ
સર્વ રૂપે તું જગદંબા, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..ખીર તણો માઁ પ્રસાદ જમતી, જોગણી માઁ શરણમ્ મમઃ
લાલ ફૂલોની માળા ગમતી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જગ જનેતા જ્યોતી રૂપે, જોગણી માઁ શરણમ્ મમઃ
પૂજાતી માઁ વિવિધ સ્વરૂપે, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..દુઃખની વેળાએ આવજો માડી, જોગણી માઁ શરણમ્ મમઃ
વેદના બધી ટાળજો માડી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..પાપી ને તું પાવન કરતી, જોગણી માઁ શરણમ્ મમઃ
દયા માઁ તું રુદિયે ધરતી, જોગણી માઁ શરણમ્ મમઃ

હે..હેતે માડી હૈયું હરખાવે, જોગણી માઁ શરણમ્ મમઃ
ભક્તો પર માઁ વ્હાલ વરસાવે, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..વ્હાલ નો દરીયો તું છે માતા, જોગણી માઁ શરણમ્ મમઃ
દુઃખીયા દ્વારે દોડી આવતા, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..વાંજીયા ઘેર માઁ પારણા બંધાવે, જોગણી માઁ શરણમ્ મમઃ
મીઠા હાલરડા ગવડાવે, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જીભે સદા વસજો માડી, જોગણી માઁ શરણમ્ મમઃ
ગુણ તમારા ગાતા માડી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..તું માડી દુઃખીયોની બેલી, જોગણી માઁ શરણમ્ મમઃ
સાંભળજો માઁ હેત ની હેલી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..ખાલી ભંડાર તું ભરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ
વગર માંગે તું દેનારી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..નજરુ રાખો સ્નેહ ભરેલી, જોગણી માઁ શરણમ્ મમઃ
જશ ગાવે જીભલડી મારી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..તારાઓ માં તેજ તું પૂરતી, જોગણી માઁ શરણમ્ મમઃ
માંગ્યા સુખ માઁ તું દેતી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..નવ ગ્રહ ને માઁ ફરતા મેલ્યા, જોગણી માઁ શરણમ્ મમઃ
સઘળા દુઃખડા તે મટાડીયા, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..નામ ના ભુલુ તારુ માવલડી, જોગણી માઁ શરણમ્ મમઃ
ડૂબતી તારો મારી નાવલડી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..ડગલે પગલે તુજને સમરું, જોગણી માઁ શરણમ્ મમઃ
ગુણલા તારા ભાવે ગાવું, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..અપરાધ માફ કરો માવલડી, જોગણી માઁ શરણમ્ મમઃ
નેહ નિતરતી તુજ આંખલડી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..પરગટ પરચા તું પુરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ
સૌની આશા તું પુરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..અગણીત ઉપકાર માડી તારા, જોગણી માઁ શરણમ્ મમઃ
સપના સૌના કરતી પુરા, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..બાળ જાણી ને શરણે લેજો, જોગણી માઁ શરણમ્ મમઃ
અંતર આશા માડી પૂરજો, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..મહેર મીઠી માઁ પ્રેમે રાખજો, જોગણી માઁ શરણમ્ મમઃ
દયા માડી ઉરમાં ધરજો, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..ભક્તિ ભાવે નામ જે લઉ, જોગણી માઁ શરણમ્ મમઃ
તારા શરણે કાયમ રહુ, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..કૃપા કરજો કરુણાકારી, જોગણી માઁ શરણમ્ મમઃ
દુઃખડા સૌના તું હરનારી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..લખો ભુલો માફ કરજો, જોગણી માઁ શરણમ્ મમઃ
કુળ કુટુંબની ચઢતી કરજો, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..તારા નામની લગની લાગી, જોગણી માઁ શરણમ્ મમઃ
ભક્તિ તારી ભવ ભવ માંગી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..માં જોગણી તમે ભલુ કરજો, જોગણી માઁ શરણમ્ મમઃ
દયા ધરી ને દર્શન દેજો, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..રાજેશ પાયે લાગી બોલે, જોગણી માઁ શરણમ્ મમઃ
ફૂલડે વધાવતા મેશ્વા બોલે, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જોગણી માઁ શરણમ્ મમઃ, જોગણી માઁ શરણમ્ મમઃ
પાલોદરની દેવી દયાળી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જોગણી માઁ શરણમ્ મમઃ, જોગણી માઁ શરણમ્ મમઃ
પાલોદરની દેવી દયાળી, જોગણી માઁ શરણમ્ મમઃ

હો..જોગણી માઁ શરણમ્ મમઃ, જોગણી માઁ શરણમ્ મમઃ
પાલોદરની દેવી દયાળી, જોગણી માઁ શરણમ્ મમઃ

બોલ શ્રી જોગણી માત ની જય

Комментарии

Информация по комментариям в разработке