Ramkatha - રૂડી રામકથા સંભળાવે શુકદેવજી પરિક્ષિતને રે(લખેલું છે) | Rudi ramkatha sambhdave shukdevji

Описание к видео Ramkatha - રૂડી રામકથા સંભળાવે શુકદેવજી પરિક્ષિતને રે(લખેલું છે) | Rudi ramkatha sambhdave shukdevji

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

રુડી રામકથા શુકદેવજી સંભળાવે પરીક્ષિતરાયને
રાજા દશરથને ત્રણ ત્રણ રાણી છે
કૈકૈય કૌશલ્ય પટરાણી છે
સુમિત્રા રાણી ઠકરાણી છે રુડી રામકથા ....

રાજા દશરથને ચાર ચાર દીકરા છે
રામચંદ્ર સૌથી મોટા છે
ભારત લક્ષ્મણ સરીખા જોટા છે
શત્રુઘ્ન સૌથી છોટા છે રુડી રામકથા ..

રાજા મુનિવરને બોલાવે છે
પુત્રને વિદ્યા દેવા વિનવે છે
રામ લક્ષ્મણ બન્યા છે ધનુષધારી રુડી રામકથા..

ત્યાંતો વિશ્વામિત્ર પધારે છે
રાજા દશરથ નમન કરે છે
ઋષિને ઉંચા આસને બેસાડે છે રુડી રામકથા..

રાજા દશરથ સેવા માંગે છે
જે જોયે તે માંગી લ્યો ને
રાજા દશરથ થરથર ધ્રૂજે છે રુડી રામકથા...

રામ ઉભા દશરથને સમજાવે છે
અમને આજ્ઞા અપોને પિતાજી
ઋષિ આજ્ઞાનું રક્ષણ કરવું છે રુડી રામકથા..

રામ લક્ષ્મણ ચાલ્યા ઋષિ સાથે
વાલે અહિલ્યા નારી નો ઉદ્ધાર કર્યો
વાલે ગૌતમ ઋષિના કામ કાર્ય છે રુડી રામકથા..

રામ ત્યાંથીને આગળ ચાલ્યા છે
યજ્ઞ રક્ષા કરવાનું કામ કરે છે
એને તાડકાને બાણ થી મારી છે રુડી રામકથા..

રાજા જનકએ સ્વયંવર રચ્યો છે
શિવ ધનુષ તોડે કોઈ મહારથી
એને કન્યાનું દાન કરીશ રુડી રીતે રુડી રામકથા...

વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ આવે છે
ધનુષ્ય યજ્ઞમાં આવીને બેસે છે
ઋષિ આજ્ઞાથી રામ ધનુષ તોડે છે રુડી રામકથા..

સીતા વરમાળા લઈને આવે છે
રામચંદ્રને પેરાવે છે
ત્યાં તો જયજયકાર સંભળાયો છે રુડી રામકથા..

જનક અયોધ્યામાં દૂતને મોકલે છે
રાજા દશરથ જાન જોડી આવે છે
ચારેય કુંવરને પરણાવે છે રુડી રામકથા..

રામ પરણીને અવધમાં પધારે છે
માતા સાચા મોતીડે વધાવે છે
અવધ જયજયકાર વર્તાવે છે રુડી રામકથા..

કૈકય રામને જમવા બોલાવે છે
રામ કૈકય માં ને સમજાવે છે
માતા વનમાં જવાનું મને વચન આપો રુડી રામકથા..

ત્યાં તો મુનિવર પધારે છે
રામને ગાદી આપવાની વિનંતી કરે
આખી આયોધ્યા જુમી ઉઠે રુડી રામકથા..

ત્યાંતો કૈકૈય રાણી દશરથને વિનવે છે
એને દીધેલા વચન માંગે છે
રામને વનવાસ ને ભરતને ગાદી આપો રુડી રામકથા..

રામ વનને માર્ગે હાલ્યા છે
સાથે સીતાને લક્ષ્મણ હાલ્યા છે
રાજા દશરથ ત્યાં કાંપવા લાગ્યા રુડી રામકથા..

ભારત શત્રુઘ્ન મોસાળ ગયા છે
રામ લક્ષ્મણ વન વાટે ગયા છે
રાજા દશરથ પુત્ર વિયોગે તલપે છે રુડી રામકથા..

રામ ગંગા કિનારે પધારે છે
ગંગા પાર ઉતારવા નાવ માંગે છે
ગૃહ વાત કરે છે કર જોડી રુડી રામકથા..

પ્રભુ તમારા ચરણમાં કામણ છે
ચરણરજની નારી બને છે
ચરણ ધોવાની રામને અરજ કરે રુડી રામકથા..

લક્ષ્મણ સીતા મનમાં મલકે છે
ગૃહ કથરોટ લઈને આવે છે
પ્રભુ ઉભા છે કથરોટમાં ચરણ ધરી રુડી રામકથા..

પ્રભુ ગંગાને પાર ઉતરીયા છે
ઉતરાયમાં સીતાની વીંટી આપે છે
ગૃહ ઉતરાય લેવાની ના પડે રુડી રામકથા..

પ્રભુ છીએ ધંધાભાઇ
આજ ગંગાપાર મેં ઉતાર્યા છે
પ્રભુ તમે મને ઉતારો ભવપાર રુડી રામકથા..

