રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)

Описание к видео રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે - દક્ષાબેન ( કિર્તન લખેલું નીચે છે)

રૂક્ષ્મણી લખી કાગળ દ્વારિકા મોકલે રે
વહેલા આવજો દ્વારિકાના નાથ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

મારા દાદાએ લગન લખાવીયા રે
મારો વીરો તેડાવે જાડી જાન
હું તો નહીં રે પરણુ રે શિશુપાલને રે...

મારી જન્મો જનમની છે પ્રીતડી રે
જો જો દીધેલા કોલ ન ભુલાય
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

સાથે ઓધવ અક્રૂરને તેડી લાવજો રે
સાથે આવજો વાસુદેવ નંદલાલ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

સાથે વીરા બળદેવને તેડી લાવજો રે
જાડી લાવજો જાદવ કુળની જાન
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

મેતો ચુડલો પહેર્યો તમારા નામનો રે
મારી દામણીમાં દામોદર ના નામ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

મેં તો ચુંદડી ઓઢી તમારા નામની રે
મારી ટીલડી માં ત્રિકમ તારા નામ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

મેં તો માણેક સ્તંભ રોપ્યા તારા નામના રે
મારા મીંઢોળે માધવ તારા નામ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

મારા અંગે પીઠીનો રંગ જામીયો રે
જોજો પીઠીનો રંગ ના ભુસાય
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

મારી રોઈ રોઈને આંખ થઈ છે રાતડી રે
મારી આંખોના આંજણ નો ભુસાય
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

આજે કલમને કાગળ મારા હાથમાં રે
મારા ખડીયા ની શાહી ખૂટી જાય
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

મારો કાગળ લઈને વિપ્ર આવશે રે
વાંચી આવજો ને નંદના કુંવર
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

માતા અંબા ને પૂજવા અમે આવીયા રે
સાથે આવ્યો મારો રુકમય ભાઈ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

માતા અંબાને પાયે અમે લાગીયા રે
અમને દેજો શામળિયો ભરથાર
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

કાગળ વાંચીને વેલા વેલા આવિયા રે
વાલે રથની લગામ લીધી હાથ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

રુક્ષ્મણી રથમાં બેસીને એમ બોલીયા રે
રથ હાંકોને દ્વારિકા મોજાર
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

વાલે ભરી બજારે રથ હાંકિયા રે
સામી ઊભી શિશુપાલ ની જાન
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

ત્યાં તો આલા લીલા વાંસ વઢાવીયા રે
ત્યાં તો વાગ્યા શરણાયું ને ઢોલ
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

વાલા ના મંડપ રોપાણા માધવપુર માં રે
વાલાની ચોરી ચીતરાણી ચાંપાનેર
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

આજે શંકર પાર્વતી જી આવીયા રે
એણે દીધા સૌભાગ્યના દાન
હું તો નહીં રે પરણુ રે શિશુપાલ ને રે...

રુક્ષ્મણી પરણીને દ્વારિકામાં આવીયા રે
પાય લાગ્યા છે માત પિતા ને આજ
હું તો પરણી આવી છું નંદલાલ ને રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке