કાન ગોપીના વાદનુ કીર્તન ( નીચે લખેલુ છે) - New Krishna kirtan - Satsang Mandal

Описание к видео કાન ગોપીના વાદનુ કીર્તન ( નીચે લખેલુ છે) - New Krishna kirtan - Satsang Mandal

#mahilamandal #સત્સંગ #કીર્તન #satsang_world #ભક્તિકીર્તનસંગ્રહ #viralsong #gujaratikirtan #krishnakirtan #newsong #folk #folksong #krishnalove #kangopi #krishna #savarnabhajan #prachin_bhajan #juna_bhajan #dwarikadhis #kangopi

====== કાન ગોપીના વાદનુ કીર્તન =======

ચાલો ગોકુળિયામાં જોવાને જાયે
કાન ગોપી વચ્ચે થયો વાદ રે વાલી લાગે છે તારી મોરલી

કાનાએ જઈ ગોપીના સાસુ ને ચડાવીયા
ગોપીના ગયા અવગુણ રે વાલી લાગે છે તારી મોરલી

ઘેરે આવી ગોપીના સાસુજી ખીજાણા
ગોપી કહે કાળીયાના કામ રે વાલી લાગે છે તારી મોરલી

ઊભો રે કાળીયા કહી ગોપી પાછળ દોડીયા
ચોક વચ્ચે પકડ્યો એનો હાથ રે વાલી લાગે છે તારી મોરલી

મારાં અવગુણ તને એકને દેખાણા
તારા છે કેટલા અવગુણ રે વાલી લાગે છે તારી મોરલી

ગણવા રે હોઈ તો કાળીયા ગણવા રે મંડજે
તારા છે અટલા અવગુણ રે વાલી લાગે છે તારી મોરલી

દેવકીજીને ઉદર વસ્યો જશોદાને ધાવીયો
બે બાપના નામે ઓળખાય રે વાલી લાગે છે તારી મોરલી

મથુરામાં જન્મ્યો વાલા ગોકુળમાં ઉછરો
મધરાતે ભાગ્યો હતો કેમ રે વાલી લાગે છે તારી મોરલી

રાધાજીને પ્રેમ કરી રૂક્ષ્મણીને વરિયો
પેલેથી હતો દગાખોર રે વાલી લાગે છે તારી મોરલી

તાળી પાડીને વાલો હસવા રે લાગીયા
ગોપીએ સતી કરી પોલ રે વાલી લાગે છે તારી મોરલી

સમજી જા કાળીયા કોઈની પંચાત નો કરતો
પંચાત માં પોલ સતી થાય રે વાલી લાગે છે તારી મોરલી

જે કોઈ ગોપીના વાદના ગીત ગાશે
થાશે એનો વ્રજમાં વાસ વાલી લાગે છે તારી મોરલી

ચાલો ગોકુળિયામાં જોવાને જાયે
કાન ગોપી વચ્ચે થયો વાદ રે વાલી લાગે છે તારી મોરલી



Album: કાન ગોપીના વાદનુ કીર્તન
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

Комментарии

Информация по комментариям в разработке