નાગર ફળિયામાં વેલા આવજો (કીર્તન લખેલું નીચે છે) વસંતબેન - અરૂણાબેન

Описание к видео નાગર ફળિયામાં વેલા આવજો (કીર્તન લખેલું નીચે છે) વસંતબેન - અરૂણાબેન

નાગર ફળિયામાં વહેલા આવજો,
જોજો વ્હાલા જોવી પડે નહિ વાટ જો....

નરસૈયા નો કેદારો જાદુ ભર્યો,
કેદારા થી રીઝે મારો શ્યામ જો....નાગર ફળિયામાં

સત્તર સો ખોરડાં છે મારી ન્યાત ના,
વ્હાલું મારુઁ એમાં નથી કોઈ જો...નાગર ફળિયામાં

સત્તર સો ખોરડાં એ મારો ત્યાગ કર્યો,
વ્હાલા મને મેલ્યો નાત બાર જો...નાગર ફળિયામાં

નાગરો ની નાત સહુ ભેળી મળી,
રાજાને કરે છે ફરિયાદ જો...નાગર ફળિયામાં

જૂનાગઢ ના રાજા એમ બોલિયાં,
નરસૈયા તારે દેવું પડે પ્રમાણ જો....નાગર ફળિયામાં

મારો કેદારો વ્હાલા લઇ ગયા,
ગીરવે મેલ્યો સોનીડા ને ઘેર જો....નાગર ફળિયામાં

કેદાર વિનાનો વ્હાલા શું રે કરું,
કેમ કરીને ગાઉ કેદારો રાગ જો....નાગર ફળિયામાં

રાત અંધારી મળી મેઘલી,
નરસૈંયાને પૂર્યો છે જેલ માય જો....નાગર ફળિયામાં

ચોરે ને ચોવટે વાતું થાય છે,
હવે જાશે નરસૈયાની લાજ જો....નાગર ફળિયામાં

આ રે દુનિયા માં મારું કોઈ નથી,
ઘણી ધાર્યો દ્વારિકા નો નાથ જો....નાગર ફળિયામાં

નહીં રે આવો તો મોત ઢુંકડું,
વ્હાલા તારા રતન રોળાઈ જાય જો....નાગર ફળિયામાં

તારો નરસૈંયો વાલા એકલો,
વ્હાલા હવે જાશે મારી લાજ જો....નાગર ફળિયામાં

દીધેલા વચન વ્હાલા પાળજો,
રાખજે તારા નરસૈયાની લાજ જો....નાગર ફળિયામાં

ગરુડે ચડીને ગોવિંદ આવિયા,
સીધા આવ્યા સોનીડા ને ઘેર જો....નાગર ફળિયામાં

બાર વાગે ટકોરો મારિયો,
સોનીડા ઉઘાડ તારા દ્વાર જો...નાગર ફળિયામાં

કરજ ચૂકવવા વ્હાલો આવ્યા,
લીધું વ્હાલે નરસૈયાનું રૂપ જો...નાગર ફળિયામાં

રૂપિયા ગણીને દીધા રોકડા,
કેદારો લઇ આવ્યા દીનાનાથ જો...નાગર ફળિયામાં

ચતુર્ભુજ રૂપ વ્હાલે ધરિયું,
નરસૈયા ને પહેરાવ્યો છે હાર જો...નાગર ફળિયામાં

નવ ખંડ ધરતી માં તારું નામ છે,
તેથી રીઝ્યા દ્વારિકાના નાથ જો,
નાગર ફળિયામાં દોડી આવિયા....

#Vasantben
#કીર્તન
#Arunaben
#અરુણાબેન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Bhavnagar
#ભાવનગર
#કીર્તન_મંડળ
#મહિલા_મંડળ
#મહિલા_કીર્તન_ભજન
#સત્સંગ_મંડળ

Комментарии

Информация по комментариям в разработке