રાજમહેલ પોશીના : શાહી વાસ્તવિકતાનો અણમોલ ખજાનો

Описание к видео રાજમહેલ પોશીના : શાહી વાસ્તવિકતાનો અણમોલ ખજાનો

પોશીના
કુદરતી ખજાના વાળા વિસ્તારમાં આજે બીજો દિવસ હતો. સવારથી આજે એક વાત મગજમાં ઘુમરાતી હતી કે કયારે ‘પોશીના’ પહોચું અને ક્યારે “રાજમહેલ” પોતાની નજર સામે જોઉં. પોશીના આવેલું છે, મારા બનાસકાંઠા જીલ્લાના પાડોશી જીલ્લા ‘સાબરકાંઠા’ માં , પણ એની એનેક વિશેષતાઓને લીધે મને મારું પોતીકું લાગે.અહીના કેસુડાઓના ફૂલોમાંથી ગળાઈને આવતો પવન એક કવિ હૃદયમાં પડેલી કવિતાઓને સપાટી પર લાવી દે છે તો નીરસ જીવનની પળોને એવી રંગીન બનાવી દે છે કે મત પૂછો વાત. નાની નાની હારબંધ આવેલી ટેકરીઓ પવનને રમાડતી હોય એવો અહી હરપળ મને તો અહેસાસ થાય. આ ટેકરીઓ પાછળ સવાર અને સાંજે સુરજ મહારાજ ને સંતાવાનું મન થઇ જાય છે તો આપણે માનવીઓને એના ખોળે રમવાની ઈચ્છા કેમ ન થાય?
આવા સુન્દર મજાના સ્થળે જવા માટેના બીજ ચારેક મહિના પહેલાં રોપાઈ ગયા હતાં.પોશીના જવા માટે સૌથી વધારે પ્રેરણા કોઈએ આપી હોય તો એ છે મારા મિત્ર કપિલભાઈ ઠાકર.તેઓ શ્રી “અતુલ્ય વારસો” ટીમના મોભી છે અને ગુજરાતમાં જોવાલાય અને પ્રાચી સ્થળોની સાથે-સાથે પ્રાચીન વાવ ની જાળવણી માટેના શુભ પ્રયાસ કરતા રહે છે. તેમણે એકવાર પોશીના નાં રાજમહેલ નો એક ફોટો ફેસબુક પર શેર કર્યો હતો એ દિવસથી નક્કી કરી લીધું હતું કે એકવાર તો આ મહેલ નજીકથી જોવો. એ ઘડી બહુ નજીકમાં જ આવી ગઈ. મારા ભત્રીજા શ્રી સંજયભાઈ હેમાણી ને હડાદ ખાતેની કોલેજે જવાનું થયું. એને કિરણભાઈ બંને આવ્યા પાલનપુર અને અમારી યાત્રા શરુ થઇ અહીના રાજમહેલ સુધીની.
પોશીનાની બજારમાં તહીને અમે તો આવીને ઉભા રહ્યા ભવ્ય સફેદ રંગના રાજ મહેલ આગળ.અહીં ફરી કાયમી અમારી સાથે રહેતું રમકડું કામ કરી ગયું.અમે તો ફોન લગાવ્યો શ્રીમાન કપિલભાઈ ઠાકર ને ટૂંકી વાત કરી ને ફોન ની સ્ક્રીનની લાઈટ બંધ થઇ એટલી વારમાં તો એક પહેલીવાર નવો નંબર આવ્યો..!! આ કોલ હતો પોશીના રાજવી જી નો.રાજા સાહેબના એક કોલના લીધે અમે આ ભવ્ય મહેલમાં આવી શક્યા. અમારું સુંદર સ્વાગત થયું.
મહેલની ભવ્યતા જઈને અમેતો એને એકીટશે જોઈજ રહ્યા. બગીચામાં પડેલી મજાની ખુરશીઓમાં બેસીને કેટલીય વાર સુધી જોયાજ કર્યો.આગળ વાત વિડીયોમાં જાણવા મળશે.

-------------------------------------------------------------------------------------------------------------------------------------
Intro & Background Music : ‘Music by Epidemic Sound http: Jarico - Island (Vlog No Copyright Music)
‘Music : by Start Song Warriors
----------------------------------------------------------------------------------------------- -------------------------------------
Follow and Like my Page on Facebook:   / klalhemani  
Follow me on twitter:
Follow me on Blogs: https://kantilalhemani.blogspot.com/2...
Follow me on Instagram: https://www.instagram.com/kantilal.he...
Do Leave A Like And Subscribe For More Awesome Videos Like This Daily For Business Enquiries: [email protected]
------------------------------------------------------------------------------------------------------------------------------
My Gears_
Camera – Poco X2 64 Quad Camera
Mic – Boya M1
My Laptop : HP Elitebook 8560W
--------------------------------------------------------------------------------------------------------------------------------------
NOTE : All content used is copyright to Kantilal Hemani , Use or commercial display or editing of the content without properauthorization is not allowed
----------------------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке