#Mundra

Описание к видео #Mundra

મુંદ્રા તાલુકામાં આવેલું છે નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવ મંદિર...

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અહી પાંડવો દ્વારા મહાદેવની પૂજા કરવામાં આવતી હતી...

મહાદેવની ભક્તિ કરવા માટે અહી કમળ પૂજા પણ કરવામાં આવી હતી જે પવિત્ર સ્થાન અહી હાલ પણ આવેલું છે...

કચ્છ મહારાવ રાજગરાના અને દાતાર જગડું શા શેઠ સાથે જોડાયેલું છે નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવનું અનેરું ઇતિહાસ...

કહેવાય છે અહી ચાર ખંડોના જહાજો લંગારવામાં આવતા હતા...

#સ્વયંભૂ પ્રગટેલી મહાદેવની શિવલિંગ અતી પ્રાચિન આદિ અનાડી કાળના ઈતિહાસ સાથે જોડાયેલ છે...

#મહાદેવ મંદિર પાસે જ છે સરસ્વતી માતાજીનું મંદિર, કહેવાય છે બાજુમાં એક ખેતર હતું જ્યા જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ અહીથી ભાવ ભક્તિથી સાથે મહાદેવ મંદિર પાસે સરસ્વતી માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે જ્યા એ મૂર્તિ આજે પણ છે...

#મંદિરના પૂજારી શ્રી ગુરુજી યોગેન્દ્રપૂરી કરશનપૂરી અને મંદિરમાં મહેતાજીની જવાબદારી સંભાળતા મુકેશ જોશીએ વિગતો આપતા કહ્યું હતું કે...

#મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ મધ્ય આવેલ નાળેશ્વર મહાદેવ ચોખંડા મહાદેવ મંદિરના ઈતિહાસની જાણકારી આપી હતી. પાંચથી સાત હજાર વર્ષો પહેલા પાંડવો દ્વારા ભદ્રેશ્વર ગામમાં એક વાવ બનાવવામાં આવી હતી જેનું નામ પાંડવવાવ છે. આ વાવમાં પાતળી પાણી ગામ લોકો દ્વારા પીવા માટે ઉપયોગ કરાય રહ્યું છે કહેવાય છે પાંડવો દ્વારા આ વાવ બનાવી આ વાવમાંથી પાણી ભરી ભદ્રેશ્વર થી દરિયા કિનારા નજીક આવેલું નાળેશ્વર ચોખંડા મહાદેવ મંદિર જ્યાં શિવલિંગ પર અભિષેક કરવામાં આવતું હતું. આ મંદિરના પ્રાણગણમાં મંદિર સામે જ આવેલું છે એક કૂવો જેમાંથી ભક્તો દ્વારા પાણી ભરી સ્નાન કરી ત્યારબાદ જ અહીં મહાદેવની પૂજા કરવામાં આવતી હતી. કૂવાની નજીક જ વર્ષો પહેલા કમળ પૂજા કરીને શિવની ભક્તિ પણ કરવામાં આવી હતી જે હાલ જોવા મળે છે. કહેવાય છે મંદિરનું ત્રણથી ચાર વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે. ભૂકંપ સમય આ મંદિર જ્યારે પડી ગયું હતું ત્યારે શિવલિંગને કાઈ પણ નુકસાન નોતું થયું. ત્યારબાદ મંદિરનું જીર્ણોદ્ધાર કરાવવા માટેની તૈયારીઓ ચાલુ હતી ત્યારે આ મંદિરમાંથી આદિ અનાદિકાળના એટલે કે બૌદ્ધ લિપિમાં લખાયેલા અવશેષો હજુ નાનકડા મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે. જે સાબિતી આપે છે કે આ મંદિર પાંચથી સાત હજાર વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ છે. ભદ્રેશ્વર ગામના દાતાર જગડુશા શેઠ દ્વારા અહી ચાર ખંડોના જહાજો મંદિરની નજીકમાં આવેલા દરિયા કિનારે લંગારવામાં આવતા હતા. કેમકે અહીં આજુબાજુ હજારો વર્ષો પહેલા દરિયાઈ સફરથી લોકો અવર-જવર કરતા હતા એટલે અહીં ચાર ખંડો આજુબાજુ આવેલા છે. એના પરથી પણ નામ ચોખંડા મહાદેવ પડયું હશે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે મંદિરના પૂજારી યોગેન્દ્રપૂરી કરસનપુરી ગુરુજીએ વિગતો આપી હતી. તેમજ તેમની મંદિરમાં મહેતાજી તરીકે ફરજ બજાવી રહેલા મુકેશભાઈ જોષીએ પણ સમગ્ર વિગતો આપી હતી...

Комментарии

Информация по комментариям в разработке