કાના ને નોતરૂ દિધું રે, ગોપી ભાન ભુલી ગઇ || Kana Ne Notru Didhu Re, Gopi Bhan Bhuli Gai ||

Описание к видео કાના ને નોતરૂ દિધું રે, ગોપી ભાન ભુલી ગઇ || Kana Ne Notru Didhu Re, Gopi Bhan Bhuli Gai ||

કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ
ભાન ભૂલી ગ‌ઈ રે ગોપી ગાંડી ઘેલી થઈ…. (૨)
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

સવારે ઊઠી નહાવા બેઠી દાતણ ભૂલી ગ‌ઈ…. (૨)
ખંભે નાખી સાળી ગોપી …. (૨) પાણી ભરવા ગઈ
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

ત્રણ ત્રણ બેડાં લ‌ઈનેં ગોપી પાણી ભરવા ગઈ…. (૨)
હે ખાલી બેડાં લ‌ઈનેં આવી …. (૨) ભરેલા ભૂલી ગ‌ઈ
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

ખોબો ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ…. (૨)
પુરી વણીને તૈયાર કરી …. (૨)તળતા ભૂલી ગ‌ઈ
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગ‌ઈ…. (૨)
પાટલા ઉપર પીરસી આવી …. (૨) થાળી ભૂલી ગ‌ઈ
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

કાના પેલાં જમવા લાગી વિવેક ભુલી ગ‌ઈ …. (૨)
જમીપરવારી પુછવા લાગી …. (૨) રસોઈ કેવી થ‌ઈ
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

કાનો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ…. (૨)
રાધાજી તો રોજ જમાડે…. (૨) તારા જેવી નંઈ
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

વાલો મારો ભાવનો ભુખ્યો ભાવથી માની લ‌ઈ…. (૨)
હસતે મુખડે કાનો ગયો…. (૨) આશીર્વાદ દ‌ઈ
કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગ‌ઈ

Комментарии

Информация по комментариям в разработке