કપરા કળિયુગનુ છે રાજ અમને ઉગાર જો ભગવાન (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ

Описание к видео કપરા કળિયુગનુ છે રાજ અમને ઉગાર જો ભગવાન (નીચે લખેલું છે) અંકલેશ્વર સત્સંગ મંડળ

કેવો સમય આવશે નાથ અમને ઉગાર જો ભગવાન
કપરા કળિયુગનું છે રાજ અમને ઉગાર જો ભગવાન

આપણા ગુરુએ દાડા દાખવ્યા
આપણા ગુરુએ આગમ ભાગ્યા
કોઈ કોઈનું ના રહેશે
ત્યારે ના થવાનો થશે
આવશે આગમના એંધાણ અમને ઉગાડ જો ભગવાન

ભાઈ ભાઈ માં ઝઘડા થશે
તેમાં ત્રીજો ફાવી જશે
મોટાનું કહ્યું નાના નહીં કરે
નહિ રાખે મા-બાપની શરમ અમને ઉગાર જો ભગવાન

છ છ મહિનાના બાળક બોલશે
તેની બોલી ના સમજાશે
14 વર્ષની દીકરી મા બનશે
તેને ખોળે રમશે બાળ અમને ઉગાર જો ભગવાન

સંબંધમાં તો સાળી રહે છે
બેની રોતી રોતી જાશે
નર નું કહ્યું નારીના કરશે
તેની રાણી કરશે રાજ અમને ઉગાર જો ભગવાન

કાળી કોયલડી ધોળી થાશે
તેની ધોળા થાશે કાગડા
બગલા જેવડા બળદિયા
તેદી હોલા જેવડી ગાય અમને ઉગાર જો ભગવાન

ગાયો ભેસો ક્યાંય ના દેખાશે
દુજાણા માં બકરી રહે છે
કાગળ પડી કે અન્ન વહેંચાશે
તેદી પડીએ પાણી વેચાય અમને ઉગાર જો ભગવાન

પાણી પહેલા પવન ફૂંકશે
નદીઓમાં તેદી નીર ના રહે છે
ઘેરે ઘેરે વાહન ચાલશે
તેદી દોરડે દીવા થાય અમને ઉગાર જો ભગવાન

સંત સુરાને કોઈ ન માનશે
જગત ભગત નું તેદી ના ચાલશે
જતી સતી સંતાઈ જાશે
તેદી પાખંડી પૂજાય અમને ઉગાર જો ભગવાન

કાંકરિયા કોઠે તંબુ તાણશે
વન ફળીએ તેદી સર્પ વીટા છે
ઉત્તર દક્ષિણ થી સાયબો આવશે
આવશે અર્જુનને અભિમન્યુ અમને ઉગાર જો ભગવાન

જૂનાગઢમાં નગારા વાગે
ઘેરે ઘેરે તોરણીયા બંધાશે
નાગરવેલ માં ફળ આવશે
તેના વાલો બાંધશે મીંઢોળ અમને ઉગાર જો ભગવાન

ચેતી સંપીને સૌ ચાલજો
ભાવેથી તમે ભજન કરજો
આગમવાણી ભાવેથી સાંભળજો
તેથી ઉગારી લેશે રામ અમને ઉગાર જો ભગવાન
કેવો સમય આવશે નાથ અમને ઉગાર જોખવા

Комментарии

Информация по комментариям в разработке