રામ લક્ષ્મણ સીતા વનમાં આવ્યા છે
રામે માતાપિતાના વચન પાળ્યા છે
રામ વસિયાં જંગલમાં ઝૂંપડી બાંધી રુડી રામકથા..

રામ રામ કરતા દશરથ પ્રાણ ત્યાગે
ભરત શત્રુઘ્ન મોસાળેથી આવે છે
ભરત માતા કૈકઈને વાત પૂછે
આ શું માંડ્યો કાળો કેર રુડી રામકથા..

ભરત રામની પાછળ હાલ્યા છે
રામ રામ કરીને પોકારે છે
ચિત્રકૂટમાં ભરતને રામ બેઠા રુડી રામકથા..

ત્યાંતો નારદમુનિ પધારે છે
જઈ લંકામાં ખબર આપે છે
તારો વેરી વનમાં આવીને વસ્યો રુડી રામકથા..

રાવણ મામા મારીચને મોકલે છે
મારિચે સોનાનું રૂપ લીધું છે
સીતાનું મૃગલામાં મન મોહ્યું છે રુડી રામકથા..

રામ મૃગલાને બાણ થી મારે છે
મૃગલો લક્ષ્મણને પોકારે છે
રામ રામ કરીને મૃગલો પ્રાણ ત્યાગે રુડી રામકથા..

સીતા લક્ષ્મણજીને વિનવે છે
મારા રામને વનમાં સંકટ પડે છે
સીતા લક્ષ્મણને રામની વારે મોકલે છે રુડી રામકથા..

ત્યાંતો રાવણ સાધુનું રૂપ લઇ આવે
સીતા પાસે રાવણ ભિક્ષા માંગે
રાવણ સીતાને લઈને હાલ્યો છે રુડી રામકથા..

રામ લક્ષ્મણ ઝુપડીએ આવે છે
સીતા વિનાની ઝૂંપડી સુની છે
રામ સીતા સીતા કઈને પોકારે છે રુડી રામકથા..

રાવણ સીતાજીને લઈને હાલ્યો છે
સીતાની વારે જટાયું આવે છે
જટાયુની પાખું રાવણ કાપે છે રુડી રામકથા..

જટાયુને રામે મોક્ષ દીધોછે
પછી શબરીની ઝૂંપડીએ આવ્યા છે
શબરીએ ભાવેથી વધાવ્યા છે રુડી રામકથા..

મારા ગુરુએ મને વચન દીધું છે
મારા ગુરુના વચનમાં વિશ્વાસ કર્યો છે
મારી ઝૂંપડીએ રામ પધાર્યા છે રુડી રામકથા..

શબરી વનમાંથી બોર લઇ આવે છે
રામ માટે મીઠા બોર રાખે છે
રામ એઠા બોરને આરોગે છે રુડી રામકથા..

રામ લક્ષ્મણ આગળ હાલ્યા છે
ત્યાંતો સુગ્રીવ ને હનુમાન મળ્યા છે
રામ બાણથી વાલીને મારે છે રુડી રામકથા..

હનુમાન સીતાને ગોતવા હાલ્યા છે
રામ હનુમાનને મુદ્રિકા આપે છે
સીતા માતા જોઈને હરખણા છે રુડી રામકથા..

રાવણની બાગ ઉજળી છે
હનુમાને રાવણને હાકલ મારી છે
હનુમાને સોનાની લંકા બાળી છે રુડી રામકથા..

રામ સેતુ બંધ બંધાવે છે
રામેશ્વરની સ્થાપના કરી છે
રામ નામથી પથ્થરા તાર્યા છે રુડી રામકથા..

રામ લંકામાં આવીને ઉભા છે
મેઘનાદ લક્ષ્મણને બાણ મારે છે
ભાઈ લક્ષ્મણને મૂર્છા આવે છે રુડી રામકથા..

સંજીવની લેવા હનુમાન હાલ્યા છે
ઋષિમુખ પર્વત લઇ આવે છે
ભાઈ લક્ષ્મણની મૂર્છા વાળે છે રુડી રામકથા..

રામ રાવણનું યુદ્ધ હાલ્યું છે
વિભીષણ તો રામની સાથે છે
રામ રાવણની નાભિમાં બાણ મારે રુડી રામકથા..

રામ લક્ષ્મ સીતા અવધ આવે છે
તેની સેવામાં હનુમાન સાથે છે
ભાઈ ભરતને ખબરું આપે છે રુડી રામકથા..

રામ પેલા કૈકૈયને પાયે લાગે છે
પછી ભરત ભાઈને ભેટે છે
આખી અવધ નગરી હરખે છે રુડી રામકથા..

રામસીતા ગાદીએ બેઠા છે
દેવોના દુંદુભી વાગ્યા છે
ત્યાં તો જયજયકાર સંભળાયો છે રુડી રામકથા..

જે કોઈ રામાયણ ગાશેને ગવડાવશે
તેનો વાસ વૈકુંઠમાં થાશે રે
તેના દુઃખડા મારો રામ હરે રુડી રામકથા..


#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #hanuman #aayodhya #aayodhyarammandir

Комментарии

Информация по комментариям в разработке