ચાલો સખી જઈએ રે કુંવરબાઈ ના મામેરા મા (કીર્તન લખેલું નીચે આપેલું છે)

Описание к видео ચાલો સખી જઈએ રે કુંવરબાઈ ના મામેરા મા (કીર્તન લખેલું નીચે આપેલું છે)

ચાલો સખી જઈએ રે કુંવરબાઈ ના મામેરા મા.....

વડસાસુ તો લખવા બેઠા,
રૂપા લેખણ લીધી રે કુંવરબાઈ ના મામેરા મા.....

સવા પાંચ શેર કંકુ જોશે,સવા પાંચ શેર સોપારી જોશે,
સાકર જોશે જાજી રે રે કુંવરબાઈ ના મામેરા મા.....

સવ્વા પાંચ શેર સોનુ જોશે,સવ્વા પાંચ શેર રૂપું જોશે,
જોશે સોનાના બે પાણાં રે કુંવરબાઈ ના મામેરા મા.....

સો બસો તો સાડલા જોશે,પહેરામણી તો પુરી જોશે,
સેલા જોશે જાજા રે કુંવરબાઈ ના મામેરા મા.....

પરણ્યા ને પીતામ્બર જોશે,
સાસુ ને પહેરામણી રે કુંવરબાઈ ના મામેરા મા.....

કંકોત્રી કુંવરને આપી,
તારો બાપ ભિખારી રે કુંવરબાઈ ના મામેરા મા.....

કુંવરે હરિ ને આપી,કુંવરે નરસિંહને આપી,
નરસિંહે નરસિંહે મંદિરમાં મૂકી,
મૂકી હરિ ને ચરણે રે કુંવરબાઈ ના મામેરા મા.....

કંકોત્રી તો ઊડતી આવી,
હરિએ હાથમાં લીધી રે કુંવરબાઈ ના મામેરા મા.....

હરિ તો હિંડોળે ઝૂલે,
સાથે રાધા રાણી રે કુંવરબાઈ ના મામેરા મા.....

હરિ તો વેપારી બન્યા,
સાથે રાધા રાણી રે કુંવરબાઈ ના મામેરા મા.....

ભાંગલ તૂટેલ ગાડાં લીધા,
ભાંગેલ બળદ લીધા રે કુંવરબાઈ ના મામેરા મા.....

ગોપી ચંદન ની ગાંસડી લીધી,
સાધુ સંતો સાથે રે કુંવરબાઈ ના મામેરા મા.....

ઉતારા તો ઓરડે દીધા,
માંકડ મચ્છર જાજા રે કુંવરબાઈ ના મામેરા મા.....

સવા પાંચશેર કંકુ લાવ્યા,સવ્વા પાંચ શેર સોપારી લાવ્યા,
સાકર લાવ્યાં ઝાઝી રે કુંવરબાઈ ના મામેરા મા.....

સવ્વા પાંચ શેર સોનુ લાવ્યા,સવ્વા પાંચ શેર રૂપું લાવ્યા,
લાવ્યા સોનાના બે પાણા રે કુંવરબાઈ ના મામેરા મા.....

સો બસો તો સાડલા લાવ્યા,
પહેરામણી તો પુરી રે કુંવરબાઈ ના મામેરા મા.....

પરણ્યા ને પીતામ્બર લાવ્યા,
સાસુ ને પહેરામણી રે કુંવરબાઈ ના મામેરા મા.....

પહેરામણી તો પુરી કીધી,
બાકી હોય તે કહેજો રે કુંવરબાઈ ના મામેરા મા.....

કુંવરે નણદી ને કીધું,નણદી એ તો મેણું માર્યું,
મારી ભાણેજ બાકી રે કુંવરબાઈ ના મામેરા મા.....

કુંવરે હરિને સંભાર્યા,
મારી લાજ રાખો રે કુંવરબાઈ ના મામેરા મા.....

ચૂંદડી નો વરસાદ વરસ્યો,
વરસ્યો અનરાધાર રે કુંવરબાઈ ના મામેરા મા.....

મામેરું તો જે કોઈ ગાશે,
હરિ આશા પૂરશે રે કુંવરબાઈ ના મામેરા મા.....

#મહિલા_મંડળ
#કીર્તન
#Vasantben
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ

Комментарии

Информация по комментариям в разработке