કૌરવને સમજાવવા વાલો આવીયા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

Описание к видео કૌરવને સમજાવવા વાલો આવીયા - ઉષ્મા બેન (કિર્તન લખેલું નીચે છે)

કૌરવને સમજાવવા વાલો આવીયા
આવ્યા છે કાંઈ હસ્તિનાપુર માંય રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

પાંચ રે પાંડવને છઠ્ઠા દ્રૌપદી
સાથમાં છે માતા કુંતા માત રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

દુર્યોધનના મોલે વાલો આવીયા
કરે છે કાંઈ દુર્યોધનને વાત રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

અડધું રાજ પાંડવોને આપજો
કર જોડીને કરે છે કાંઈ અરજી રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

પાંડવોનો ભાગ તમે આપજો
બંને ભાઈના સરખા ભાગ થાય રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

દુર્યોધન કડવી વાણી બોલીયા
નહીં આપું સોય જેટલી જમીન રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

વાલે મારે મનમાં વિચાર્યું
માર વિના નહીં આવે ભાન રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

છપ્પન પકવાન બનાવીયા
દુર્યોધને જમવા દીધું નોતરું
કૌરવને સમજાવવા વાલો આવીયા...

વાલે મારે મનમાં વિચાર્યું
હરામનું તો મારે નથી જમવું
કૌરવને સમજાવવા વાલો આવીયા...

ત્યાંથી રે રથને હંકારીર્યો
આવ્યા છે કાંઈ ગંગાજીને કાંઠે રે
કૌરવને સમજાવવા વાલો આવીયા...

ગામને છેવાડે એક ઝૂંપડી
ક્યાં છે કાંઈ વિદુરજી નો વાસ રે
દર્શન દેવાને વાલો આવીયા...

ઝૂંપડીના દરવાજા ખખડાવીયા
આંગણ ઉભા ચૌદ ભુવનના નાથ રે
દર્શન દેવાને વાલો આવીયા...

વિદુર પત્નીએ ઝાંપા ખોલીયા
વાલે મારે દીધા છે દર્શન રે
દર્શન દેવાને વાલો આવીયા...

પ્રભુને દેખીને ભાન ભૂલીયા
હે જી ભૂલ્યા એના દેહ કેરું ભાન રે
દર્શન દેવાને વાલો આવીયા...

હાથેથી આસન વાલે પાથર્યા
ભક્તોને આધીન છે ભગવાન રે
દર્શન દેવાને વાલો આવીયા...

વાલે મારે જમવા ભોજન માગીયા
કકડીને લાગી એને ભૂખ રે
દર્શન દેવાને વાલો આવીયા...

શું રે જમાડું જગદીશને?
ભાજી વિના બીજું નથી કાંઈ રે
દર્શન દેવાને વાલો આવીયા...

દોડીને ગયા છે વાલો ઘરમાં
ચૂલા ઉપર તાંદળજાની ભાજી રે
દર્શન દેવાને વાલો આવીયા...

ભાજી રે આરોગી વાલે ભાવથી
જમ્યા જાણે છપ્પન પકવાન રે
દર્શન દેવાને વાલો આવીયા...

ધન્ય રે વિદુર તમારી ભક્તિ
વાલો મારો પ્રેમથી થયા રાજી રે
દર્શન દેવાને વાલો આવીયા...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке