કાના જેલમાં જનમ નો લઈએ રે - જન્માષ્ટમી કિર્તન - ઉષ્મા બેન શ્રાવણમાસ 2024 ( કિર્તન લખેલું નીચે છે)

Описание к видео કાના જેલમાં જનમ નો લઈએ રે - જન્માષ્ટમી કિર્તન - ઉષ્મા બેન શ્રાવણમાસ 2024 ( કિર્તન લખેલું નીચે છે)

કાના જેલમાં જનમનો લઈએ રે
મામા કંસ તને મારવા ધારશે રે
કાના જેલમાં જનમનો લઈએ રે...

કાના પારણીયે એકલાના પોઢિયે રે
માસી પૂતના મારવા આવશે રે
કાના જેલમાં જનમનો લઈએ રે...

કાના ગેડી દડે રમવા નો જઈએ રે
પેલો દડો યમુનાજીમાં પડશે રે
કાના જેલમાં જનમનો લઈએ રે...

કાના દડો લેવા એકલા નો જઈએ રે
પેલો કાળી નાગ ફૂંફાડા મારશે રે
કાના જેલમાં જનમનો લઈએ રે...

કાના ગોકુળમાં ગાયો નો ચારીએ રે
પેલી ગોપીઓ તે રાસે રમાડશે રે
કાના જેલમાં જનમનો લઈએ રે...

કાના રાધા સાથે પ્રીતડી ન કરીએ રે
તને ચપટી માખણ માં નચાવશે રે
કાના જેલમાં જનમનો લઈએ રે...

રાધા કાના સાથે પ્રીતડી નો કરીએ રે
તને મેલી મથુરા માં વઈ જશે રે
કાના જેલમાં જનમનો લઈએ રે...

અમે મથુરા માં એકલા જાશું રે
અમે મામા તે કંસ ને મારશું રે
અમે જેલમાં જનમ લઈશું રે...

અમે ઉગ્રસેન દાદા ને છોડાવશું રે
અમે ગંગા જમુના માં ઝિલશું રે
અમે જેલમાં જનમ લઈશું રે...

અમે માતા પિતા ને છોડાવશું રે
અમે મથુરા નાં રાજ પાછા લઈશું રે
અમે જેલમાં જનમ લઈશું રે...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Комментарии

Информация по комментариям в разработке